________________
પ) '
૧૩).
૧૨) કેવળજ્ઞાન શક્તિ મારામાં ત્રિકાળ પડી છે તે અંતઃપુરુષાર્થ વડે અલ્પકાળમાં જ પૂરણ પ્રગટ
થઈ જશે. જ્યાં અંદર ત્રિકાળી સ્વદ્રવ્યને શેય બનાવ્યું તો સર્વજ્ઞસ્વભાવની પ્રતીતિ થઇ, શ્રધ્ધાનમાં કેવળજ્ઞાન પ્રગટ થયું અને પર્યાયમાં અલ્પકાળમાં જ સાક્ષાત્ કેવળજ્ઞાન પ્રગટ થવાની તૈયારી થઇ ગઇ. હવે આવી સાર-સાર વાત છોડીને લોકો બહારની તકરારમાં પડ્યા છે. શુભભાવથી ધર્મ થાય, પુરય ધર્મનું સાધન છે વગેરે ખોટી માન્યતાઓમાં તે રાચે છે. પણ ભાઈ ! શુભભાવ તારા સ્વરૂપમાં છે નહિ, તારા દ્રવ્ય-ગુણમાં નથી, અને શક્તિનું જે નિર્મળ પરિણમન થાય તેમાંય નથી. સ્વરૂપ લક્ષે સમ્યગ્દર્શનનું પરિણમન થાય તેમાં ક્યાંય શુભભાવ છે નહિ. હા, એટલું છે કે સમ્યગ્દર્શનની સાથે સર્વજ્ઞશક્તિ પરિણત થતાં જે જ્ઞાનની દશા પ્રગટ થઈ તે જ્ઞાન, તે કાળે જેવો રાગ છે તેને જાણે છે, બસ. તે જ્ઞાન તે કાળે સ્વાશ્રિત પ્રગટ થયું છે, કાંઈ રાગને કારણે પ્રગટ થયું છે એમ નથી. અા ! શક્તિનું પરિણમન એકલું આત્મજ્ઞાનમયી છે. જ્ઞાનીને રાગ આવે છે તેને તે કાળે જાણેલો પ્રયોજનવાન છે, એટલે કે સ્વપર પ્રકાશી જ્ઞાનની પર્યાય સહજ પોતાના સામર્થ્યથી જ તે કાળે પ્રગટ થાય છે, ચગને લઈને ચગનું જ્ઞાન થાય છે એમ નથી. રાગનો તો જ્ઞાનમાં અભાવ છે. ભાઈ ! ખરેખર તો જ્ઞાન પોતાની પરિણતિન જાણે છે, રાગને જ્ઞાન જાણે છે, રાગને જ્ઞાન જાણે છે એમ કહીએ એ વ્યવઘર છે. નિશ્ચયથી
તો પોત-પોતાની પરિણતિને જ જાણે છે. ૧૪) શુદ્ધ ચૈતન્યસ્વરૂપ ભગવાન આત્મા પૂર્ણાનંદનો નાથ પ્રભુ અને સિદ્ધ પરમાત્મા તે શુદ્ધ જીવ
છે. તે બંનેને સુખ પણ છે, જ્ઞાનપણ છે, અને તેમને જાણનાર જીવને પણ સુખ છે. અને
જ્ઞાન પણ છે. . ૧૫) પરંતુ શુદ્ધ, જીવને જાણ્યો ક્યારે કહેવાય ? કે ભગવાન સિદ્ધ પરમાત્મા જેમ શુદ્ધ છે તેમ
મારો ભગવાન આત્મા પણ ત્રિકાળ શુદ્ધ છે. આ ત્રિકાળી શુદ્ધની દૃષ્ટિ કરી પરિણમવાથી, તે સ્વદ્રવ્યની સન્મુખ થઇને તેના આશ્રયે પરિણામવાથી સ્વાનુભવની દશા પ્રગટ થાય છે. નિર્મળ શ્રદ્ધાન-જ્ઞાન પ્રગટ થાય છે અને ભેગી અતીન્દ્રિય સુખના આસ્વાદરૂપ દશા પ્રગટે છે. આવી
સ્વાનુભવની દશા પ્રગટ કરે ત્યારે શુધ્ધને જાયો કહેવાય. ૧૬) સિદ્ધને જાણતા સુખ છે કે નહિ ?
હા, સિદ્ધને જારાતાં સુખ છે. પણ સિધ્ધને જાયા ક્યારે કહેવાય ? કે પોતાનો સ્વભાવ સદા સિધ્ધ સમાન શુદ્ધ છે એમ નિશ્ચય કરી સ્વભાવ સન્મુખ થઈને તેનો અનુભવ અને પ્રતીત કરે ત્યારે સિધ્ધને જાણ્યા કહેવાય. સાથે તેમાં અતીન્દ્રિય સુખનો આસ્વાદ પણ હોય છે. આમાં સ્વ-દ્રવ્યને જાણવાની શી જરૂર છે ? અરે ભાઈ ! પરદ્રવ્યને જાણવા જાય એ તો વિકલ્પ છે, અને વિકલ્પ છે એ તો દુઃખ જ છે. સ્વદ્રવ્ય સિવાય ભાઈ ! અન્ય દ્રવ્ય પર તારું લક્ષ જશે તો નિયમથી વિકલ્પ જ ઉત્પન્ન થશે અને તેથી તને દુઃખ જ થશે. સ્વદ્રવ્યનું લક્ષ અને એકાગ્રતા કરતાં જ પર્યાયમાં સુખ
પ્રગટ થાય છે. ૧૮) અહા ! સિધ્ધ ભગવાનની પર્યાયમાં સર્વશપણું પ્રગટ છે તે સર્વશપણું આવ્યું ક્યાંથી ? પોતાની
સર્વસ્વભાવી શક્તિનું લક્ષ કરતાં !