________________
(૧) વીતરાગી દેવ – ગુરુ - શાસ્ત્રની આરાધના અને તેમની શ્રધ્ધા માટે જિનબિંબ દર્શન -
પૂજા – ભકિત અને એમનું બહુમાન. (૨) સંયમીત જીવન - રાત્રી ભોજનનો ત્યાગ – કંદમૂળાદિ - અભક્ષ્યનો ત્યાગ – વૈરાગ્યની
પ્રષ્ટિ માટે શકિત પ્રમાણે તપ - ગાળેલા પાણીનો જ ઉપયોગ ન્યાયયુક્ત આજીવીકા પર્વના દિવસોમાં વિશેષ આરાધના. સાત વ્યસનોની પ્રતિજ્ઞા, ઈન્દ્રિય સંયમ માટે આરાધના. નિવૃત્ત જીવન - આત્માની પ્રવૃત્તિરૂપ - નિવૃત્તિ - જો શક્ય હોય તો જ્યાં વિકલ્પના નિમિત્ત ઓછામાં ઓછા હોય એવા નિવૃત્ત સ્થાનોમાં રહેવાની ભાવના. સતત જ્ઞાનીઓ અને મુમુક્ષુઓના સંગમાં રહી આરાધના કરવી. બધા પ્રત્યે વાત્સલ્ય ભાવ સ્વચ્છેદ ટાળવા - જ્ઞાનીઓની આજ્ઞા પ્રમાણે ' આરાધના કરવી. કોઈપણ પ્રકારનો
હઠાગ્રહ ન હોવો જોઈએ – સહજ જીવન. (૭) રૂચી અનુયાયી વીર્ય” સતત જાગૃત જીવન - પ્રતિકૂળ ઉદયમાં પ્રમાદ વર્તવો ન જોઈએ.
હંમેશાં સત્ય પુરુષાર્થ, ધર્મની પ્રભાવનામાં ઉત્સાહ
સંપૂર્ણ જીવન જ્ઞાનમય – લાગણીઓ અને રાગની ગૌણતા. (૯) નિરંતર વૈરાગ્યની ભાવનાઓનું ચિંતવન અને અનુપ્રેક્ષા. (૧૦) ધર્મના દશ લક્ષણો (ઉત્તમ ક્ષમાદિ)ની પુષ્ટિ માટે સતત પ્રયત્નશીલઃ મૂળ વીતરાગ
માર્ગથી બહાર ન નીકળવું. (૪) સુખ? આ બધા ગુણોની પર્યાયોની ઉત્તરોત્તર નિર્મળતાનું ફળ - આકુળતા વગરનું જીવન,
નિઃશંકતા, નિર્ભયતા, ચિંતા, ખેદ, શોક, મોહનો ઘટાડો. આઠ પ્રકારના મદનો ત્યાગ જેથી નિર્ભયતા – જ્યાં સુધી અતિન્દ્રિયસુખની અનુભૂતિ ન થાય ત્યાં સુધી પર્યાયે પર્યાયે
આકુળતા ઘટવી જોઈએ. સહજ ચિદાનંદ જીવન. “સનાતન વીતરાગ જૈનધર્મ જ સત્યધર્મ છે.” જ્ઞાન : (૧) ચેતન - આત્મદ્રવ્ય (૨) ચૈતન્ય - જ્ઞાનગુણ (૩) ચેતના પરિણતિ – જ્ઞાનની
પર્યાયા (૧) અનાદિ કાળથી આ જીવે પોતે ખરેખર કોણ છે એ જાણવાની કદી એક ક્ષણ પણ
દરકાર કરી નથી. કોઈ પણ વસ્તુને જાણવા માટે તેના લક્ષણ જાણવા અવશ્ય જરૂરી છે, કેમકે લક્ષણથી લક્ષ્યભૂત પદાર્થોની પ્રતીતિ થાય છે, અને પછી અંતર્મુખ સમ્યક્ પુરુષાર્થ થતાં વસ્તુ પ્રાપ્ત થાય છે. તો જીવનું લક્ષણ શું ? ચેતના ચેતના બે પ્રકારે છે. (૧) જ્ઞાન ચેતના (૨) દર્શન ચેતના દર્શન નિર્વિકલ્પ છે માટે નિર્વચનીય છે એ ભાષાથી પાર છે, એ અનુભૂતિનો વિષય છે. જ્ઞાન સાકાર છે, સ્વ પર પ્રકાશક છે, જ્ઞાન એ આત્માનું અસાધારણથી પણ અસાધારણ લક્ષણ છે. પ્રત્યેક જીવમાં જ્ઞાન છે એથી એ લક્ષણભૂત આભભૂત લક્ષણ થયું. જ્ઞાન વડે જ પોતે કોણ છે
એ જણાશે. (૪) જ્ઞાનનું લક્ષણ શું ? આચાર્યે જ્ઞાનના ત્રણ લક્ષણ બતાવ્યા છે.
(૩)