________________
દૃષ્ટિનો વિષય અને સ્વાનુભૂતિ
૧)
શુધ્ધ નયનો વિષય આત્મા અનંત શક્તિવાળો, ચૈતન્ય ચમત્કાર નિત્ય, અભેદ, અખંડ એક છે.
૨)
૩)
૪)
૫)
)
ઉ Aid :
૭)
૮)
૯)
અહ્યા..! અબદ્ધ-સ્પષ્ટ, ચિદાનંદ પ્રભુ અંદર છે તે સમ્યગ્દર્શનનો વિષય છે – શુઘ્ધનયનો વિષય છે.
દૃષ્ટિનો વિષય તો શુધ્ધ, એક, ધ્રુવ, સહજ નિર્વિકલ્પ, ત્રિકાળ અસંખ્યપ્રદેશી વસ્તુ છે જેમાં પર્યાયનો પણ અભાવ છે.
સહજ, શુધ્ધ, આત્મસંપદા એ દૃષ્ટિનો વિષય છે. સહજ ચિદાનંદ !
-
શુધ્ધ નયનો વિષય કર્યો કે સમ્યગ્દર્શનનો વિષય કો તે ચૈતન્યચમત્કાર પ્રભુ, નિત્ય, અભેદ, એક જેને સમયસાર ગાથા ૬માં એક શાયકભાવ કહ્યો છે, સમયસ૨ ગાથા ૧૧ માં ભૂતાર્થ કહી તે શુધ્ધ આત્મવસ્તુ છે એમ જણાવ્યું છે.
અહો ! ષ્ટિનો વિષય જેમાં રાગ નહિ, ગુણ-ગુણીના ભેદ નહિ, નિમિત્ત નહિ, અપૂર્ણતા નહિ, અને એક સમયની પર્યાય પણ નહિ, એવી ધ્રુવ નિત્યાનંદ, ચિદાનંદમય એક પૂર્ણ વસ્તુ છે. અહાહા ! નિર્મળાનંદનો નાથ સચ્ચિદાનંદ પ્રભુ એ એકજ સમ્યગ્દર્શનનું ધ્યેય અને વિષય છે. ત્રિકાળી ધ્રુવ, એકરૂપ, વીતરાગભાવ સ્વરૂપ ચૈતન્યવસ્તુ એ સમ્યગ્દર્શનનો વિષય છે. ચૈતન્ય, પરમ અદ્ભૂત ચૈતન્ય ચમત્કારી દ્રવ્ય-પરમ પારિણામિકભાવે અંદર સ્થિત છે તે શુઘ્ધનયનો વિષય છે.
૧૦) અહ્યા... અનંત ગુણોનો પિંડ, અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત વીર્ય, અનંત સુખ, અનંત પ્રભુતા, અનંત વિભુતા અનંત સ્વચ્છતાનો ધારક એક અભેદ વસ્તુ જેના આશ્રયથી આ બધા ગુણો પર્યાયમાં પ્રગટે છતાં વસ્તુ અંદર એવીને એવી એકરૂપ રહે એમાંથી કાંઇ વધઘટ થાય નહિ એના ચમત્કારનું શું કહીએ ? આવી ચૈતન્ય ચમત્કાર વસ્તુ પ્રભુ આત્મા શુધ્ધનયનો વિષય છે.
18
૧૧) ચૈતન્યની સાથે પ્રભુતા, વિભુતા, સ્વચ્છતા, પ્રકાશ, સર્વજ્ઞતા, કર્તા, કર્મ, કરણ, સંપ્રદાન, અપાદાન, અધિકરણ ઇત્યાદિ અનંત શક્તિઓનો સાગર પ્રભુ આત્મા છે. અનંતશક્તિઓનો સંગ્રહાલય અભેદ એક દળ એવું આત્મદ્રવ્ય તે દૃષ્ટિનો વિષય છે. એને લક્ષમાં લઇ ત્યાં એકાગ્રતા થતાં અનુભવતાં - આ બધી શક્તિઓ નિર્મળરૂપે પર્યાયમાં પ્રગટ થાય છે. આ છે આત્માનુભૂતિ. ૧૨) આ જગતમાં અનંત આત્માઓ છે, એનાથી અનંતગુણા પુદ્દગલ પરમાણુ છે, તેનાથી અનંતગુણા ત્રણકાળના સમયો છે, તેનાથી અનંતગુણા આકાશના પ્રદેશો છે, તેનાથી અનંતગુણા એક જીવદ્રવ્યના ગુણો છે, આવો અનંત શક્તિવાળો ભગવાન આત્મા, ચૈતન્ય ચમત્કાર વસ્તુ છે. અહા ! જેમાં રાગ નહિ, અલ્પજ્ઞતા નહિ, ભંગ-ભેદ નહિ એવો ચૈતન્ય ચમત્કાર, આનંદ ચમત્કાર, શાંતિ ચમત્કાર, પ્રભુતા ચમત્કાર, વીર્ય ચમત્કાર, એમ અનંત અનંત શક્તિઓનો ચમત્કાર સ્વરૂપ ભગવાન આત્મા દૃષ્ટિનો વિષય છે.
૧૩) તે નિત્ય છે, જેને આદિ નથી, અંત નથી, એવી અનાદિ-અનંત શુધ્ધ, શાશ્વત વસ્તુ છે. શક્તિ અનંત છે છતાં વસ્તુ અભેદ એકરૂપ છે. અહા ! આવી અનંત ગુણમંડીત, અભેદ, એક, શુધ્ધ
(3)