________________
દષ્ટિ અને દષ્ટિનો વિષય અભેદ નિર્વિકલ્પ વસ્તુ છે
(૧) ૧) જ્ઞાની તો, સ્વભાવભાવનું ધ્રુવપણું હોવાથી, કંકોત્કીર્ણ એક જ્ઞાયક ભાવસ્વરૂપ
નિત્ય છે. ભગવાન આત્મા ધ્રુવ - ધ્રુવ – ધ્રુવ એવા એક સ્વભાવભાવરૂપ જ્ઞાયકભાવ સ્વરૂપ
નિત્ય છે. ૩) જ્ઞાનીની દષ્ટિ આવા એક ત્રિકાળી ધ્રુવ જ્ઞાયકસ્વભાવમાં સંલગ્ન છે. તેની
પરિણતિ એ પ્રમાણે થઈ ગઈ છે. જ્ઞાનીને એક ધ્રુવસ્વભાવની અખંડ એક જ્ઞાયક ભાવની એકાગ્રતાની ભાવના હોય છે. તેથી જ્ઞાની તો સ્વભાવભાવનું ધ્રુવપણું હોવાથી કંકોત્કીર્ણ એક જ્ઞાયક ભાવ સ્વરૂપ નિત્ય છે. અને જે વેદ્ય - વેદક (બે) ભાવો છે તેઓ વિભાવ ભાવોનું ઉત્પન્ન થવાપણું અને વિનાશ થવાપણું હોવાથી, ક્ષણિક છે. વેધ એટલે ઈચ્છા કરનારો ભાવ... વેદક એટલે અનુભવવા લાયકનો ભાવ. વેદકભાવ અને વેધ ભાવને કાળભેદ છે. જ્યારે વેદકભાવ હોય છે ત્યારે વેધભાવ હોતો નથી અને જ્યારે વેધભાવ હોય છે ત્યારે વેદક ભાવ હોતો નથી. ઈચ્છાકાળે વેધકાળે ભોગવવાનો કાળ નથી અને ભોગવવાનો કાળ - વેદકકાળે - ત્યારે ઈચ્છાનો કાળ નથી કેમકે તે વ્યતીત થઈ ગયો છે. ધર્મીની દષ્ટિમાં તો ધ્રુવ સ્વભાવભાવ ટંકોત્કીર્ણ એક જ્ઞાયકભાવ રહેલો છે. અને વર્તમાનમાં તે જેને ઈચ્છે છે તે વસ્તુની વેદવાલાયક વસ્તુ તત્કાળ તો છે નહિ તથા જ્યારે વેદનલાયક વસ્તુ આવે છે ત્યારે વેધ જે ઈચ્છા થઈ હતી તે હોતી નથી. માટે જ્ઞાની કાંઈ ઈચ્છતો નથી. જ્ઞાનીને વેધ વેદક ભાવની ભાવના નથી, કારણ કે એની દષ્ટિ નિત્ય ધ્રુવ સ્વભાવ ઉપર રહેલી છે.એક ધ્રુવસ્વભાવભાવ નિજ જ્ઞાયકભાવસ્વરૂપ ભગવાન આંત્માનું જેને અંતરમાં ભાન થયું છે એવા જ્ઞાનીને પર પદાર્થ ભોગવવાની આકાંક્ષાનો વેધભાવ હોતો નથી. કેમ ? કેમ કે તે ઈચ્છા કરવી નિરર્થક છે; કારણ કે ઈચ્છાકાળે (ઈશ્કેલી) વસ્તુ છે નહિ અને જ્યારે વસ્તુ આવે છે ત્યારે તે પ્રકારની ઈચ્છા
નથી હોતી. ૧૦) શ્રીમદ્ રાજચંદ્ર કહે છે, “કયા ઈચ્છત ખોવત સબૈ, હૈ ઈચ્છા દુઃખમૂળ.'
ઈચ્છવું ? ઈચ્છાયેલાની (તે કાળે) પ્રાપ્તિ નથી, ઈચ્છાકાળે વેદન (વસ્તુનો ભોગવટો) નથી માટે ઈચ્છા નિરર્થક છે, દુઃખમૂળ છે. આવો ઝીણો માર્ગ
વીતરાગનો ! સર્વ પ્રકારની ઈચ્છા દુઃખનું મૂળ છે. ૧૧) ભાઈ ! આ તો હળવે હળવે કહેવાયું છે. સમજાય એટલું સમજવું બાપુ ! ઝીણું
પડે તો ઉપયોગ ઝીણો કરીને વિચારવું. વિવાદનો પ્રશ્ન નથી. અરે ! એણે કદી
સાંભળ્યુંય નથી પછી નિત્યસ્વભાવમાં તે કયાંથી જાય ? ૧૨) અહા ! એને કાંક્ષા નામ ઈચ્છાનો નાશ કેમ થાય ? કરવાનું તો આ સમજવાનું
છે, પ્રભુ ! પણ અરે ! અનંતકાળમાં આ સમજયો નથી.
(૧૧)