________________
અન્ય બીજી કોઈ રીતે કોઈ પુરુષાર્થ છે જ નહીં. વર્તમાનમાં જ અસ્તિત્વનો સ્વીકાર આ અનંતો પુરુષાર્થ છે. વીર્ય ગુણનું કાર્ય સ્વરૂપની પર્યાચમાં રચના કરવી એ છે. પર્યાય એના સ્વકાળમાં ધ્રુવ જ છે. વર્તમાન એક સમય એજ વાસ્તવિક જીવન છે. કાર્ય વર્તમાનમાં થઈ રહ્યું છે. સ્વીકાર પણ વર્તમાન પર્યાયમાં જ થશે. વર્તમાનમાં જ ત્રિકાળી ધ્રુવનું હોવાપણું મોજુદ છે. એમ એનો સ્વીકાર આજ પુરુષાર્થ છે. વર્તમાન એક એક સમય થઈને ત્રિકાળ બને છે. શ્રધ્ધામાં જે જ્ઞાયક સંબંધની શ્રધ્ધા થઈ એને પ્રતીતિ
કહેવાય છે. એ જ્ઞાયક સંબંધી પ્રતીતનું જ્ઞાન એકાગ્રતાપૂર્વક જ્ઞાનમાં થાય છે ત્યારે સમ્યગ્દર્શન કહેવાય છે. ત્યારે વેદન પ્રત્યક્ષ થાય છે.
વસ્તુસ્વરૂપનો જ્ઞાન - શ્રધ્ધામાં સ્વીકાર એ જ અનંતો પુરુષાર્થ છે.
(૧૬) આત્મામાં અનંત શક્તિઓ છે. એ પ્રત્યેક સ્વયં સંચાલીત છે તો પછી મારે પરિણમન કરવું છે એ વાત કાં રહી ? જે થઈ રહ્યું છે તેને કરવાનું શું ? વસ્તુનું સ્વરૂપ જ આવું છે એવો સ્વીકાર અનંતો પુરુષાર્થ છે. ત્રિકાળી ધ્રુવ દ્રવ્યમાં 'આ હું છું' એવો સ્વીકાર થતાં જ પર્યાયમાં પણ તપ પરિણમન સ્વયં થઈ જાય છે.
દ્રવ્યદૃષ્ટિ થતાં જ પર્યાયમાં નિર્મળતા ભાવરૂપ થઈ જાય છે. સ્વરૂપનો સ્વીકાર થતાં જ તત્કાળ સ્વરૂપની પ્રાપ્તિ થઈ જાય છે. તારો પુરુષાર્થ તારા પોતાના અસ્તિત્વમાં જ કામ કરે છે. ‘વસ્તુનું આવું સ્વરૂપ છે' એવા સ્વીકારથી જ્ઞાન નિર્મળ થાય છે. ‘હું આ છું.' એમાં પ્રતીતિ અંતર્મુખ થાય છે. જાણવું તો સાંભળીને સૌને થાય છે; એવો વિશ્વાસ - શ્રધ્ધા એવી પ્રતીત થતાં પરિણમન થઈ જાય છે.
‘હું આત્મ સ્વરૂપ છું' ‘જ્ઞાન સ્વરૂપ છું' ‘મોક્ષસ્વરૂપ છું” સ્વરૂપ પ્રત્યક્ષ જ છું' એવો સ્વીકાર થતાં અંદર જે શક્તિરૂપ પડયું છે એ તને વર્તમાનમાં વર્તમાન થઈને પ્રગટ થઈ જશે. તત્કાળ વ્યક્ત થશે જ.
-
(૧૭) સમ્યગ્દર્શન સહજ છે, પણ એમાં નિરંતર વારંવાર ટકી રહેવું એ જ પુરુષાર્થ છે. આવું અવધારણ નિરંતર વર્તમાનમાં ટકી રહેવું જોઈએ.
-
નિરંતરતાનું મૂલ્યાંકન છે. વર્તમાન એ જ જીવન છે. પર્યાય એના સ્વકાળમાં ધ્રુવ જ છે. આ એક બોલ સ્વરૂપની પ્રાપ્તિ કરાવી દેશે. વર્તમાનમાં જ ત્રિકાળી ધ્રુવનું હોવાપણું મોજુદ છે એનો એમ સ્વીકાર કર. પર્યાય વર્તમાનમાં આત્મા થઈને પ્રગટ થાય છે. વર્તમાન એક એક સમય થઈને ત્રિકાળ બને છે. આ વાક્યમાં બહુ ઊંડો મર્મ પડયો છે. ધ્રુવની ધ્રુવતાનો એક સમય પણ જો તને સ્વીકાર થઈ જાય તો તે સ્વીકારનારી પર્યાય ધ્રુવ થઈ જાય. ત્રિકાળી પર જેનું લક્ષ છે એને કદી શંકા આશંકા નહિ થાય. પર્યાય ધ્રુવ અમેય બની જાય છે. જ્ઞાનમાંથી જ્ઞાનનો ઉંધાડ આવે છે. બાકી બધા ોય છે. જ્ઞાનની પ્રસિધ્ધિ થતા આત્માની પ્રસિધ્ધિ થાય છે.
અક્ષય
-
(૧૮) શ્રધ્ધા અને રુચિને જાણી લેવા એ જ્ઞાનનું કાર્ય છે. પણ એ સમયે શ્રધ્ધામાં શું થયું ? એ કહી શકાતું નથી- એ અનુભૂતિનો વિષય છે. સમ્યગ્દર્શન થાય છે એ શ્રધ્ધાનું જ્ઞાયક સાથે એકત્વપૂર્વક પ્રતીતરૂપ પરિણમન છે એ જ્ઞાનમાં સમજાય છે. સમ્યગ્દર્શનના પડખાથી સમ્યગ્દર્શનનું સ્વરૂપ કેવળજ્ઞાન ગોચર છે, કેમકે સાધકનું જ્ઞાન તો હજુ અંશે એક દેશ નિર્મળ થયું છે, અત્યારે જ્ઞાન અંશે શુધ્ધ છે તો વેદન પ્રત્યક્ષ કરી શકે છે. પણ શ્રધ્ધામાં અંદર શું થયું એ જ્ઞાન ક્ષાયિક થશે ત્યારે સ્વરૂપ પ્રત્યક્ષ જાણી શકશે.
(૧૯) તારું જ્ઞાન તારા આશ્રયે જ થાય. તારું જ્ઞાન તારી સત્તામાં જ થાય. તું પ્રત્યક્ષ જ છો એમ વેદન કરતું જ્ઞાન પ્રગટે એ સમ્યગજ્ઞાન છે આવી વેદન પ્રત્યક્ષ પર્યાય Hહજ જ
(૬)