________________
(૨)
છે પણ તે પહેલાં આ વિધિ દરમ્યાન શ્રધ્ધાગુણની અવ્યક્ત પર્યાયનો ક્રમ આ ક્લિક પ્રમાણે છે. (૧) રૂચિ (૨) પ્રતીતિ (૩) જિજ્ઞાસા (૪) લક્ષ (૫) એકાગ્રતા (૬) પ્રત્યક્ષ વ્યક્ત
અનુભવ. ૧૯).
સ્વરૂપનો - નિત્યાનંદ સ્વરૂપ ભગવાન આત્માનો જેને અનુભવ થયો સ્પર્શ થયો, સ્પર્શ થયો એટલે ભગવાન આત્મા પ્રતિ ઝુકાવ થયો. ખરેખર પર્યાય કાંઈ દ્રવ્યને સ્પર્શતી નથી. પર્યાય તો પર્યાયરૂપ રહીને દ્રવ્યનાં શ્રધ્ધાન – જ્ઞાન કરે છે, પણ તે કાંઈ દ્રવ્યમાં ભળી જઈને તેના શ્રધ્ધાન- જ્ઞાન કરતી નથી, અને દ્રવ્ય પણ પોતે પર્યાયમાં આવતું નથી; પરંતુ પર્યાયમાં દ્રવ્ય સંબંધીનું દ્રવ્યના સામર્થ્યનું જ્ઞાન - શ્રધ્ધાન આવે છે. ખરેખર તો પોતાની જ્ઞાનપર્યાયમાં પોતાનું જ્ઞાન થાય છે એ નિશ્ચય છે. વર્તમાન જ્ઞાનપર્યાયમાં આ જે બધું જણાય છે તે ખરેખર જણાતું નથી, જાણવામાં તો પોતાના જ્ઞાન પર્યાયની તાકાત આવે છે. વર્તમાન જ્ઞાનની પર્યાય જ્ઞાનપર્યાયને જ જાણે છે એ પણ હજી પર્યાયબુધ્ધિ છે. ઝીણી વાત છે
ભાઈ ! દ્રવ્ય જેવું છે તેવું પર્યાયમાં જાણવામાં આવે ત્યારે સમ્યગ્દર્શન થાય છે. (૨૦) જેને નિત્યાનંદસ્વરૂપ ભગવાન આત્માનાં જ્ઞાન-શ્રધ્ધાન થયાં છે તે ધર્મીને કોઈ
વાંછા હોતી નથી. સ્વ અને પરને ઈચ્છાને જાણતી જ્ઞાનની પર્યાય સ્વ પર પ્રકાશકરૂપે સ્વતઃ પરિણમે છે જ્ઞાની રાગને પૃથ્થક સ્વરૂપે જ જાણે છે. ચોથે ગુણસ્થાને જે અનુભૂતિ થાય છે તે શુધ્ધોપયોગમાં જ થાય છે. તે જ સુખની
આનંદની સ્થિતિ છે. શ્રી અહંતદેવનો નિશ્ચય પોતાના જ્ઞાનમાં થવાનો ઉપાય : (૧) તમે મંદિરમાં જે પ્રતિમાજી બિરાજે છે તેને જ દેવ જાણી સંતુષ્ટ થઈ રહ્યા છો કે
તમને પ્રતિમાજીનો નાનો - મોટો આકાર, વર્ણ વા પદ્માસન - કાર્યોત્સર્ગ આસન આદિ જે દેખાય છે, કે જેની આ પ્રતિમા છે તેનું પણ કાંઈ સ્વરૂપ ભાસ્યું છે ?
નથી ભાસ્યું તો જ્ઞાન - શ્રધ્ધા વિના કોનું સેવન કરો છો ? તેથી તમારે જો પોતાનું ભલું કરવું છે તો સર્વ આત્મહિતનું મૂળ કારણ “આપ્ત’ તેનો સાચો સ્વરૂપ નિર્ણય કરી જ્ઞાનમાં લાવો. કારણ કે (૧) સર્વ જીવોને સુખ પ્રિય છે (૨) પૂર્ણ સુખ સર્વ કર્મોના નાશથી થાય છે (૩) સર્વ કર્મોનો નાશ સમ્યક્રચારિત્રથી થાય છે. (૪) સમ્યક્ ચારિત્ર સમ્યગ્દર્શન - જ્ઞાનપૂર્વક જ થાય છે અને (૫) સમ્યજ્ઞાન આગમના અભ્યાસથી થાય છે. આગમ કોઈ વીતરાગ પુરષની વાણીથી ઊપજે છે અને એ વાણી કોઈ વીતરાગ પુરુષના આશ્રયે છે, માટે જે પુરુષ છે તેમણે પોતાના કલ્યાણ અર્થે સર્વ સુખનું મૂળ કારણ જે આપ્ત - અહંત - સર્વજ્ઞ તેનો યુક્તિપૂર્વક સારી રીતે સર્વ
પ્રથમ નિર્ણય કરી (તેમનો) આશ્રય લેવો યોગ્ય છે. (૬) આ પ્રમાણે રાગાદિ સર્વ દોષ રહિત જે આપ્ત, તેનું નિશ્ચયપણું જ્ઞાનમાં કરવું.
અહંત (૧) અઢાર દોષ રહિત (૨) છેતાલીસ ગુણો સહિત (૩) ધ્યાન મુદ્રાના ધારક (૪) અનંત ચતુષ્ટય સહિત (૫) સમવસરણાદિ લક્ષ્મીથી વિભૂષિત (૬) સ્વર્ગ – મોક્ષ દાતા (૭) દુઃખ વિજ્ઞાદિના હર્તા (અહંત) છે.
(૧૩)