________________
વર્ષ-૧
અંક-૧૨
दंसणम्लो धम्मो
ધર્મનું મૂળ રામ્યગ્દર્શન છે.
PICHEH શાશ્વત સુખનો માર્ગ દર્શાવતું માસિક પત્ર
[પ્રશમમૂર્તિ પૂજ્ય બહેનશ્રીની ૯૪મી જન્મજયંતી પ્રસંગે] પૂજ્ય ગુરુદેવશ્રીનાં અંતર્મંથનના ઉલ્લાસપૂર્ણ ઉદ્ગારો : વ્યવસ્થિતપણે પરિણમે અને વ્યવસ્થિતપણે જાણે તે આત્મા
ઓગસ્ટ, ૨૦૦૭ ]
સંવત
૨૦૯૬૩
આ આત્મા છે તે જ્ઞાનસ્વરૂપ છે અને જ્ઞાનની પર્યાયો મતિ-શ્રુત-અવધિ-મન:પર્યયકેવલ્ય~પાંચ પ્રકારની છે. કેવળજ્ઞાનનો એક સમયનો પર્યાય, પોતાના અનંતાગુણોની પર્યાય અને પોતાની પણ પર્યાય જે સમયે સમયે વ્યવસ્થિત છે તે થવાનો છે અને અનંતકાળ થાય છે તેને એટલે કે કેવળજ્ઞાનનો પર્યાય, પોતાના ગુણોની પર્યાય અને જ્ઞાનની પર્યાયનું વ્યવસ્થિતપણું અને બીજા દ્રવ્યોની જે સમય સમયની પર્યાય છે તેને બરાબર વ્યવસ્થિતપણે જાણે છે. મતિજ્ઞાન પણ તે રીતે જ વ્યવસ્થિત જાણે-અલ્પ ઓછું જાણે એ અત્યારે પ્રશ્ન નથી. શ્રુતજ્ઞાન પણ એ રીતે જ જાણે. જ્ઞાનનો વ્યવસ્થિત જાણવાનો ને સામે વ્યવસ્થિત પર્યાય વ્યવહા૨ે છે તેનું જ્ઞાન કરવાનો તેનો સ્વભાવ છે.
August
A.D. 2007
શ્રુતજ્ઞાનનો પણ પોતાની અનંતા ગુણોની ને પોતાની પણ પર્યાય વ્યવસ્થિત થાય તેને જાણવાનો સ્વભાવ છે. પરની પણ વ્યવસ્થિત જે પર્યાય થાય તે પર્યાયનો એનો જાણવાનો સ્વભાવ છે.
૯૪મી જન્મજયંતી વિશેષાંક
અવધિજ્ઞાન પણ પોતે પોતાની વ્યવસ્થિત જે પર્યાય સમયે સમયે થાય તેને જાણવાનો અને રૂપી આદિ પર્યાય એને યોગ્ય છે તેને પણ જાણવાનો સ્વભાવ છે. એમ, મન:પર્યયજ્ઞાન પોતાની વ્યવસ્થિત પર્યાય, સામાની પણ એને યોગ્ય જેટલી જાણવાની યોગ્યતા છે તેની વ્યવસ્થિત પર્યાયને જાણવાનો સ્વભાવ છે.
૩
[ ૧