________________
(૫)
(૬)
(૭)
(૮)
(૯)
(૧) પર લક્ષ અભાવાત્
(૨) ચંચલતા રહિતમ્
(૩) અચલમ જ્ઞાનમ્
(૧) જ્ઞાનને પરનું લક્ષ કરવું પડે નહીં અને સમસ્ત પર અર્થાત્ સમસ્ત લોકાલોકનું એક પણ પરમાણું જણાયા વગરનું રહે નહીં, જ્ઞાનનું આવું સ્વચ્છત્વ છે.
(૨) જ્ઞાન ચંચલતારહિત છે. જ્ઞાન સ્વને જાણે અને પરને જાણે એવું જ્ઞાનનું સ્વરૂપ નથી. પોતામાં જ અવસ્થિત છે.
(૩) જ્ઞાન તો અચલમ્ એટલે અંતનિર્મગ્ન છે.
અનંનાનંત પર પદાર્થો છે, એ જેવા છે એવા અંદર જાણપણામાં જણાઈ જાય એવી એક શક્તિ સામર્થ્ય અંદર છે. એનું નામ સ્વ પર ગ્રાહક શક્તિ. એ સ્વપર પ્રકાશન શક્તિ છે. સ્વમાં જ્ઞાયક ભગવાન અને પરમાં પર સંબંધીનું આખું સમગ્ર પરિપૂર્ણ જાણપણું જ્ઞાનની પર્યાયમાં સ્વયં જણાઈ જાય છે.
-
સ્વપર પ્રકાશપણું એ એકપણું છે એ એક છે. સ્વ અને પર એમ બેપણું નથી. જ્ઞાન પાસે એક જ શક્તિ છે જાણવાની. સ્વ અને પરનું પ્રકાશન જ્ઞાનની વર્તમાન એક અખંડ પર્યાયમાં થાય છે; એને સ્વ પર પ્રકાશક જ્ઞાનની પર્યાયનું સામર્થ્ય પ્રગટ થયું એમ કહેવામાં આવે છે.
જગતનું એક પણ પરમાણું જાણ્યા વગરનું રહી જાય તો જ્ઞાનનું સામર્થ્ય ઘટી જાય, સામર્થ્ય ખતમ થઈ જાય અને જગતના એક પણ પરમાણુંને જ્ઞાન જો જાણવા જાય તો જ્ઞાનનું જ્ઞાનત્વ ખતમ થઈ જાય. જ્ઞાન જ્ઞાનને સિધ્ધ કરે છે; પરને પ્રસિધ્ધ કરે છે. એકનિષ્ઠ થઈને વેદન પ્રત્યક્ષ કર્યા વિના કોઈ પદાર્થને જ્ઞાન જાણી શકતું જ નથી. માટે ત્રિકાળીને વેદન પ્રત્યક્ષ થઈને સદાય જાણવો એ જ જ્ઞાનનો ધર્મ છે, આ જ્ઞાનનું સામર્થ્ય છે. જ્ઞાન જ્ઞાનનિષ્ઠ છે એ જ્ઞેયનિષ્ઠ કેમ થાય ? જ્ઞાનીને પણ પરનું જાણવું થાય છે, પણ પોતાની જ્ઞાનની પર્યાયને જાણતાં પર જણાઈ જાય છે. એ સ્વપર પ્રકાશનની અભિવ્યક્તિ છે.
જ્ઞાન પાસે ત્રણ પ્રકારની વ્યવસ્થા છે.
(૧) જ્ઞાનનું સ્વચ્છત્ત્વ (૨) જ્ઞાનનું પરિણમન (૩) જ્ઞાનની વિશેષતા તે જાણવું.
(૧) જ્ઞાનનું સ્વચ્છત્ત્વ : લોકાલોકનો પ્રતિભાસ થવો અર્થાત્ અંદર જ્ઞેયાકારો સ્વયં રચાવા એ સ્વચ્છત્ત્વ શક્તિનું વ્યક્તરૂપ છે. જ્ઞાનમાં પણ જ્ઞાનનું સ્વચ્છત્ત્વ હોવાથી આ ક્રિયા નિરંતર થયા કરે છે. સ્વ અને પરનું સમતનું અવભાસન થાય છે.
(૨) જ્ઞાનનું પરિણમન : સમયે સમયે ઉત્પાદ પામતી જ્ઞાનની પર્યાયની પરિણમવાની યોગ્યતા અર્થાત્ જ્ઞાનાકારો રચાઈ જવાની યોગ્યતા. જ્ઞાનનું પરિણમવું એટલે જ્ઞાનાકારો રચાવા એટલે કે જાણવું.
(૩) જાણવું : જાણવું એ તો જ્ઞાનની મૂળભૂત વિશેષતા છે. એ જ્ઞાનનો મૂળભૂત ધર્મ છે. જ્ઞાન ગુણની એક અદ્ભૂત વિશેષતા છે. જાણવું... જાણવું.... જાણવું.... હવે એ સાર્થક ત્યારે જ કરી શકાય કે જાણવું નિયમથી વેદનપૂર્વક હોય છે. આ રીતે જ્ઞાનની પર્યાયની જ્ઞાન સંબંધી ત્રણ પ્રકારની સ્થિતિ છે. (૧) પ્રતિભાસ જ્ઞેયાકારોનું સ્વયં રચાઈ જવું. (૨) જ્ઞાનાકારોનું સ્વયં રચાઈ જવું (૩) જાણવું એ જ્ઞાનનો મૂળભૂત ધર્મ.
આમ જ્ઞાનના સ્વચ્છત્ત્વથી પ્રતિભાસિત જ્ઞેયો જેવા રૂપે છે તેવું જ જ્ઞાનનું જ્ઞાનાકારરૂપ
(૪)
я