________________
19. બોલ - ૫
દર્શનમોહ મંદ કર્યા વિના વસ્તુસ્વભાવ ખ્યાલમાં આવે નહિ અને દર્શનમોહના અભાવ કર્યા વિના આત્મા અનુભવમાં આવે તોવો નથી –– ૧૫૮
મિથ્યાત્વના બે પ્રકાર છે. (૧) અગ્રહિત મિથ્યાત્વ જે અનાદિથી ચાલ્યું આવે છે. (૨) ગ્રહિત મિથ્યાત્વ આ ભવમાં જેને ભૂલથી આપણા માન્યા તે ગ્રહિત મિથ્યાત્વ છે. સબંધો છે એ વ્યવહારથી કહેવાય પરંતુ આ શુદ્ધાત્માને કોઈની સાથે સબંધ નથી. પોતે ભિન્ન (શુદ્ધ જ) છે. પ્રથમ ભૂમિકામાં ભેદજ્ઞાન કરવું પડશે. ભેદજ્ઞાન અને તત્વનો નિર્ણય કર્યા કરશે તો ગ્રહિત મિથ્યાત્વ છૂટશે. પ્રયોગ પધ્ધિતીમાં આવે એટલે સંસ્કાર પડતા જાય. જ્યાં સુધી ગ્રહિત મિથ્યાત્વ નહિ જાય ત્યાં સુધી વસ્તુ સ્વભાવ ખ્યાલમાં (જ્ઞાનમાં) નહિ આવે અને અગ્રહિત મિથ્યાત્વનો જ્યાં સુધી અભાવ એટલે કે પરનું હું કાંઈ કરી શકુ અને શુભ વિકલ્પથી આત્માને લાભ થાય એવો આનાદિથી અગ્રહિત મિથ્યાત્વ ચાલે છે. તેનો અભાવ થાય વિના આત્મા ખ્યાલમાં નહિ આવે એટલે અનુભવમાં નહિ આવે. અને અતિન્દ્રિય સુખનું વેદન નહી થાય. બોલ-૬ સર્વજ્ઞો, સંતો, શાસ્ત્રો પોકાર કરીને એમ કહે છે કે પહેલામાં પહેલો આત્માને જાણવો, આત્માને અનુભવવો, એના વિના એક ડગલું પણ આગળ નહિ ચાલે. આત્માનું પરમાર્થ સ્વરૂપ બતાવવા સીધી વાત કરી છે કે પહેલામાં પહેલો આત્માને જાણીને અનુભવ કર. સમયસારની ગાથા પમાં પણ કહ્યું કે હું કરું છું તેનો અનુભવ કરીને પ્રમાણ કરજે-૧૬૧.
| સર્વજ્ઞ એટલે અરિહંત અને સિદ્ધ, વીતરાગી દેવ, સંતો એટલે નગ્ન દિગંબર આત્મજ્ઞાની મુનિ અને શાસ્ત્રો એટલે વીતરાગી શાસ્ત્ર સમયસાર, પ્રવચનસાર વગેરે. એ બધાજ પોકાર કરીને કહે છે તું આવો પુરુષાર્થ કર. તું પુરુષાર્થ કરવાને લાયક છે. તું સત્ય પુરુષાર્થ કરીને આત્માનો અનુભવ કર એટલે સમ્યગ્દર્શન પ્રાપ્ત કર. સમ્યગ્દર્શન વિના એક ડગલું પણ આગળ નહિ જવાય. સુખ પ્રાપ્ત કરવાની દિશામાં આત્માનું પરમાર્થ સ્વરૂપ એટલે આત્મા જે પરમપદાર્થ સ્વરૂપ છે તે બતાવવા સીધી વાત કરી છે કે તારી વર્તમાન જ્ઞાનની પર્યાયમાં એવો પુરુષાર્થ કર કે તને આત્માનો અનુભવ થાય. સમયસારની ગાથા પમાં પણ કહયુ છે કે હું મારા નિજ વૈભવથી તને શુદ્ધાત્માં બતાવું છું. અને તે તેને પોતાના અનુભવ દ્વારા જ્ઞાનમાં પ્રમાણ કરજે કે આત્મા આવો શુદ્ધ અને શક્તિ સંપન્ન પદાર્થ છે. સુખ એ આત્મ અનુભૂતિનો વિષય છે એ જડક્રિયા થી કે રાગથી આત્માનો અનુભવ ન થાય. બોલ-૭ આત્મ-અનુભવ સિવાય બધાં મીંડા છે. લાખ કષાયની મંદતા કરે કે લાખ શાસ્ત્ર ભણે પણ અનુભવ વિના બધાં મીંડા છે અને કાંઈન આવડે છતાં અનુભવ થયો તો બધું આવડે છે, જવાબ દેતા પણ ન આવડે પણ કેવળ જ્ઞાન લેશે––-૨૪૩.
દ્રવ્યલિંગી મુની એ આત્માજ્ઞાન વગર શું ન કર્યું હોય ? રાજપાટ છોડીને સુખના પ્રયોજન માટે મુની દિક્ષા લે એવા નગ્ન દિગંબર મુની ૨૮ મૂળ ગુણ એવા પાળ્યા કે તીર્થંકર પણ ભૂલ ન કાઢી શકે. લાખ કષાયની મંદતા એટલે શુક્લ લેશ્યાના પરિણામ જેનાથી નવમી ગ્રેવેયેક જવાના પુણ્ય બંધાય પરંતુ આત્મ અનુભવ વિના બધા મીંડા છે. તેથી મોક્ષ ન થાય આવું અનંતવાર કર્યું છે. ૯ અંગ અને ૧૧ પૂર્વના જ્ઞાન કરે પરંતુ આત્મજ્ઞાન સિવાય બધા મીંડા છે. લાખ શાસ્ત્ર ભણે પરંતુ આત્મ અનુભવ વિના એકડા વગરના મીંડા છે. એટલે કે એ મીંડા ને કોઈ કિમત નથી. અને કાંઈ પણ ન આવડે છતાં મોક્ષમાર્ગનાં એ અનુભવ થયો તો બધુંય આવડે છે, જવાબ દેતા ન આવડે પણ કેવળજ્ઞાન લેશે. અનુભૂતિની કિમત છે. મોક્ષમાર્ગ માં સમ્યગ્દર્શન અને સમ્યગજ્ઞાન ની કિમત છે. સમ્યગ્દર્શન તો મોક્ષમાર્ગ ની પ્રથમ સીડી છે. એના વગર મોક્ષ માર્ગ ની શરૂઆત થતી જ નથી. અતિન્દ્રિય સુખનું વેદન થતું નથી અને એ શુદ્ધ ઉપયોગની એકાગ્રતા થી જ કેવળજ્ઞાન પ્રાપ્ત થાય છે. બોલ-૮ તિર્યંચને સમ્યક થાય છે, ત્યાં કોઈ એ પૂર્વે આત્મા શુદ્ધ છે એમ સાંભળ્યું હોય છે તે સ્મરણમાં આવતાં પછી વિચારમાં ઉતરે છે અને જેમ વિજળી ઉપરથી નીચે ઉતરી જાય એમ વીર્ય અંતરમાં ઉતરી જાય છે. બસ કરવાનું તો આટલું જ છે. પછી એમાં ઠરવાનું છે-----૨૭૧.
સમ્યગ્દર્શન બે પ્રકારે ઉપજે છે. (૧) સ્વભાવથી તેને નિસર્ગજ (૨) જ્ઞાની ગુરૂના ઉપદેશથી તેને અધિગમ જ સમ્યગ્દર્શન કહેવામાં આવે છે. નિમિત્ત કે જ્ઞાનીના ઉપદેશ વિના સહજ પૂર્વના સંસ્કાર જાગૃત થતા ઉત્પન્ન થાય તેને નિસર્ગજ સમ્યગ્દર્શન કહે છે. તિર્યંચને સમ્યક થાય છે. તેનું ખરેખર કારણ પૂર્વ સાંભળ્યું હોય કે આત્મા શુદ્ધ છે તે યાદ આવી જાય છે અથવા તો પોતાના અસ્તિત્વની શ્રદ્ધા થાય છે. પછી એમાં એકાગ્રતા કરતા એને જેમ વિજળી ઉપરથી નીચે ઉતરી જાય એમ પુરુષાર્થ જાગે અને બે ઘડીની ધારાવાહી અભિપ્રાયની એકાગ્રતા કરતાં વીર્ય અંતરમાં ઉતરી જાય છે. બસ કરવાનું આટલું જ છે. બસ કરવાનું તો આટલું જ છે. ભેદજ્ઞાન પછી એમાં ઠરવાનું એટલે કે તત્વનો નિર્ણય કરી આત્મામાં એકાગ્ર થવાનું છે. આનું ઉદાહરણ જ્યારે મહાવીર ભગવાનનો આત્મા સિંહની પર્યાયમાં હરણને મારવા જતો હતો ત્યારે બે ચારણલબ્ધિધારી મુની આકાશમાર્ગે આવીને બોધ આપે છે. ત્યારે સિંહનો આત્મામાં પૂર્વ સંસ્કારથી વીર્ય જાગી ઉઠે છે. અને અંતરમાં ઉતરી જાય છે અને સમ્યગ્દર્શન પ્રાપ્ત કરી લે છે. આવું સમ્યગ્દર્શન આ ભવમાં કોઈ પણ ભવ્ય આત્મા નિજ યોગ્યતાથી અને સત્ય પુરુષાર્થથી પ્રાપ્ત કરી શકે એમ છે. એને પ્રત્યક્ષ સશુરુની કોઈ જરૂર નથી.