________________
જાણનાર....જાણનાર! જે જાણવાની દશાનું જ્ઞાન અને જે જાણે તે વ્યવસ્થિત પરની પર્યાયનું જ્ઞાન.. બસ એ બધું જાણવું જ એના પિંડમાં પડ્યું છે. આત્માના પિંડમાં એટલે કે એનું શરીર જ એવું છે શરીર એટલે કે આત્મપિંડ-ચેતન્યશરીર જ એવું છે.
સ્વપરની જેવી વ્યવસ્થિત પર્યાય છે તેવું તેને તે પ્રકારે છે તે જાણવું. એ જાણવું દ્રવ્યમાં, ગુણમાં ને પર્યાયમાં–ત્રણેમાં વ્યાપેલું છે. આ રીતે આત્માને જો માને તો એણે આત્મા માન્યો કહેવાય. બીજી રીતે આત્મા માને તો આત્માની એ સ્થિતિ નથી. એથી વિપરીત માને તો એણે આત્મા માન્યો નથી.
અંદર તો ઘણી ગંભીરતા આવતી હતી પણ ભાષામાં આવવી જોવેને?-હદ પ્રમાણે આવે!
ઓહો! આત્મા એકલો ચૈતન્યગોળો! એ જ્ઞાન દ્રવ્ય-ગુણ-પર્યાય ત્રણેમાં વ્યાપેલું છે, તે વ્યવસ્થિત પોતાને, બીજા ગુણોને, બીજા દ્રવ્યોને એ રીતે જાણવાના સ્વભાવવાળું છે એમ જાણવું. આ રીતે એને અનુભવમાં આવે એણે આત્મા જાણ્યો ને માન્યો કહેવાય.
ભગવાન આત્મા એટલે ચૈતન્યસૂર્ય એટલે કે સ્વપરને જાણવાના સ્વભાવથી ભરેલું તત્ત. એની પર્યાયમાંય એ સ્વભાવ. એથી એવું સ્વરૂપ નિશ્ચયમાં આવ્યું કે સ્વપરપ્રકાશક સ્વભાવથી ભરેલું અને વ્યવસ્થિત પોતાની અને બીજા ગુણોની ને બીજા દ્રવ્યોની પર્યાયને જાણવું જ એટલું એનું સ્વરૂપ છે. એ જાણવું એને આત્મા કહે છે. એ જાણવાનું કર્યું એ જ એણે કર્યું, એ ક્રિયા.
પછી આનાથી આમ થયું કે આનાથી આમ થયું એ વસ્તુમાં રહેતું નથી. એના જ્ઞાનગુણનો ગુણ-સ્વભાવ એવો છે કે બસ જાણવું. એનો નાનો પર્યાય મતિનો હોય તોય જાણવું; એમાંય વ્યવસ્થિત જાણે છે, ઓછું વધુનો પ્રશ્ન નથી. શ્રુત પણ એમ જ જાણે, કારણ કે એના ગુણમાં સ્વપરને વ્યવસ્થિત જાણવાનો સ્વભાવ છે માટે એની પર્યાયમાં પણ સ્વારને જાણવાની પર્યાયને વ્યવસ્થિત જાણે જ છે બસ! '
કેવળજ્ઞાનની પર્યાય તો સાદિ-અનંત રહે. મતિ-શ્રુત-અવધિ-મન:પર્યય ઈ તો બહુ અલ્પ પર્યાય છે; અલ્પ એટલે બહું જ થોડો કાળ રહેવાની છે અને કેવલ્યપર્યાય તો એથી અનંતગુણી રહેવાની છે. એ કેવલ્યની પરિપૂર્ણતામાં પોતાનું ને પરનું-સ્વ-પરનું વ્યવસ્થિત જાણવું એવો જ એનો સ્વભાવ છે. એટલે આખા ગુણનો જ એવો સ્વભાવ છે.
આવું જેને જ્ઞાન છે તેને સુશાસ્ત્રનું જ્ઞાન કહેવામાં આવે છે; એનાથી વિરુદ્ધ છે તેને સામાં શાસ્ત્ર સાચા હોય તો પણ તેને કુશાસ્ત્રનું જ્ઞાન છે તેમ કહેવામાં આવે છે.
[તા. ૨૭-૧-૬૬]
ઓગસ્ટ, ૨૦૦૭ ].
૯૪મી જન્મજયંતી વિશેષાંક