________________
છે “જૈન સનાતન વીતરાગ દર્શન
(૧) આત્માનુભૂતિ જ આત્મધર્મ છે.
ધર્મની શરૂઆત આત્માનુભૂતિથી જ થાય છે. તે વખતના ધ્યાનને “ધર્મ ધ્યાન કહેવામાં આવે છે. તે જ સમકીત છે.
ધર્મની પૂર્ણતા પણ આત્માનુભૂતિની પૂર્ણતામાં છે. તે કેવળજ્ઞાન પ્રગટ થતાં સાધનાની પૂર્ણતા થાય છે. તે વખતના ધ્યાનને “શુકલ ધ્યાન કહેવામાં આવે છે.
આત્માનુભૂતિ જ આત્મધ્યાન છે. આત્માનુભૂતિ એ જ જૈનશાસન છે.
જ્યાં ઉપયોગ પોતાના સ્વભાવમાં છે, જ્ઞાનની પર્યાય પોતે પોતાને જાણવામાં લીન છે તે અનુભૂતિની દશા છે અને તેટલો સમય સુખનું વેદન છે. આત્માનુભૂતિ એજ સુખાનુભૂતિ છે.
હૈ) જ્ઞાનકળામાં અખંડનો પ્રતિભાસ બે અગત્યની વાત)
જ્ઞાનની વર્તમાન પર્યાયનું સામર્થ્ય સ્વને જાણવાનું છે. આબાલ- ગોપાલ સૌને સદાકાળ અખંડ પ્રતિભાસમય ત્રિકાળી સ્વ જણાય છે, પણ તેની દષ્ટિ પરમાં પડી હોવાથી ત્યાં એકત્વ કરતો થકો, “જાણનાર જ જણાય છે? તેમ નહીં માનતાં રાગાદિ પર જણાય છે એમ અજ્ઞાની પર સાથે એકત્ત્વપૂર્વક જાણતો – માનતો હોવાથી તેને વર્તમાન અવસ્થામાં અખંડનો પ્રતિભાસ થતો નથી. - જ્ઞાની તો “આ જાણનાર જણાય છે તે જ હું છું” એમ જાણનાર જ્ઞાયકને એકત્ત્વપૂર્વક જાણતો - માનતો હોવાથી તેની વર્તમાન અવસ્થામાં (જ્ઞાન કળામાં) અખંડનો સમ્યક પ્રતિભાસ થાય છે.
()
પ્રશ્ન : અનાદિના અજ્ઞાની જીવને સમ્યગ્દર્શન પામ્યા પહેલાં.... તો એકલો “શુભ વિકલ્પ જ હોય ને ? ઉત્તર : “ના” એકલો વિકલ્પ નથી. સ્વભાવ તરફ ઢળી રહેલા જીવને વિકલ્પ હોવા છતાં તે જ વખતે “આત્મ સ્વભાવના મહિમાનું લક્ષ પણ કામ કરે છે. તે લક્ષના જોરે તે જીવ આત્મા તરફ આગળ વધે છે. કંઈ વિકલ્પના જોરથી આગળ નથી વધતો. રાગ તરફનું જોર તૂટવા માંડયું, ને સ્વભાવ તરફનું જોર વધવા માંડયું ત્યાં સવિકલ્પ દશા હોવા છતાં, રાગના અવલંબન વગરનો સ્વભાવ તરફના જોર વાળો એક ભાવ ત્યાં કામ કરે છે. અને તેનો જોર આગળ વધતો... વધતો, પુરુષાર્થનો કોઈ અપૂર્વ કડાકો કરીને નિર્વિકલ્પ આનંદના વેદન સહિત તે જીવ સમ્યગ્દર્શન પામી જાય છે.
(૧૮)