________________
સાર :
(SY)
એવો જે જ્ઞાયકસ્વભાવ, પ્રભુ ! તેને અનુભવવાનો પ્રયત્ન કર ! આ એક જ કામ આ ભવમાં કરવા જેવું છે.
અહો ! સર્વે અરિહંત ભગવંતોએ સેવેલો, સ્વદ્રવ્ય આશ્રિત શુદ્ધ રત્નત્રય જે આ એક જ મોક્ષમાર્ગ જિન ભગવંતોએ ઉપદેશ્યો, તે જ માર્ગ પોતે સાધીને વીતરાગી સંતોએ જિનાગમમાં પ્રસિદ્ધ કર્યો છે. આ સનાતન વીતરાગ માર્ગની વાત કહેવામાં આવી છે. આવો માર્ગ જાણીને તેનું સેવન કરવું તે પરમાગમનો સાર છે, તેનું ફળ મહાન ઉત્તમ સુખ છે.
*આ સમય પ્રાભૂત પઠન કરીને, અર્થ તત્વથી જાણીને; ઠરશે અર્થમાં આત્મા, જે સૌખ્ય ઉત્તમ તે થશે.',
20
છે અંતિમ ભાવના :
આનંદામૃતના પૂરથી ભરચક વહેતી કૈવલ્યસરિતામાં જે ડૂબેલું છે, જગતને જોવાને સમર્થ એવી મહાસંવેદનરૂપી શ્રી (મહાજ્ઞાનરૂપી લક્ષ્મી) જેમાં મુખ્ય છે, ઉત્તમ રત્નના કિરણ જેવું જે સ્પષ્ટ છે અને જે ઈષ્ટ છે એવા પ્રકાશમાન, આનંદમય સ્વતત્વને હે ! જગતના જીવો જિનભગવાનના સનાતન વીતરાગ શાસનનો આશ્રય કરીને પામો.
સ્યાાદ વિદ્યાના બળથી વિશુદ્ધ જ્ઞાનની કળા વડે આ એક આખા શાશ્વત સ્વતત્ત્વને પ્રાપ્ત કરીને હે ! જગતના જીવો પરમાનંદ પરિણામે આજે જ પરિણમો.
આ રીતે અહીંયા ! જેને વીતરાગ સનાતન દર્શન' માટે અતિ દૃઢપણે પૂર્ણ શ્રદ્ધાપો જે થોડું ઘણું તત્ત્વ કહેવામાં આવ્યું, તે બધું ચૈતન્યને વિષે ખરેખર અગ્નિમાં હોમાયેલી વસ્તુ સમાન (સ્વાહા) થઈ ગયું. (અગ્નિને વિષે હોમવામાં આવતા ઘીને અગ્નિ ખાઈ જાય છે, જાણે કે કાંઈ હોમાયું જ ન હોય!) તેવી રીતે અનંત મહાત્મ્યવંત ચૈતન્યનું ગમે તેટલું વર્ણન કરવામાં આવે તો પણ જાણે કે એ સમરત વર્ણનને અનંત મહિમાવંત ચૈતન્ય ખાઈ જાય છે; ચૈતન્યના અનંત મહિમા પાસે બધું વર્ણન જાણે કે વર્ણન જ ન થયું હોય એમ તુચ્છતાને પામે છે. તે ચૈતન્યને જ ચૈતન્ય આજે પ્રબળપણે
ઉગ્રપણે અનુભવો (અર્થાત્ તે ચિસ્વરૂપ આત્માને જ આત્મા આજે અત્યંત અનુભવો) કારણ કે આ લોકમાં બીજું કાંઈ જ ઉત્તમ નથી. ચૈતન્ય જ એક પરમ ઉત્તમ તત્ત્વ છે.
-
‘સનાતન વીતરાગ' શાસન જયવંત વર્તો આમાં સદા પ્રીતિવંત બન, આમાં સદા સંતુષ્ટ ને, આનાથી બન તું તુપ્ત, તુજને સુખ અહો ! ઉત્તમ થશે.
-
ભાવાર્થ :
આનંદ
જ્ઞાનમાત્ર આત્મામાં લીન થવું, તેનાથી જ સંતુષ્ટ થવું અને તેનાથી જ તુપ્ત થવું. એ જ પરમધ્યાન છે. તેનાથી વર્તમાન આનંદ અનુભવાય છે. અને થોડા જ કાળમાં જ્ઞાન સ્વરૂપ કેવળજ્ઞાનની પ્રાપ્તિ થાય છે.
આવું પ્રગટ કરનાર પુરુષ (આત્મા) તે સુખને જાણે છે, બીજાનો એમાં પ્રવેશ નથી.
-