________________
R)
માટે વ્યવહાર નિષેધ કરવાલાયક છે. “એક હોય ત્રણ કાળમાં પરમારથનો પંથ” પરમાર્થનો પંથ, મોક્ષનો પંથ તો આ એક જ વીતરાગભાવ સ્વરૂપ છે.
- (૫) સમ્યગ્દર્શન - આત્માનુભૂતિ શું છે ? ચિત્ એટલે ચૈતન્ય દ્રવ્ય. ચેતન - ગુણ, ચેતના પર્યાય. ચૈતન્ય દ્રવ્ય, જીવ દ્રવ્ય ચૈતન્ય દ્રવ્યનો એટલે કે ભગવાન આત્માનો તો ચિન્મય જ ભાવ છે. અહા ! જાણવું દેખવું બસ એ એક જ આત્માનો સ્વભાવ છે. પુણ્ય પાપના ભાવ શુધ્ધ ચૈતન્યના ભાવ નથી, પણ ખરેખર તે પરના ભાવો છે. અહાહા! ભગવાન આત્મા શુધ્ધ ચિન્મય એટલે ચેતનામય છે; ચેતનાવાળો છે એમ નહિ, ચેતનાવાળો કહીએ ત્યાં તો ભેદ થઈ જાય. આ તો અભેદ એકરૂપ શુધ્ધ ચિન્મય પ્રભુ આત્મા છે. દરેક વસ્તુ સામાન્ય - વિશેષાત્મક છે, દ્રવ્ય - ગુણ - પર્યાયરૂપ છે. સમસ્ત જીવાદિ વસ્તુ સત્વરૂપ છે, તે જ સત્ત્વ પર્યાયરૂપ છે. તેમ “ચેતના અનાદિ નિ 1 સત્તાસ્વરૂપ વસ્તુમાત્ર નિર્વિકલ્પ છે, નિર્ભેદ છે, સર્વથા શુધ્ધ છે.” અહા ! આવા અભેદ એકરૂપ શુધ્ધ ચિન્મય પ્રભુ આત્માની દ્રષ્ટિ કરી એનો અનુભવ કરવો એનું નામ સમ્યગ્દર્શન છે. આવા અનુભવમાં સ્થિરતા ધરવી તે ધર્મ નામ-મોક્ષમાર્ગ મોક્ષનો ઉપાય છે. ખરેખર તો ચેતનાની એક સમયની જાણ નક્રિયારૂપ - જાણવા દેખવાની અનુભવરૂપ પર્યાય (નિર્મળ પર્યાય) દ્રવ્યથી કંચિત્ (નિશ્ચયથી) ભિન્ન છે; અને આ જે રાગાદિ વિકલ્પ ઉઠે છે એ અશુધ્ધ પર્યાય દ્રવ્યથી સર્વથા ભિન્ન છે. હવે જે સર્વથા ભિન્ન છે એનાથી અંદર નિશ્ચય સ્વરૂપમાં (જ્ઞાયકમાં) કેમ જવાય ? ભિન્ન છે એને તો ભિન્ન રાખીને જ અર્થાત્ એને છોડીને જ અંતરમાં જવાય નોકર્મ - દ્રવ્યકર્મ – ભાવકર્મ સંબંધી પરિણામો તે જીવના નથી. છ કારકોના ભેદ, અપેક્ષિત ધર્મોના ભેદ, ગુણ - ગુણીના ભેદ, અભેદ આત્મામાં નથી અભેદ કે શુધ્ધ અંતઃ તત્વની દ્રષ્ટિ કરવી એ સમ્યગ્દર્શન છે. '
(૧૦)
(૬) મોક્ષાર્થીનું સ્વરૂપ અહા મોક્ષ જે અનંતસુખમય, પૂરણસુખમય છે એવો નમૂનો જેના અનુભવમાં આવ્યો છે તે મોક્ષાર્થી છે, સમ્યગ્દષ્ટિ જીવ. સકળ કર્મનો ક્ષય થતાં થાય છે અતીન્દ્રિય સુખ, તેને ઉપાદેયરૂપ અનુભવે છે એવા છે જે કોઈ જીવ તેઓ મોક્ષાર્થી છે. અહા ! પરમ આનંદરૂપ પ્રગટ દશા તે મોક્ષ છે, અને અતીનિય આનંદનો અંશે જેને સ્વાદ આવ્યો છે અને જે પૂરણ આનંદનો અર્થી છે. તે મોક્ષાર્થી છે. મોક્ષાર્થી કહો કે ધમ કહો કે જ્ઞાની કહો બધું એકાઈ છે.