________________
હવે ઈ બધી કેવળજ્ઞાનાદિ પર્યાયનો સ્વભાવ પોતા ને પરને જેમ છે તેમ જાણવું– એમાં કેમ છે ને કેમ કરવું એ વસ્તુનો સ્વભાવ નથી. આવી પર્યાય એક ગુણમાં અનંત પડી છે. મતિ-શ્રુત-અવધિ-મન:પર્યય ને કેવલ્યની જે અનંત પર્યાય છે તે જ્ઞાનગુણમાં અનંતઅનંતપણે રહી છે કે આવા જ્ઞાનગુણનો ધરનાર આત્મા છે. તેથી વસ્તુનું સ્વરૂપ વ્યવસ્થિત પોતે પોતાને ને પરને જાણે એવો જ એનો સ્વભાવ થયો–એક સમયનો નહીં પણ આખો ત્રિકાળી સ્વભાવ. વસ્તુ જ આવી છે.
ભગવાન આત્મા જ્ઞાનસ્વરૂપ છે એમ જે કહ્યું તેનો અર્થ જ થયો કે જ્યાં જ્ઞાનનો નિશ્ચય કર્યો એટલે પોતાની પર્યાય-મતિ-શ્રુત-અવધિ-મન:પર્યય એ પણ વ્યવસ્થિત થાય તેને તે જાણે અને બીજા ગુણોની પર્યાય પણ ક્રમસર થાય–ક્રમવર્તી તેને જાણે. એને જાણવા યોગ્ય જે સામે દ્રવ્ય છે તેની પર્યાયને પણ એ રીતે જાણે.
એક પર્યાયને, એવી ત્રણકાળની પર્યાયને કે એક સર્વજ્ઞ–સાદિ અનંતની કેવળજ્ઞાનની પર્યાય એને પણ જાણે અને સામી અવસ્થા જે અનંત દ્રવ્યોની થાય તે જાણે. એવી અવસ્થાનો આખો પિંડ તે જ્ઞાનગુણ; તે ગુણમાં સ્વપરનું વ્યવસ્થિત જાણવું એવું જ એનું સામર્થ્ય છે. આવા સ્વભાવવંત આત્માને ન માને ને બીજી રીતે માને તો આત્મા જ એણે માન્યો નથી.
ભગવાન આત્મા જ્ઞાનસ્વરૂપ છે એટલે કે એનો કોઈ પણ પર્યાય પણ વ્યવસ્થિતપણે પરિણમે અને વ્યવસ્થિતપણે બીજાને જાણે એનું નામ જ્ઞાનગુણ! વસ્તુ જ આવી છે, એમાં વિકલ્પને અવકાશ જ નથી. આમ કેમ? પરમાં કે મારામાં આમ કેમ?—ઈ આમ કેમ?— તો વ્યવસ્થિત જાણવાનો સ્વભાવ તેમાં આમ કેમ એ વિકલ્પ જ ન હોય.
આત્માને જ્ઞાન કહ્યું છે ને! જ્ઞાન તે આત્મા કહ્યું છે ને! તે ઉપરથી વિચારધારા ચાલી કે જ્ઞાન તે આત્મા એટલે કે જ્ઞાન તો જાણે તે આત્મા એટલે કે જ્ઞાનની જે પાંચ પર્યાય છે તે દરેક જાણે...જાણે...તે આત્મા. જ્ઞાનમાં જાણવું છે, કાંઈ ફેરવવું કોઈનું કે પોતાનું ફેરવવું એમેય એને નથી.
જે સમયે જે ક્ષેત્રે જે પ્રકારે જે પર્યાય થવાની એને ફેરફાર કરે કોણ? એ જ્ઞાનનો તો સ્વભાવ જ એવો છે; એટલે કે એના પર્યાયનો સ્વભાવ એવો, એના ગુણનો સ્વભાવ એવો, એ દ્રવ્યનો સ્વભાવ એવો. એવો જ એનો સ્વભાવ છે એમ નિર્વિકલ્પપણે જ્યાં જ્ઞાનનો નિશ્ચય અનુભવ થયો ત્યાં જાણવાનું જ બાકી રહી ગયું; કાંઈ બીજું છે જ નહીં એને!
રાગ આવે એનેય જાણે, કરે નહીં, એ દ્રવ્યનો સ્વભાવ એવો છે. જ્ઞાન તે આત્મા એમ કહો તો તો જ્ઞાન આત્મા ને જ્ઞાનની પર્યાય તે પણ આત્મા એમ થયું ને! પર્યાય તે પર્યાયવાનની એટલે પર્યાય-પર્યાયવાન એક છે, ગુણ ને ગુણી એક છે, અભેદ છે. એ
૨ ]
આત્મધર્મ
[ ઓગસ્ટ, ૨૦૦૭