________________
સ્વાનુભૂતિની વિધિ બતાવતા વિશેષ બોલ.
બોલ-૧ આહાહા પ્રભુ તુ પુરો છો. તારા પ્રભુત્વ આદિ એક એક ગુણ પૂરણ છે. તારી શક્તિની શું વાત કરવી ? તું કોઈ ગુણે અધૂરો નથી. પૂરેપૂરો છો. તારે કોના આધારની જરૂર છે આહાહા ! એને આવી ધૂન ચડવી જોઈએ. પહેલાં આવા સ્વભાવનો વિશ્વાસ આવવો જોઈએ. પછી દષ્ટિ અને અનુભવ થાય - ૨૬
- આ તો ત્રિકાળી જ્ઞાયક જે દષ્ટિનો વિષય છે. એની વાત છે. દ્રવ્ય સ્વભાવને પ્રભુ કહીને બોલાવ્યો છે. તારા દ્રવ્ય સ્વભાવમાં અનંત અનંત શક્તિઓ ભરેલી છે. કોઈ ગુણમાં ઉણપ નથી. તારી શક્તિની શું વાત કરવી ? કોઈ ગુણમાં અશુદ્ધતા નથી. તું પૂરેપૂરો પરિપૂર્ણ તત્વ છે.તારા અસ્તિત્વને ટકાવવા માટે તારે કોઈના આધારની જરૂર નથી. પોતાના દ્રવ્ય સ્વભાવનો મહિમા આવવો જોઈએ. મારામાં શું નથી ? મારામાં અનંત ગુણ શક્તિરૂપે પડ્યા છે. આવા મહિમાવંત સ્વભાવની ધૂન ચડવી જોઈએ. વારંવાર યાદ આવવો જોઈએ. પહેલા આવા સ્વભાવની રૂચી આવવી જોઈએ શરૂઆત રૂચીથી થાય. પ્રથમ રૂચી પ્રતીતિ જીજ્ઞાસા થાય. પછી એની દષ્ટિ એટલે લક્ષ (નિર્ણય) થાય અને તેમાં એકાગ્રતા કરવાની હોય. આવો નિર્ણય અને એકાગ્રતા વર્તમાન કરતા આવા આત્માનો નિર્ણય થાય. એકાગ્રતા જ્ઞાનની પર્યાય કરે છે અને પોતે સ્વભાવ જેવી શુદ્ધ થતી જાય છે. એ નિર્મળ વર્તમાન જ્ઞાનની પર્યાયમાં ભગવાન આત્મા શુદ્ધ જણાય છે. બોલ-૨ જ્ઞાનમાં જેમ જેમ સમજણ દ્વારા ભાવભાસન વધતું જાય છે. તેમ તેમ જ્ઞાનનું સામર્થ્ય વધતું જાય છે અને એ વધતાં જતાં જ્ઞાન-સામર્થ્ય વડે મોહ શિથિલ થતો જાય છે. જ્ઞાન જ્યાં સમ્યકપણે પરિણમે છે ત્યાં મોહ સમૂળ નાશ પામે છે, માટે જ્ઞાનથી જ આત્માની સિદ્ધિ છે. જ્ઞાન સિવાય બીજું કોઈ આત્મા સિદ્ધિનું સાધન નથી - ૬૮.
- વર્તમાન જ્ઞાનની પર્યાયમાં જ્ઞાન અને શ્રદ્ધા દ્વારા જે ભાવ છે તેનુ ભાસન થવું જોઈએ. અંદરથી હંકાર આવવું જોઈએ કે હું જ્ઞાન આનંદ સ્વરૂપ છું. તેમ તેમ જ્ઞાનનું સામર્થ્ય વધતું જાય છે. એટલે વર્તમાન જ્ઞાનની પર્યાયનું સ્વને જાણવાનું સામર્થ્ય વધતું જાય છે. જેમ જેમ જ્ઞાનની પર્યાય શુદ્ધ થતી જાય છે ત્યાં મિથ્યાત્વ (દર્શનમોહ) ઢીલું થતું જાય છે. અને પછી જ્ઞાનની પર્યાય જ્ઞાનરૂપે-શ્રદ્ધાન રૂપે પરિણમે છે. ત્યારે મિથ્યાત્વ સમૂળો નાશ પામે છે. અને સભ્યત્વ પ્રગટ થાય છે માટે જ્ઞાનથી જ આત્માની સિદ્ધિ છે. જ્ઞાન સિવાય બીજું કોઈ આત્મ સિધ્ધિનું સાધન નથી. જડ ક્રિયા કે શુભરાગથી આત્માની સિદ્ધિ નથી. મોક્ષનું કારણ જ વર્તમાન જ્ઞાનનું શુદ્ધરૂપે પરિણમવું છે. અતિન્દ્રિય સુખની પ્રાપ્તિ નો આ એકજ ઉપાય છે. જ્ઞાનની પર્યાય પોતે જ્ઞાન રૂપે-શ્રદ્ધાન રૂપે, વીતરાગતા રૂપે અને અતિન્દ્રિય સુખના વેદન રૂપે પરિણમે છે. આજ એક સ્વાનુભૂતિની વિધિ છે. તે સિવાય સુખી થવાનો બીજો કોઈ ઉપાય નથી. બોલ-૩ વર્તમાન-વર્તમાન વર્તતી ચાલુ કાળની જ્ઞાન પર્યાય તે ત્રિકાળી જ્ઞાયકનો જ એક અંશ છે, તેને અંતરમાં વાળતા “ચૈતન્યહીરો” જ્ઞાનમાં આવે છે. અવયવ દ્વારા અવયવી ખ્યાલમાં આવે છે. જ્ઞાનની પર્યાયને અંતરમાં વાળીને જોવે તો તારો ચૈતન્યસૂર્ય તને ખ્યાલમાં આવશે. તેનો પ્રકાશ તને દેખાશે-------૮૧.
- વર્તમાન જ્ઞાનની પર્યાય એ સાધન છે. ભેદજ્ઞાન અને તત્વનો નિર્ણય કરવાની, એને સ્વભાવ સમુખ વાળતા સ્વભાવનો નિર્ણય કરે છે. અંતરમાં વાળતા દ્રષ્ટિ જ્ઞાયક પર જાય. વર્તમાન જ્ઞાનની પર્યાયમાં જ્ઞાયકનું જ્ઞાન થાય છે. જ્ઞાનની વર્તમાન પર્યાય એ જ્ઞાયકનો એક અંશ છે. અને એના દ્વારા આત્મા જણાય છે. જ્ઞાનની પર્યાય નિર્ણય કરે છે હું મન-વચનકાયા અને શુભાશુભ ભાવથી ભિન્ન છું. ભેદજ્ઞાન કરે ત્યારે હું જ્ઞાન સ્વરૂપ છું એવું જ્ઞાનની પર્યાય નિર્ણય કરે છે. જ્ઞાયકનું (અવયવીનું) જ્ઞાન અવયવમાં થાય છે. જ્ઞાનની પર્યાયને અંતરમાં વાળીને જોશે તો તારો ચૈતન્યપ્રભૂતને અનુભવમાં આવશે. તેનો જ જ્ઞાન પ્રકાશ તને દેખાશે. એટલે તારા જ્ઞાનમાં તને એ સુખના વેદન સહિત જણાશે. હું જાણનાર છું. કરનાર નથી. બોલ-૪ એ જ્ઞાનની દિવ્યતા છે ! એ જ્ઞાનસ્વભાવની અચિંત્યતા છે કે જે પર્યાયો વિદ્યમાન નથી છતાં જ્ઞાન તેને વિદ્યમાન પણે જાણે છે, તો ચૈતન્ય મહાપ્રભૂ તો વિદ્યમાન જ છે, ભૂતાર્થ જ છે તેને જ્ઞાન વિદ્યમાન રૂપે કેમ ન જાણે ? વસ્તુ સત્ છે ને ! વિદ્યમાન છે ને ! તો એ મહાપ્રભુને તું વિદ્યમાન રૂપે જાણે ને ! આહાહા ! જેની હયાતી નથી તેને હયાત જાણે, તો પૂર્ણાનંદનો નાથ પ્રભુ વર્તમાન વિદ્યમાન જ છે હયાત જ છે, તેને જાણ ને ! ભાઈ ! તારી નજરની આળસે વિદ્યમાન પ્રભુને દેખવો રહી ગયો. જેમાં જ્ઞાન આનંદ આદિ ગુણોની અનંતતાનો અંત નથી એવો સચ્ચિદાનંદ પ્રભુ વિદ્યમાન જ છે તેને જાણ –- ૧૧૧
- જ્ઞાન સ્વભાવનું શું મહત્વ છે એ બતાવવું છે. કેવળ જ્ઞાનમાં ત્રણે-કાળની પર્યાયો વિદ્યમાન નથી તો પણ વિદ્યમાન રૂપે જણાય છે. તો ચૈતન્ય મહાપ્રભુ (ત્રિકાળી જ્ઞાયક) તો વિદ્યમાન જ છે. વસ્તુ સતા સ્વરૂપ છે. જેની વિદ્યમાનતા છે તે કેમ ન જણાય. આત્માનો અનુભવ ગૃહસ્થ અવસ્થા માં પણ થઈ શકે છે. પૂર્ણાનંદનો નાથ તો હાજરા હજુર છે. પરંતુ કોઈ દિવસ ત્યાં આળસના લીધે નજર કરી નથી. તે કોઈ દિવસ તત્વનો અભ્યાસ તેમજ નિર્ણય કર્યો નથી. સંયોગો અને રાગથી ભેદજ્ઞાન કર્યો નથી. તારી નજરના આળસે વર્તમાન જ્ઞાનની પર્યાય સુખ માટે બહાર જે ભટકે છે અને વદ્યમાન પ્રભૂ દેખવો રહી ગયો. જેમ જ્ઞાન અને આનંદ આદિ ગુણોની અનંતાનો અંત નથી એવો સચ્ચિદાનંદપ્રભુવિધમાન જ છે. તેને જાણ એનો નિર્ણય અને એકાગ્રતા કર. એમ કરતા કરતા આત્માનો અનુભવ થાય છે. સુખી થવાનો આ એક જ ઉપાય છે.