________________
સ્વ-પર પ્રકાશક જ્ઞાનસ્વભાવ અને સ્વાનુભૂતિ
૧) આત્મામાં અનંતગુણો ભલે હો, પરંતુ જાણવું એ એનો મુખ્ય ગુણ છે. જ્ઞાન છે તે પોતાને
ને પરને જાણે છે. ૨) ત્રિકાળી જ્ઞાનગુણ એનો જેમ સ્વ-પર પ્રકાશક સ્વભાવ છે, તેમ તેની જ્ઞાનની વર્તમાન પ્રગટ
પર્યાયનો પણ સ્વ-પર પ્રકાશક સ્વભાવ છે. તેથી તે પર્યાયમાં સર્વ જીવોને સદાકાળ જ્ઞાયક જણાતો હોવા છતાં, રાગને વશ થયેલો પ્રાણી તેને જોઈ શકતો નથી. એની નજર પર્યાય ઉપર અને રાગ ઉપર છે એટલે આ જ્ઞાયકને જાણું છું તે ખોઈ બેસે છે. અનાદિ બંધને - રાગને વશ પડ્યો રાગને જોવે છે પણ મને આ મારી વર્તમાન જ્ઞાનની પર્યાયમાં આ જ્ઞાયક દેખાય છે - જણાય છે એમ જોતો નથી. ભલે ને તું ના પાડ હું તમને-જ્ઞાયકને) નથી જાણતો છતાં તારી પર્યાયમાં તું અત્યારે જણાય છે હે ! ગજબ વાત કરી છે ને ? જ્ઞાનની વર્તમાન પર્યાયમાં સ્વ-પર શેયને જાણવાની તાકાત છે, સામર્થ્ય છે અને તેથી તે પર્યાય સ્વને . આખા દ્રવ્યને જાણે છે. વર્તમાન જ્ઞાનની પર્યાયમાં દ્રવ્ય આવતું નથી પણ દ્રવ્યનું જ્ઞાન પર્યાયમાં થયું છે. છતાં દૃષ્ટિમાં રાગને પૂજ્ય દેખીને ત્યાં અટકી ગયો છે. આ જાણવામાં આવે છે એને જાણતો નથી અને પાને જાણું છું એવી મિથ્થાબુદ્ધિ થઈ ગઈ છે. (અર્થાત)
એકલો પર પ્રકાશક છું એવી બુધ્ધિ થઈ ગઈ છે તે મિથ્યા છે. ૫). સ્વપર પ્રકાશક સ્વભાવના સામર્થ્યવાળો ભગવાન આત્મા ચૈતન્યબિંબ તે જેની એક સમયની
જ્ઞાનની પર્યાયમાં જણાયો છે, તેની જ્ઞાનની પર્યાયમાં જેમ આત્મા જણાય છે, પોતાનો જ્ઞાનાકાર જણાય છે, તેમ દૂર રહેલા પદાર્થો પણ એને અડ્યા વિના જણાય છે. શેયાકાર જણાય છે. આવી એક જાણવાની વ્યવસ્થિત વ્યવસ્થા છે. જેવો જ્ઞાનાકાર જણાય એવો જ બહાર નિમિત્ત તરીકે યાકાર હોય જ. હવે જાણવાનો આધાર ઉપયોગ ક્યાં છે એના પર છે, તેથી ઉપયોગ
બહાર હોવાથી તે એમ માને છે પર જણાય છે - પણ એ ભ્રમ છે. ૬) અહાહા.! “જે જણાય છે તે હું જ છું” “હું જ્ઞાયક છું' એવો જેને અંતરમાં અનુભવ થયો
છે એવો જ્ઞાની સ્વને જાણતાં દૂરના પદાર્થોને, પોતાના સ્વપર પ્રકાશક જ્ઞાનના સ્વભાવથી, તે પદાર્થોને અડ્યા વિના જ જાણે છે. તે પોતાના સ્વરૂપમાં રહીને સ્વને જાણે છે. તેમ દૂર કે નજીકના પર પદાર્થોને જાણે છે, એવો જ્ઞાનનો સ્વ-પર પ્રકાશક સ્વભાવ છે. બીજી રીતે કહીએ તો અજ્ઞાનીની જ્ઞાન પર્યાય હોય એમાં આત્મા જણાય છે. અજ્ઞાનીની પર્યાયનો સ્વભાવ પણ સ્વપર પ્રકાશક હોવાથી પર્યાયમાં સ્વ-જ્ઞાયક ચિદાનંદ ભગવાન પૂરણ જણાય છે. જ્ઞાનનો સ્વભાવ સ્વ-પર પ્રકાશક છે તો એ પર્યાયમાં એકલું પરને જાણે એવું હેઈ શકે નહિ. એ પર્યાય સ્વને જાણે અને પરને જાણે એવો જ એનો સ્વભાવ છે. છતાં અજ્ઞાનીની દષ્ટિ એક ઉપર (જ્ઞાયક ભાવપર) જતી નથી. હું રાગને ને પર્યાયને જાણું છું એમ દૃષ્ટિ ત્યાં મિથ્યાત્વમાં રહે છે. સમયસાર ગાથા ૧૭-૧૮ ટીકાનો ત્રીજો પેરેગ્રાફ “પરંતુ જ્યારે આવો અનુભૂતિ સ્વરૂપ ભગવાન આત્મા આબાલ-ગોપાળ સૌને સદાકાળ પોતે જ અનુભવમાં આવતો હોવા છતાં પણ અનાદિ બંધના વશે પર દ્રવ્યો) સાથે એકપણાના નિશ્ચયથી મૂઢ જે અજ્ઞાની તેને આ અનુભૂતિ છે તે હું જ છું' એવું આત્મજ્ઞાન ઉદય પામતું નથી.