________________
૭)
આત્માને સ્વાનુભવ-પ્રત્યક્ષ કરવાની તાકાત છે. સ્વયંપ્રકાશમાન અને સ્પષ્ટ એવું આત્માનું સ્વસંવેદન શ્રુતજ્ઞાન વડે થઇ શકે છે, ને એવું સ્વસંવેદન કરે ત્યારે જ સાચું આત્મજ્ઞાન થાય છે ને ત્યારે જ ધર્મ યાય છે. એ સ્વસંવેદનમાં અતીન્દ્રિય આનંદ ઝરે છે, અનંતગુણની નિર્મળતા તેમાં પરિણમે છે.
૧૬) આત્માને કેમ જાણવો તેની આ વાત છે. અહા, તું પોતે કેવો, ને કેવડો ? તે જાણ્યા વિના તને તારો મહિમા ક્યાંથી આવશે ? મહિમા આવ્યા વગ૨ ભેદજ્ઞાન કરી સ્વસન્મુખતા ક્યાંથી થશે ? ને સ્વસન્મુખતા અને એકાગ્રતા વગર સમ્યગ્દર્શન ક્યાંથી થશે ? સમ્યગદર્શન વગર સુખનો રાહ ક્યાંથી હાથ આવશે ? માટે હે ભાઇ ! તારું જેવું સ્વરૂપ છે તેવું લક્ષમાં લઇને તેનો મહિમા કર, સ્વ-પરનું ભેદજ્ઞાન થઇને સ્વસન્મુખતા થશે, સ્વ સન્મુખ સ્વસંવેદનમાં તારો આત્મા સ્વયં પ્રકાશમાન થશે એટલે આનંદ સહિત અનુભવમાં આવશે. સમ્યગ્દર્શનાદિ પ્રગટ કરવાની ને સુખી થવાની આ રીત છે. સુખના રાહ અંદરમાં સમાય છે, બારમાં કાંઇ નથી. ૧૭) વર્તે નિજ સ્વભાવનો, અનુભવ, લક્ષ, પ્રતીત, વૃત્તિ વહે નિજભાવમાં, પરમાર્થે સમકીત. આત્મસિધ્ધિ-ગાથા ૧૧૧. આ નિશ્ચય સમકીત, શુદ્ધ સમકીત થવાની વિધિ કૃપાળુદેવે બતાવી છે. અંતર્મુખ ઉપયોગ વડે તો આત્મા પોતે પોતાને સાક્ષાત્ અનુભવે છે, ને એ અનુભવમાં પરમ આનંદ થાય છે. આવો સાક્ષાત્ અનુભવ કરવો તે પ્રકાશશક્તિનું કાર્ય છે.
૧૮) પણ વર્તમાન આ કાળમાં એ સ્વસંવેદન કઠણ થઇ પડ્યું છે ને ? સાંપ્રત (ઘલમાં) જીવદ્રવ્ય રાગાદિ અશુદ્ધ ચેતનારૂપે પરિણમ્યું છે, ત્યાં તો એમ પ્રતિભાસે છે કે જ્ઞાન ક્રોધરૂપ પરિણમ્યું છે. તેથી જ્ઞાન ભિન્ન, ક્રોધ ભિન્ન એવું અનુભવવું બહુ જ કઠણ છે. સાચે જ કઠણ છે, પરંતુ સહજ પુરુષાર્થ વડે વસ્તુનું શુદ્ધસ્વરૂપ વિચારતાં ભિન્નપણારૂપ સ્વાદ આવે છે.
૧૯) ભાઇ ! સ્વભાવનો અનુભવ કરવો કઠણ તો છે, પણ અશક્ય નથી, અસંભવ નથી. ઘણું કઠણ લાગે છે, કેમકે અનંતકાળથી ભેદજ્ઞાનનો અભ્યાસ નથી. પણ વસ્તુ સ્વરૂપ વિચારતાં-ધ્યાવતાં ભિન્નપણારૂપ સ્વાદ આવે છે, અશક્ય નથી. ઘણો અંત૨ પુરુષાર્થ માંગી લે છે. અણુ ! પોતાના સ્વભાવની પ્રાપ્તિ પોતાને અશક્ય કેમ હોય ? એ તો ત્યાં સુધી જ પ્રાપ્ત નથી જ્યાં સુધી સ્વભાવની દૃષ્ટિ કરતો નથી. જ્યાં અંતર-દૃષ્ટિ કરે કે તત્કાળ આત્મા સ્વસંવેદન પ્રત્યક્ષ થાય છે. હવે જીવોએ અભ્યાસ કર્યો નથી, પ્રયોગ પદ્ધતિ અપનાવી નથી, તેથી પોતાની ચીજ પ્રાપ્ત થવી કઠણ થઇ પડી છે. પણ મારગ તો આ છે પ્રભુ ! થોડું કહ્યું ઝાઝું કરી જાણવું બાપુ! ૨૦) આવો સ્વાનુભવગમ્ય ભગવાન આત્મા સ્વસંવેદનમાં જ્ઞાનીને અત્યંત સ્પષ્ટપણે સ્વયં પ્રકાશે છે,
એવી તેની પ્રકાશશક્તિ છે. પ્રકાશશક્તિનું સાચું કાર્ય ક્યારે પ્રગટે ? કે અંતર્મુખ થઇને સ્વસંવેદન કરે ત્યારે સ્વાનુભવમાં આત્મા સ્વયં પ્રકાશમાન થાય તે પ્રકાશશક્તિનું સાચું કાર્ય છે.