________________
કળશ ૨૧૪ : એક વસ્તુ, સ્વયં પરિણામતિ અન્ય વસ્તુને કાંઈ પણ કરી શકે છે, એમ જે માનવામાં આવે છે, તે વ્યવહાર દૃષ્ટિથી જ માનવામાં આવે છે. નિશ્ચયથી આ લોકમાં અન્ય વસ્તુને અન્ય વસ્તુ કાંઈ પણ નથી.
ભાવાર્થ : પરિણમન એ દ્રવ્યનો સ્વભાવ છે. દ્રવ્ય પોતે પરિણમતું થયું વર્તમાન-વર્તમાન અવસ્થારૂપ થાય છે, તેમાં નિમિત્તાદિ પરવસ્તુ પોતાનું કાંઈ ભેળવી શકતી નથી. જ્ઞાનનું પરિણમન થાય તેમાં પાણી આદિ નિમિત્ત કાંઈ કરી શકતું નથી, આવી જેનશાસનની વાત ખૂબ ગંભીર અને સૂક્ષ્મ છે ભાઈ! બાપુ! જ્યાં સુધી આવી પર્યાયની સ્વતંત્રતા બેસે નહિ ત્યાં સુધી દ્રવ્ય-ગુણની સ્વતંત્રતા કેમ બેસે? અને દ્રવ્ય-ગુણની સ્વતંત્રતા જ્ઞાનમાં ભાસ્યા વિના દષ્ટિ દ્રવ્ય ઉપર કેમ જાય ? ન જાય. અને તો દ્રવ્યની દૃષ્ટિ થયા વિના સમ્યગ્દર્શન પણ ન જ થાય. દ્રવ્યમાં પર્યાય પોતાથી સ્વતંત્ર થાય છે. ત્યાં બીજું દ્રવ્ય એને શું કરે? આ તો વસ્તુનું મૂળ સ્વરૂપ છે બાપુ! આ ઉપરથી એમ સમજવું કે-પરદ્રવ્યરૂપ શેય પદાર્થો તેમના ભાવે પરિણમે છે અને જ્ઞાયક આત્મા પોતાના ભાવે પરિણમે છે તેઓ એકબીજાને કાંઈ કરી શકતા નથી. માટે જ્ઞાયક પારદ્રવ્યને જાણે છે. એમ વ્યવહારથી જ માનવામાં આવે છે, નિશ્ચયથી જ્ઞાયક તો બસ જ્ઞાયક જ છે.”
લ્યો. સૌ પોતપોતાના ભાવે પરિણમતા પદાર્થો ને એકબીજાને કાંઈ કરી શકતા નથી. જ્ઞાયક પારદ્રવ્યોને જાણે છે એમ કહેવામાં આવે તે માત્ર ઉપચારથી છે. નિશ્ચયથી તે જ્ઞાયકપણ પોતે, જ્ઞાન પણ પોતે ને શેય પણ પોતે જ છે. સૂકમ વાત છે ભાઈ! પરને જાણવા કાળે પણ તે પોતાની જ્ઞાનની પર્યાયને જાણે છે. અહાહા! જ્ઞાનની પર્યાયના સામર્થ્ય વડે જ સ્વને પર જણાય છે, પર શેયના કારણે જ્ઞાન થાય છે એમ કદીય નથી.
લ્યો, કહે છે-નિશ્ચયથી જ્ઞાયક તો બસ જ્ઞાયક જ છે, અર્થાત જ્ઞાયક પોતાને જ પોતાના દ્રવ્ય-ગુણ-પર્યાયને જાણતો થકો જ્ઞાયક છે. આવી વાત!
જોય-જ્ઞાયક સંબંધ ૧. હું જે કોઈ ચેતના સર્વસ્વ એવી વસ્તુસ્વરૂપ છું. ૨. તે હું શેયરૂપ છું, પરંતુ એવા શેયરૂપ નથી, કેવા ફોયરૂપ નથી? પોતાના જીવથી
ભિન્ન છ દ્રવ્યોના સમૂહના જાણપણા માત્ર.
ભાવાર્થ : આમ છે કે જ્ઞાયક અને સમસ્ત છ દ્રવ્યોમાય જોય-એમ તો નથી. તો કેમ છે?
આ છે ૧. જ્ઞાન અર્થાત્ જાણવારૂપ શક્તિ ૨. શેય અર્થાત્ જણાવા યોગ્ય શક્તિ ૩. જ્ઞાતા અર્થાત્ અનેક શક્તિઓ બિરાજમાન વસ્તુમાત્ર.