________________
,
અઢાર દોષ ઃ (૧) જન્મ (૨) મરણ (૩) જરા (૪) રોગ (૫) ક્ષુધા (૬) તૃષા (૭) સ્વેદ (૮) નિદ્રા (૯) વિરમય (૧૦) ખેદ (૧૧) શોક (૧૨) ભય (૧૩) ચિંતા (૧૪) આર્ત (૧૫) મદ (૧૬) મોહ (૧૭) રાગ (૧૮) વેષ. અનંત ચતુષ્ટય : (૧) અનંત જ્ઞાન (૨) અનંત દર્શન (૩) અનંત વીર્ય (૪) અનંત સુખ આત્મહિતના મૂળ આધારભૂત અહત દેવ - તેનું સાચું સ્વરૂપ તમને નિર્ણય કરવા યોગ્ય જ્ઞાન પણ ભાગ્યથી પ્રાપ્ત થયું છે, માટે આ અવસર વ્યર્થ ન ગુમાવો. પ્રમાદ છોડી ઉપયોગને નિર્ણયમાં લગાવો. (૧) વસ્તુનું સ્વરૂપ (દ્રવ્ય - ગુણ - પર્યાત્મક) (૨) જીવાદિનું સ્વરૂપ (સાત તત્ત્વો, છ દ્રવ્યોનું સ્વરૂપ) (૩) સ્વ પરનું ભેદજ્ઞાન જીવ-અજીવનું સ્વરૂપ) (૪) આત્માનું સ્વરૂપ (દ્રવ્યસ્વભાવ - પર્યાય સ્વભાવ) (૫) હેય - ઉપાદેય - શેય તત્ત્વો (૬) શુભ – અશુભ - શુધ્ધ અવસ્થારૂપ પોતાના પદ-અપદનું સ્વરૂપ
(૭) વીતરાગી દેવ – ગુરુ - શાસ્ત્રનું સ્વરૂપ (૧૦) “જે જાણતો અહંતને દ્રવ્ય - ગુણ - પર્યાયપણે;
તે જાણતો નિજ આત્મને, તસુ મોહ લય ખરે; અર્થ : જે દ્રવ્ય - ગુણ - પર્યાયો વડે અહતને જાણે છે તે જ પોતાના આત્માને યથાર્થ જાણે છે અને તેના જ મોહનો નાશ થાય છે. કારણ કે જે અહંતનું સ્વરૂપ છે તે જ પોતાનું સ્વરૂપ છે. દ્રવ્ય સ્વભાવથી તો બંનેના સ્વરૂપ એક સરખા જ છે. પર્યાયમાં જે પહેલા અશુધ્ધિ હતી તે રત્નત્રયના સાધનથી, વિભાવોનો નાશ કરી પૂર્ણ શુધ્ધ થયા છે. અને તમને રત્નત્રયનું સાધન નથી થયું તેથી પર્યાયમાં અશુધ્ધતા હોવાથી બહિરાભપણું બની રહ્યું છે. આ પ્રમાણે શ્રીગુરુ પરમ દયાળુ છે. તેથી તમને આ વાતમાં ચિત્ત લગાવવાની પ્રેરણા કરે છે. તમે પણ દર્શનાદિ કરો, જેમાં ચિત્ત સારી રીતે સ્થિર થાય, સુખ પણ વર્તમાનમાં ઉપજે તથા આસ્થા કાયમ રહે. માટે સર્વથી પ્રથમ અહત સર્વજ્ઞનો
નિર્ણય કરવારૂપ કાર્ય કરવું એ જ શ્રીગરની મૂળ શિક્ષા છે. યથાર્થ નિર્ણય : ૧) ત્યાં જે જીવ, પ્રમાણજ્ઞાન દ્વારા અહંત દેવના આગમનું સેવન, યુક્તિનું અવલંબન,
પરંપરા ગુરઓનો ઉપદેશ તથા સ્વાનુભવ વડે નિર્ણય કરીને જૈની થશે તે જ મોક્ષમાર્ગરૂપ સાચું ફળ પામશે, તથા સાતિશય પુણ્યબંધ કરશે. તથા જે આ વાતો દ્વારા નિર્ણય તો નહિ કરે અને કુલકમથી, વ્યવહારરૂપ વા બાહ્ય ગુણોના આશ્રયથી, શાસ્ત્રોથી સાંભળીને તેનાથી પોતાનું ભલું થવું જાણીને તથા પંચાયત સંબંધના આશ્રયથી, તેમનો સેવક થઈ અજ્ઞાનવિનયાદિરૂપ પ્રવર્તશે તેને સાચું નિશ્વયસ્વરૂપ ફળ તો આવશે નહિ પણ માત્ર પુણ્યબંધ થઈ જશે.
(૧૪)