________________
૧૩) નિશ્ચયને (શુધ્ધ ચૈતન્ય સ્વરૂપને) સમજવાનો કાળ આવ્યો ત્યારે નિશ્ચયને (શુધ્ધ (પs
આત્માને) માન્યો નહિ અને તેનો વ્યવહારમાં - રાગમાં કાળ વહી ગયો. અહા !
રાગની મંદતાના પ્રયત્ન વડે વ્યવહારમાં રાગમાં એનો કાળ વહી ગયો. ૧૪) અહા ! રાગની મંદતાના - ધ્યા - દાન - વ્રત - તપ - ભક્તિ આદિના વિકલ્પ
આડે એને નિશ્ચય (શુધ્ધ ચૈતન્ય સ્વરૂપ) સમજવાનો કાળ આવ્યો જ નહિ. ખૂબ
ગંભીર વાત છે ભાઈ ! ૧૫) હવે બધી રીતે સમજવાનો આ અવસર આવ્યો છે.
(૧) આર્યભૂમિમાં જન્મ (૨) આવો મનુષ્યભવ (૩) દીર્ઘ આયુષ્ય અને પાંચ ઈન્દ્રિયોની સામાન્ય સજાગ અવસ્થા (૪) વીતરાગ પ્રભુનો ઉપદેશ (૫) ધર્મ કરવાની ભાવનાની રૂચિ. એક એકથી દુર્લભ એવી પ્રાપ્તિ થઈ છે. તોય
મંદકષાયમાં જ જીવ કેમ અટકી ગયો ? ૧૬) (૧) દેવ - ગુરુ - શાસ્ત્ર, દયા, દાન, વ્રત, તપ, શીલ, સંયમ, પૂજા, ભક્તિ
ઈત્યાદિ વિષે જે પરિણામ છે તે પરતરફના વલણવાળા મંદ કષાયના
પરિણામ છે. (૨) છ દ્રવ્ય, સાત તત્ત્વ, નવ પદાર્થ, ગુણસ્થાન, માર્ગણાસ્થાન ઈત્યાદિ વિષે
ચિંતવન કરે તે એથીય વિશેષ મંદકષાયના પરિણામ છે. (૩) વળી દ્રવ્ય - ગુણ - પર્યાયના વિચારમાં ઉપયોગને લગાવે તો અધિક -
અધિક મંદકષાયના પરમ શુકલલેશ્યાના પરિણામ થાય. (૪) દ્રવ્યની સ્વતંત્રતા, ક્રમબદ્ધપર્યાય, ઉપાદાન - નિમિત્ત, પાંચ સમવાય, નિશ્ચય
- વ્યવહાર જેવા આધ્યાત્મિક વિષયોમાં ઉપયોગ લગાવે તો અધિક -
અધિક મંદ કષાયના પરિણામ થાય. (૫) શ્રુતજ્ઞાનના અવલંબનથી જ્ઞાનસ્વભાવી આત્માનો નિર્ણય લે અને ભેદજ્ઞાનની
પ્રયોગ પધ્ધતિ શરૂ થાય એ તો એનાથી પણ અધિક - અધિક મંદકષાયના
પરિણામ છે. (૬) મંદકષાયની અપેક્ષાએ સૂક્ષ્મ લેતાં લેતાં ઠેઠ વિકલ્પાત્મક નિર્ણય સુધી પહોંચી
જાય, “હું એક જ્ઞાયકભાવ છું.' એવો સૂક્ષ્મ વિકલ્પ પણ મંદકષાયના
પરિણામ છે. (૭) વિકલ્પાત્મક નિર્ણય સુધી સ્વનો આશ્રય નથી અને સ્વના આશ્રય વિના,
સ્વરૂપમાં અભેદરૂપ પરિણમન થયા વિના વીતરાગતા કે સમ્યગ્દર્શન થતું
નથી.
વિકલ્પસહિત સ્વભાવના નિર્ણયના બળે સ્વભાવના જોરથી પુરુષાર્થપૂર્વક વૈરાગ્યની ભાવના વધતા રાગ તૂટતો જાય છે, વિકલ્પ તૂટતા જાય છે અને સહજ નિર્વિકલ્પ અનુભૂતિ થાય છે એવી વિધિ આગમમાં આચાર્યોએ બતાવી છે. વ્યવહાર - રાગના પક્ષને લીધે અનંતકાળ પ્રભુ ! તારો સંસારની
રઝળપટ્ટીમાં – દુઃખમાં ગયો છે એ કેમ ભૂલી જાય છે. ૧૭) આત્માનુભૂતિનો ક્રમ આ પ્રમાણે બતાવ્યો છે (૧) પાત્રતા (૨) અભ્યાસ
(તત્ત્વનો) (૩) તત્ત્વનો યથાર્થ નિર્ણય (૪) ભેદજ્ઞાન (૫) આત્માનુભૂતિ. ૧૮) શ્રધ્ધાળુણ પ્રગટ - વ્યક્તતા તો પ્રત્યક્ષ આત્માનો અનુભવ થાય ત્યારે જ થાય
(૧૨)