________________
અણુ ! આવી દિવ્ય શક્તિ સંપન્ન નિજ આત્માને અંતર્મુખ થઇ દેખે તો દ્રવ્યદૃષ્ટિ ઉઘડી-ખીલી જાય. ભાઇ ! તારા આત્માનો અપાર અનંતો વૈભવ દેખવો હોય તો તારાં દિવ્ય ચક્ષુ યાને દ્રવ્યચક્ષુ ખોલ, આ બારનાં ચામડાના ચક્ષુ વડે એ નહિ દેખાય, ને અંદર રાગના ચક્ષુ વડે પણ એ નહિ દેખાય, અંતરના સ્વભાવ ચક્ષુ વડે જ તે જણાશે-અનુભવાશે. પોતે પોતાની અનુભૂતિથી પ્રકાશમાન છે. આત્મા સચ્ચિદાનંદ પ્રભુ સ્વયં પોતાના સ્વભાવથી જ સ્વાનુભૂતિમાં પ્રકાશે છે.
૧૦) અણુ ! અનંતકાળથી ચોરાસીના અવતારોમાં રખડતાં-રઝળતાં ભાઇ ! તને માંડ આ મનુષ્યભવ મળ્યો, અને તેમાંય જૈનમાં તારો જન્મ થયો એ કોઇ મધ્યભાગ્ય છે, અણુ ! આ બધું હોવા છતાં કરી તેમાં એકાગ્રતા કરતાં આત્માનો અનુભવ પ્રત્યક્ષ થાય છે. તું આ તત્ત્વજ્ઞાનની-ભેદજ્ઞાનની તારા હિતની વાત ન સમજે તો અંતર અનુભવ ક્યાંથી થાય ? અરે ભાઇ ! તું સાંભળ તો ખો, પ્રભુ ! તારા સ્વસંવેદનમાં તારો આત્મા પ્રત્યક્ષ થાય એવી પ્રકાશશક્તિથી તું ત્રિકાળ ભરપુર છો.
૧૧) અરે પ્રભુ ! તું કોણ છો ? ને તારું કાર્ય શું છે તેની તને ખબર નથી ! અણુ ! તું આત્મ'નું (અંતર-અનુભવનું) કાર્ય કરવાનું છોડી દઇને દયા, દાન, વ્રત, તપ, ભક્તિ, પૂજા ઇત્યાદિ શુભરાગની ક્રિયામાં ધર્મ માની ત્યાં જ રોકાઇ ગયો ! પણ ભાઇ ! એ તો જગપંથ છે, એ ધર્મપંથ નહિ, ધર્મપંથ તો સ્વાનુભવમયી કોઇ અલૌકિક છે.
૧૨) આત્માનું પ્રત્યક્ષ સ્વસંવેદન તે મોક્ષમાર્ગ છે. અરે જીવ ! એકવાર તારા વીર્યબળને સ્વ તરફ ઉલ્લસાવીને તારા સ્વભાવની છ પાડ... પુરુષાર્થની તીખી ધારાએ અંતરસ્વભાવનો અપૂર્વ પક્ષ કર... તેનો ઉલ્લાસ લાવ. સ્વભાવનો યથાર્થ નિર્ણય કરે તેને સ્વસંવેદન થયા વગર રહે નહિ. આવું સ્વસંવેદન તે ધર્મ છે, તે પરમ આનંદરૂપ છે.
૧૩) ભાઇ ! આ તો તને ત્રિલોકીનાથ કેવળી પરમાત્માનાં વેણ અને કહેણ આવ્યા છે, તેનો નકાર ન કરાય. આ તો કેવળી સર્વજ્ઞ પરમાત્માનાં સર્વોચ્ચ ઘરનાં કહેણ બાપુ ! તેનો ઝટ સ્વીકાર કર, ના ન પાડ પ્રભુ ! મુક્તિ-સુંદરી સાથે તારા સગપણ કરવાનાં કહેણ છે. સ્વભાવસન્મુખ થઇ આત્માને સ્વસંવેદનથી પ્રત્યક્ષ જાણે ત્યારે સમકિત સાથે સગાઇ થઇ એમ કહેવાય. અો! આ તો જન્મ-મરણના રોગનું નિવારણ કરનારી ભગવાન કેવળીએ કહેલી પરમ અમૃતમય ઔષ છે. સર્વજ્ઞ પરમાત્માની દિવ્યધ્વનિમાં આવેલાં આ કહેણ છે.
૧૪) અા ! આત્માનો પ્રકાશ સ્વભાવ તો એકદમ સ્પષ્ટ સ્વસંવેદનરૂપ કાર્ય બતાવે છે, એમાં જરાય પરોક્ષપણું રહે એવો આત્માનો સ્વભાવ નથી. જ્ઞાનસ્વરૂપ આત્મા પોતે પોતાને કે પરને જાણે તેમાં તેને રાગનું, નિમિત્તનું કે બીજા કોઇનું અવલંબન લેવું પડે એવો તેનો સ્વભાવ નથી, કોઇના અવલંબન વગર સ્પષ્ટ પ્રત્યક્ષપણે પ્રકાશે એવો એનો પ્રકાશસ્વભાવ છે. પોતે પોતાથી સ્વયં પ્રકાશનારો છે. પોતાની સ્વાનુભૂતિથી જ પોતે પ્રકાશી રહ્યો છે, તેમાં બીજા કોઇનું અવલંબન
નથી.
૧૫) આવું સ્વયંપ્રકાશીપણું એ આત્માનો વૈભવ છે, આત્માની એ સાચી સંપદા છે. આચાર્ય ભગવાન કહે છે, ‘સુંદર આનંદની છાપવાળું જે પ્રચુર સ્વસંવેદન, તેના વડે મારો આત્મવૈભવ પ્રગટ થયો છે, અને માર્ચ સમસ્ત આત્મવૈભવ વડે હું આ સમયસારમાં એકત્વ-વિભક્ત શુધ્ધાત્મા દેખાડું છું, તમે તમારા સ્વાનુભવ-પ્રત્યક્ષ વડે પ્રમાણ કરજો.' જુઓ, સાધકના શ્રુતજ્ઞાનમાં પણ