________________
ચૈતન્ય ચમત્કાર વસ્તુ આત્મા દૃષ્ટિનો વિષય છે. તેના આશ્રયથી ઘર્મનું પ્રથમ સોપાન એવું
સમ્યગ્દર્શન પર્યાયમાં પ્રગટ થાય છે. ૧૪) અહા ! તારા સ્વરૂપના મહિમાની શું વાત કરવી પ્રભુ સર્વશની વાણીમાં પણ જેના પૂર્ણ
સ્વરૂપની વાત આવી શકે નહિ, એવો તું ચૈતન્ય ચમત્કાર પ્રભુ છો ! વાણીમાં તો ઇશારા
આવે.
૧૫) શુધ્ધ નયથી આત્મા અભેદ, એકાકાર, નિત્ય, શુધ્ધ ચિદ્રુપસ્વરૂપ છે, આત્મા અબધ્ધ-સ્પષ્ટ છે,
પવિત્રતાનો પિંડ છે, સામાન્ય છે, એકરૂપ છે. સદાય ધ્રુવ.. ધ્રુવ.... ધ્રુવ.. છે. આવા વિકલ્પોથી પર-એ વિકલ્પોને છોડી-વર્તમાન પર્યાયને ધ્રુવ તરફ વાળવી - તેનો અનુભવ કરવો, એમાં
અનંતો પુરુષાર્થ છે. તેનું નામ સમ્યગ્દર્શન છે અને તેનું નામ ઘર્મ છે અને તે મોક્ષમાર્ગ છે. ૧૬) અરે ભગવાન ! તું જાણનાર સ્વરૂપ છે - જાણનાર એવો તું તને જાણે નહિ એ કેવી વાત!
આ દેહ દેવળમાં પોતે સચ્ચિદાનંદ, જ્ઞાનાનંદ, સહજાનંદ સ્વરૂપ પૂર્ણ પ્રભુ બિરાજે છે. પૂર્ણ જ્ઞાન અને પૂર્ણ આનંદથી અંદર ઠસોઠસ ભરેલો છે, છતાં તું પરમાં સુખ માને છે ! મૂઢ
છો કે શું ? ૧૭) દેહ દેવળમાં રહેલો, દેહથી ભિન્ન, ચૈતન્ય દેવ, દેહને પ્રકાશમાં દેહરૂપ થતો નથી. - જ્ઞાનસ્વરૂપ
જ રહે છે. સદાય જ્ઞાનસ્વરૂપ જ રહીને પ્રકાશમાન છે. ૧૮) અહા.. પર્યાયમાં અલ્પજ્ઞતા, વિકાર, રાગ ોવા છતાં એ બધાથી ભિન્ન ભગવાન આત્મા કોઈ
દિવસ રાગરૂપ થયો નથી - જ્ઞાનસ્વરૂપ જ રહે છે. સદાય જ્ઞાનસ્વરૂપ જ રહ્યો પ્રકાશી રહ્યો
છે. જ્ઞાન ને રાગ ભિન્ન છે. ૧૯) અહહ..! વસ્તુ અંદર પોતે જ્ઞાનાનંદ સ્વરૂપ, પ્રજ્ઞા, બ્રહ્મસ્વરૂપ છે. તેમાં નજર કરવાથી પોતાના
જ્ઞાન અને આનંદ પ્રગટ થાય છે. સુખી થવાનો આ એક જ ઉપાય છે. બીજો કોઈ ઉપાય નથી. પોતે સમજણનો પિંડ પ્રભુ, પોતે પોતાથી સમજે તો ગુરૂને નિમિત્ત કહીએ. વાસ્તવમાં તો પોતે પોતાનો ગુરુ છે. સહજ આત્મસ્વરૂપ પરમ ગુરુ ! આત્મા શુધ્ધ એક ચૈતન્યસ્વરૂપ વસ્તુ છે. તેની જેને અંતર્દષ્ટિ થઈ તેને સ્વનું જ્ઞાન થાય છે, ને તેમજ બાહ્ય પદ્યર્થોનું - પરનું જ્ઞાન થાય છે. જ્ઞાનનો આવો જ સ્વપ૨ પ્રકાશક સ્વભાવ છે. જે વડે તે પોતે પોતાને અને પરને સ્વરૂપથી જ જાણે છે. અંતરંગમાં જ્ઞાનાનંદ, નિત્યાન, પ્રભુ આત્માના આશ્રયથી સમ્યગ્દર્શનાદિ નિર્મળ પરિણામ પ્રગટ થાય છે તે ધર્મ તે નિશ્ચય, અને એવા ધર્મી પુરુષને રાગાદિના વિકલ્પ આવે તેને તે જાણે તે વ્યવહાર, ધર્મી તેને હેય પણે જાણે છે. આવું ધર્મનું સ્વરૂપ છે. આવો દૃષ્ટિનો વિષય છે અને આવી અનુભૂતિની અલૌકિક વિધિ છે.
૨૦)