________________
પ્રત્યક્ષ જણાય છે. (૧૦) આત્માના સ્વભાવમાં ઉણપ, અશુધ્ધિ કે આવરણ નથી. આ તો ત્રિકાળી સ્વભાવની વાત
છે. ભગવાન આત્મા શુધ્ધ એક જ્ઞાન સ્વભાવથી ભરેલો સાગર છે. તેમાં એકાગ્ર થઈ પરિણમવાથી પર્યાયમાં મોક્ષમાર્ગ પ્રગટ થાય છે. વીતરાગી શા પ્રગટ થાય છે. આ ધર્મ
(૨) સ્વાનુભૂતિ એ જ સુખી થવાનો ઉપાય
(૧) નિર્વિકલ્પ અનુભૂતિ એ જ અતીન્દ્રિય જ્ઞાન અને સુખની સ્થિતિ છે. એને શુધ્ધોપયોગ
કહેવામાં આવે છે. જે ઉપયોગ બહિર્મુખ છે તે અશુધ્ધોપયોગ છે શૂળ છે. જે ઉપયોગ અંતર્મુખ છે તે શુધ્ધોપયોગ છે તે સુક્ષ્મ છે. સ્થળ ઉપયોગને સૂક્ષ્મ કરવો એ જ સાધનાનું ફળ છે. ભેદજ્ઞાન અને સ્વરૂપનો યથાર્થ નિર્ણય એ જ ઉપાય છે. આ વાત જૈન સનાતન દિગંબર ધર્મ સિવાય બીજે ક્યાંય નથી. એના નિમિત્ત વીતરાગી દેવ - ગુરુ અને શાસ્ત્ર છે. શુધ્ધ આત્માના લક્ષે વર્તમાન જ્ઞાનની પર્યાય સમયે સમયે નિર્મળ થતી જાય છે. ઉપયોગ સૂક્ષ્મ કરવાની આ જ વિધિ છે. અનાદિની સ્વરૂપ સંબંધી આ જીવની માન્યતાની ભૂલ એ મહાપાપ છે. મિથ્યાત્વ પાપનો બાપ છે. જેવું પોતાનું સ્વરૂપ છે તેવું ન માનવું એ મોહજનીત હઠ છે. આગ્રહ છે - અનંત દુઃખનું કારણ છે. આ વીપરીત માન્યતાથી - દેહ - સંબંધ – સંયોગો પ્રાપ્ત થયા છે આ ભૂલનું પરિણામ છે સજા છે. ખરેખર આત્માને આની સાથે કાંઈ સંબંધ નથી, એને પોતાના માનવા, એનું કરવાની
કર્તબુધ્ધિ, એને ભોગવવાની ભોકતાબુધ્ધિ એજ મહાન વીપરીતતા છે. (૭) જે આપણી સામે છે તે વાસ્તવિકતા છે તેનો સહજ સ્વીકાર કરો. એ આપણી અજ્ઞાન
અવસ્થામાં કરેલ પરિણામોનું ફળ છે. તત્ સમયની યોગ્યતા. હવે એને ભોગવવાનું નથી. જ્ઞાનથી વેદવાનું છે. જાણવાનું છે. આ આત્મા જાણવા
સિવાય કરી પણ શું શકે ? ૯) જે કાંઈ પણ થઈ રહ્યું છે તે સ્વતંત્ર, ક્રમબધ્ધ, તેની ઉપાદાનની યોગ્યતા પ્રમાણે થઈ
રહ્યું છે. તો એમાં આ આત્મા કોની પર્યાય બદલાવે ? જ્ઞાનની પર્યાય એ શેયરૂપે
પરિણમતી નથી જ્ઞાનરૂપે જ પરિણમે છે. (૧૦) જે જણાય છે તે હું જ છું એ એક જ અભિપ્રાય જો ધારાવાહી બે ઘડી ચાલે તો
નિર્વિકલ્પ અનુભૂતિ થાય. સુખી થવાનો આ એક જ ઉપાય છે.
(૮)