________________
જિ) આત્મજ્ઞાનમયી સર્વાશક્તિ અને આત્માનુભૂતિ
DI
,
૧) ત્રિકાળી ધ્રુવ અખંડ એક જ્ઞાયકસ્વભાવી આત્મદ્રવ્યની દૃષ્ટિ-પ્રતીતિ-લક્ષ-એકાગ્રતા કરતાં અજ્ઞાનજન્ય
પરનો મહિમા ઉડી જાય છે, પોતે શુદ્ધ એક જ્ઞાનાનંદ-સચ્ચિદાનંદ પ્રભુ આત્મા છે એમ નિશ્ચય કરી તેમાં એકાગ્ર થતાં મારો સર્વજ્ઞસ્વભાવ છે - એકલો જ્ઞાનસ્વભાવ છે એમ કેવળજ્ઞાન સ્વભાવની શ્રધ્ધા-પ્રતીતિ પ્રગટ થાય છે. • ચોથે ગુણસ્થાને પણ પોતાના શુદ્ધ સર્વજ્ઞ સ્વભાવની પ્રતીતિ થતાં પર્યાયમાં શક્તિનું પરિણમન થયું, શક્તિ પરિણત થઈ તેને ત્યાં શ્રધ્ધાપણે કેવળજ્ઞાન થયું છે એમ કહેવામાં આવે છે. જ્ઞાનની કેવળજ્ઞાનરૂપ પૂર્ણ દશા તો તેરમાં ગુણસ્થાને થાય છે. પરિણામ સ્વમાં-સ્વરૂપમાં વિશ્રાંત થાય છે, ઠરે છે ને આત્મામાં દર્શન, જ્ઞાન, શ્રદ્ધા, વીર્ય, સુખ, પ્રભુત્વ, સ્વચ્છત્વ આદિ અનંત શક્તિઓનું નિર્મળ નિર્મળ પરિણમન એક સાથે ઉછળે છે, પ્રગટે છે. આ જ ધર્મ અને આ જ મોક્ષમાર્ગ છે. સાધ્ય આત્માની આ રીતે જ સિદ્ધિ થાય છે. આ સિવાય વ્રત પાળવાં, દયા પાળવી ઇત્યાદિ વ્યવહાર - રાગ કાંઈ ધર્મ નથી, ધર્મનું સાધનેય નથી, વાસ્તવમાં તો તે રાગ હોવાથી બંધનસ્વરૂપ જ છે. અરે પ્રભુ ! રાગ મમતાની આડમાં તારા પરમ નિધાન તારી નજરમાં આવ્યાં નહિ ! આત્મામાં વિશ્વના વિશેષ ભાવોને જાણવારૂપે પરિણત એવી આત્મજ્ઞાનમયી સર્વજ્ઞશક્તિ છે. આમાં એકલી શક્તિની વાત નથી. પણ પરિણત થયેલી આત્મજ્ઞાનમયી શક્તિની વાત છે. અંદર સર્વજ્ઞશક્તિ પડી છે તેની પરિણતિ પ્રગટ થઈ છે તે આત્મજ્ઞાનમયી છે. આત્માને એકને જાણવારૂપે પરિશત થાય એવી સર્વત્તત્ત્વશક્તિ છે. ભગવાન આત્મા દિવ્ય ચિન્ચમત્કાર પ્રભુ છે. એના નિર્ણયમાં અનંતા કેવળી સિદ્ધ ભગવંતો સહિત સર્વ લોકાલોકના વિશેષ ભાવોનો નિર્ણય સમાઈ જાય છે. સર્વ લોકાલોકના અનંત ભાવોને જાણે પણ તે પ્રતિ ઉપયોગ જોડવો
પડે નહિ, અને ક્યાંય પરનો આશ્રય નહિ. આવી મા આશ્ચર્યકારી સર્વજ્ઞત્વ શક્તિ છે. ૫) તો શું તે (-પરિણતિ) પરને જાણતી નથી ?
પરને જાણતી નથી એમ ક્યાં વાત છે ? પરને જાણવા પ્રતિ તે સાવધાન નથી, પરમાં તે તન્મય નથી. પરમાં તન્મય થઈને પરને જાણતી નથી એમ વાત છે. તેથી પરને જાણે છે એમ કહીએ તે અસદ્ભુત વ્યવહારનય છે. જેમાં પર-લોકાલોક ઝળકે છે એવી પોતાની પર્યાયને પોતામાં તન્મય થઈને જાણે છે. ભગવાન કેવળી સ્વાત્માને જાણે છે - દેખે છે એમ કહેવું તે નિશ્ચયકથન છે અને લોકાલોકનેપરને જાણે છે એ વ્યવાર-કથન છે. જેમાં સ્વની જ અપેક્ષા હોય તે નિશ્ચય કથન છે અને જેમાં પરની અપેક્ષા આવે તે વ્યવહાર કથન છે. આમ આ બંને કથન વિવલાથી બરાબર છે. પણ આમાં સમજવું શું ? ભગવાન લોકાલોકને જાણતા નથી એમ વાત નથી. પરંતુ ભગવાનનો ઉપયોગ ખરેખર અંતર્મુખ સ્વરૂપપ્રત્યક્ષ અને સ્વરૂપનિષ્ટ છે, તે લોકાલોકમાં તન્મય નથી, લોકાલોકમાં જોડાઈને ઉપયુક્ત નથી. પરંતુ નિજાનંદરસલીન છે. જો લોકાલોકને, તેમાં તન્મય થઈને જાણો તો નક્કદિ ક્ષેત્રનું દુઃખનું વદન તેને થવાનું બને. પણ એમ છે નહિ. તેથી જ કહ્યું કે ભગવાન લોકાલોકને વ્યવહારથી