________________
(૧)
(૨)
(3)
n
(૪)
(૫)
છેવટનો નિર્ણય :
ચરિત્રની જ્ઞાન સનાતન વીતરાગ દિગંબર પરંપરા એ જ સત્યધર્મ છે. સમ્યગ્દર્શન એકતારૂપ મોક્ષમાર્ગ એક જ છે. એક હોય ત્રણ કાળમાં પરમારથનો પંથ તેનો સ્વીકાર. એ મોક્ષમાર્ગના નિમિત્ત વીતરાગી દેવ-ગુરુ-શાસ્ત્ર છે. ‘સહજ આત્મસ્વરૂપ સર્વજ્ઞદેવ પરમગુરુ' (માંગલિક)
સંપૂર્ણ જીવન ધર્મમય બનવું જોઈએ
સુખ માટે ધર્મ તો તેને જ કહેવાય જેવો વીતરાગ સ્વભાવ છે એવો વીતરાગ સ્વભાવ પર્યાયમાં પ્રગટ થાય. જે ગુણો અનંત શક્તિરૂપે સ્વભાવમાં છે તે જ પર્યાયમાં પ્રગટ થાય તેને પરમાત્મા કહેવાય છે.
-
આવા ધર્મની શરૂઆત માટે પ્રથમ શ્રદ્ધાનમાં એમ લેવાનું છે કે હવે આ ભવમાં બીજું કાંઈ કરવા જેવું નથી.
આવી નિર્વિકલ્પ દશા પ્રકટ થાય તે પહેલા કયા વિકલ્પ હોય ?
(૧) સંપૂર્ણ જીવન જ્ઞાયકની જ આરાધના.
(૨) તે માટે આગમના અવલંબનથી તત્ત્વનો યથાર્થ નિર્ણય :
માત્ર એક ‘નિર્વિકલ્પ અનુભૂતિ' જ કરવા જેવી છે. અનુભૂતિ એ જ જૈન શાસન છે. સુખનો આ જ ઉપાય છે.
-
વીતરાગી પરમાગમોનો અભ્યાસ.... સત્સંગ અને સ્વાધ્યાય
**
હું જ્ઞાન આનંદ સ્વરૂપ ભગવાન આત્મા છું અને જીવનના પ્રત્યેક સમયે ભેદજ્ઞાન હું સર્વથા સર્વથી ભિન્ન છું. આ પ્રયોગાત્મક પદ્ધતિ છે.
(૩) તે માટે નિયમિત અભ્યાસનો મહાવરો :
-
(૪) બાકીના સમયમાં દેવ-ગુરુ-શાસ્ત્રની આરાધના.
(૫) સંપૂર્ણ જીવન સ્વભાવને અનુરૂપ સંયમીત (મર્યાદીત). અન્યાય, અનીતિ, અભક્ષ્યનો ત્યાગ.... સપ્ત વ્યસનનો ત્યાગ, કંદમૂળ અને રાત્રિ ભોજનનો ત્યાગ... આટલું જ બસ....
શ્રધ્ધા એવી હોય કે રાગને ઘટાડે, જ્ઞાન એવું હોય કે રાગને ઘટાડે, ચારિત્ર એવું હોય કે રાગને ઘટાડે, શાસ્ત્રનું તાત્પર્ય ‘વીતરાગતા' છે.
ક્રમબધ્ધની શ્રધ્ધા પણ એને કહેવાય જે રાગને ઘટાડે, ક્રમબધ્ધની શ્રધ્ધામાં અકર્તાપણું આવે છે.
જે થાય તેને કરે શું ? જે થાય તેને જાણે છે.
જાણનાર રહેતાં, જ્ઞાતા રહેતાં, રાગ ટળતો જાય છે. વીતરાગતા વધતી જાય છે. એ જ શાસ્ત્રનું તાત્પર્ય છે.
(૧૯)
૯૪