________________
(૩) જ્ઞાન સ્વરૂપ ભગવાન આત્મા
(પ૦૦
ભગવાન આત્માએ તો જ્ઞાનસ્વરૂપ જ પોતાનામાં ધારણ કરી રાખ્યું છે. ત્રિકાળી જ્ઞાનાત્મક તે હું એમ પર્યાયમાં ભાન થયું. તે પર્યાય સહિત જ્ઞાનાત્મકને આત્મા ધારણ કરે છે. ત્રિકાળી જ્ઞાન ધારણ કરનાર આત્મા તે હું- એમ પર્યાયમાં ભાન થયું છે, તેથી તે પર્યાય સહિતના જ્ઞાનાત્મકને આત્માએ ધારણ કર્યો છે. “હું જ્ઞાનાત્મક છું એમ જાણ્યું કોણે ? એમ સ્વીકાર કર્યો કોણે? જ્ઞાનની પર્યાયે. “જ્ઞાનાત્મક ત્રિકાળ છું, એક છું, પરથી ભિન્ન છું, એકત્વના કારણે શુધ્ધ છું ને શુધ્ધના કારણે ધ્રુવ છું.” એમ જે જ્ઞાનની પર્યાયે સ્વીકાર કર્યો છે તે પર્યાય સહિત અભિન્ન છું, એમ ને એમ ધ્રુવ છું એમ નહીં, પણ પર્યાયમાં આવો સ્વીકાર આવ્યો તેને ધ્રુવ છે.
જીવ ફકયારેય ત્રિકાળી સ્વભાવની સન્મુખ થયો નથી. તેણે ક્યારેય ભૂતાર્થ સ્વભાવની દષ્ટિ કરી નથી. ખરેખર તો અજ્ઞાનીને પણ એક સમયની અજ્ઞાનની પર્યાયમાં પણ જ્ઞાયક જણાય છે પણ જ્ઞાયકની દષ્ટિ નહીં હોવાથી, પર્યાયદષ્ટિ હોવાથી માત્ર પર્યાયને રાગને જાણવાવાળો રહે છે તેથી તે મિથ્યાદષ્ટિ છે. - પર્યાયમાં આખી વસ્તુ જાણવામાં આવે છે, કેમ કે સ્વ પર પ્રકાશક સ્વભાવ છે; છતાં અજ્ઞાનીની દષ્ટિ સ્વ તરફ નહીં હોવાથી તેને દષ્ટિમાં એકલી પયાર્ય જ આવે છે.
દષ્ટિ ત્રિકાળી તરફ ઝૂકેલી નથી ને પર્યાય તરફ ઝૂકેલી છે, પણ જ્યાં દષ્ટિ અંતર્મુખ વળે છે ત્યાં દ્રવ્યની શ્રધ્ધા આવી. જોકે શ્રધ્ધાને ખબર નથી કે “આ દ્રવ્ય છે પરંતુ શ્રધ્ધાની સાથે જે અનુભૂતિ છે – જ્ઞાન છે તેમાં ખ્યાલ આવે છે કે, “આ દ્રવ્ય છે.”
(૪) સમ્યગ્દર્શન – જ્ઞાન - ચારિત્ર - મોક્ષમાર્ગ
(૩).
(૧) પોતાના આત્માના અનુભવરૂપ જે નિશ્ચય મોક્ષમાર્ગ છે તે ધ્યાનમાં પ્રાપ્ત થાય છે. (૨) ધ્રુવ દ્રવ્યને ધ્યેય બનાવી ધ્રુવના આશ્રયે નિર્વિકલ્પ ધ્યાનની દશામાં આનંદનો અનુભવ
પ્રગટ કરવો તે મોક્ષમાર્ગ છે, તેનું નામ ધર્મ છે. આ ધ્યાનની દશા તે નિશ્ચલ એકાગ્રતાની સ્વરૂપ – રમણતા દશા છે. જ્ઞાતૃ દ્રવ્યની એકાગ્રતાના પરિણમનમાં બંનેનું પરિણમન ભેગું જ છે. જ્ઞાતા – જ્ઞાન - ડ્રોય અને ધ્યાતા – ધ્યાન – ધ્યેય બંધુય આત્મા જ છે. ભગવાન આત્મા અનંતગુણ નિધાન પૂર્ણાનંદનો નાથ પ્રભુ છે. શક્તિ અને શક્તિવાન. એવી અભેદ દષ્ટિ કરી અભેદ એક જ્ઞાયકસ્વરૂપમાં એકાગ્ર થઈ તેમાં જ લીન થવું તે ધ્યાન છે, અને તે ધર્મ છે. આવી સ્વરૂપની નિશ્ચલ ધ્યાન - દશામાં સ્વાશ્રિત નિશ્ચય સમ્યગ્દર્શન - જ્ઞાન -
ચારિત્રરૂપ નિશ્ચય મોક્ષમાર્ગ પ્રગટ થાય છે. (૭) ધ્યાનમાં જેટલો સ્વ આશ્રય થયો તેટલું દર્શન - જ્ઞાન - ચારિત્રનું પરિણમન નિર્મળ છે,
બાકી જે રાગ સહચર રહ્યો તેને વ્યવહાર મોક્ષમાર્ગ કહેવામાં આવે છે. આ રીતે ધ્યાનમાં બન્ને મોક્ષમાર્ગ પ્રાપ્ત થાય છે.