________________
જાણે છે. આનું નામ તે સર્વજ્ઞત્વશક્તિ પૂર્ણભાવે પરિણત થતાં જે કેવળજ્ઞાન થયું તે આત્મજ્ઞાનમયી છે, પરજ્ઞાનમય નથી. ગંભીર સૂક્ષ્મ વાત છે ભાઈ ! સર્વજ્ઞશક્તિની પૂર્ણ પ્રગટતા તે સર્વજ્ઞતા અથવા કેવળજ્ઞાન છે. આ કેવળજ્ઞાન તે સ્વલક્ષે સ્વરૂપની એકાગ્રતાથી ખીલ્યું છે, કાંઈ પરના જગતના લક્ષે ખીલ્યું છે એમ નથી. એ તો જીવ જ્યારે સ્વમાં એકાગ્ર થઇ, સ્વદ્રવ્યને જ કારણપણે ગ્રહીને સ્વસ્થિત પરિણમે છે ત્યારે કેવળજ્ઞાન થાય છે. અને તેમાં જગત આખું શેયપણે ઝળકે છે. ત્યાં શક્તિનું પરિણમન સ્વાશ્રિત છે, પરાશ્રિત નથી. આત્મજ્ઞાનમય છે, પરજ્ઞાનમય નથી. સર્વજ્ઞતા એ તો શક્તિની સ્વ-આશ્રયે પૂરણ પ્રસિદ્ધિ છે. *અંતર્લક્ષ થયા વિના સર્વજ્ઞની સાચી પ્રતીતિ થતી નથી. અહાહા..! ભગવાન આત્માનો સર્વજ્ઞસ્વભાવ છે. અહાહા..! તેનું અંતર્મુહત ધ્યાન કરે તો કેવળજ્ઞાનની ઝળહળતી જ્યોત પ્રગટ થાય છે અને તેની સાથે અનંત અતીન્દ્રિય આનંદની ઉત્પત્તિ થાય છે. દરેક સમયે તે તે પર્યાય ભિન્ન ભિન્ન પ્રગટ થાય છે. બીજા સમયે એવી ને એવી પર્યાય પ્રગટ થાય છે. પણ એની એ નહિ. અહા ! આવા નિજ નિધાનને ઓળખ્યા વિના મિથ્યાત્વનું સેવન કરી પારાવાર દુઃખમય સંસારમાં જીવ પરિણમે છે. એના દુઃખને કોણ કહે ? તે વચનઅગોચર કહી ન શકાય તેવું છે. અહીં સર્વજ્ઞશક્તિને પરિણત કહેલ છે. પહેલાં પણ આત્માને જ્ઞાનમાત્ર કહ્યો ત્યાં શિષ્ય પ્રશ્ન કર્યો હતો કે - પ્રભુ ! આત્માને જ્ઞાનમાત્ર કહેતાં તો એકલું જ્ઞાન આવ્યું, તો એકાન્ત થઈ જશે કે કેમ ? ત્યારે ત્યાં શ્રીગુએ સમાધાન કર્યું કે – સાંભળ, આત્માને જ્ઞાનમાત્ર કહેતાં એકાંત થઈ જતું નથી, પણ અનેકાન્ત જ સિધ્ધ થાય છે. કેમ કે જ્ઞાનમાત્ર ભાવમાં અનંતા ધર્મો સાથે (ભેગા) આવી જાય છે. જેમકે – જ્ઞાન અસ્તિપણે છે, વસ્તુપણે છે, પ્રમેયપણે છે. જ્ઞાયકપણે છે એમ જ્ઞાનમાત્ર કહેતાં તેમાં અનંતધર્મો ભેગા આવી જાય છે. માટે અહીં એકાંત થતું નથી. જ્ઞાનમાત્ર ભાવનું પરિણમન થતાં જ્ઞાનમાત્રભાવમાં સાથે અનંત શક્તિઓ ઉછળે છે, ભેગી સર્વજ્ઞ શક્તિ પણ પરિત થાય છે. અહા ! એ પરિણામમાં પરનું ને રાગનું કર્તાપણું તો દૂર રહો, હું પરને અને રાગને જાણું, એ મારું શેય છે એમય નથી. ઝીણી વાત છે પ્રભુ! પણ આ પરમાર્થ સત્ય વાત છે. લોકોના સદભાગ્યે પરમ સત્ય વાત પ્રસિધ્ધિમાં આવી છે. અહા! શક્તિનું પરિણમન એકલું આત્મજ્ઞાનમયી છે, રાગમયી કે પરજ્ઞાનમયી નથી. નિશ્ચયથી કેવળી ભગવાન પોતાની પરિણતિને જાણે છે કેમ કે જ્ઞાન, શાતા અને શેય-બધું આત્મા છે. આત્મા જ્ઞાતા અને પરવસ્તુ શેય એ વસ્તુ નિશ્ચયથી છે નહિ. સર્વજ્ઞશક્તિની સ્વાશ્રયે સમ્યજ્ઞાનરૂપ પરિણતિ પ્રગટ થઈ તેમાં પૂર્ણ સ્વભાવ અને પૂર્ણ પર્યાયની પ્રતીતિ આવી જ ગઈ છે. આનું નામ આત્મજ્ઞાનમયી સર્વજ્ઞશક્તિની પરિણતિ છે. એક સમયમાં યુગપ પ્રત્યક્ષરૂપે જાણનશીલ જે કોઈ જીવવસ્તુ તેને મારા નમસ્કાર. “નમો અરિહંતાણં' શુદ્ધ જીવને સારપણું ઘટે છે. સાર અર્થાત હિતકારી, અસાર અર્થાત અહિતકારી. ત્યાં હિતકારી સુખ જાણવું, અહિતકારી દુઃખ જાણવું, કારણ કે અજીવ પદાર્થને-પુદ્ગલ, ધર્મ, અધર્મ, આકાશ, કાળને - અને સંસારી જીવને સુખ નથી, જ્ઞાન પણ નથી, અને તેમનું સ્વરૂપ જાણતાં જાણનાર જીવને પણ સુખ નથી, જ્ઞાન પણ નથી, તેથી તેમને સારપણું ઘટતું નથી. શુદ્ધ જીવને સુખ છે, જ્ઞાન પણ છે, તેને જાણતાં-અનુભવતાં જાણનારને સુખ છે. જ્ઞાન પણ છે, તેથી શુદ્ધ જીવને સારપણું ઘટે છે.