________________
એવી શુદ્ધસત્તા અનુભવરૂપી ભૂમિમાં જ પ્રાપ્ત થાય છે. આત્મસત્તાનો અનુભવ નિર્વિકલ્પ જ છે. જેમાં કોઈ પણ જાતના વિકલ્પને સ્થાન નથી. જેઓ મોક્ષમાર્ગ છે તે સદાય આત્મઅનુભવો રસ દૃઢ કરે છે - આત્મ અનુભવનો જ પાઠ ભણે છે. અથવા આત્માનું જ રટણ લાગ્યું રહે છે.
હું જ્ઞાન આનંદ સ્વરૂપ ચૈતન્ય સત્તા છું.” આત્માનુભૂતિ એ જ જેન શાસન ૧. અનુભૂતિ' એજ જૈનશાસન છે. જૈન શાસન એટલે યુતિ અને અનુભવનો
ભંડાર સુખની ઉત્પત્તિ, સુખની વૃદ્ધિ અને પૂર્ણ સુખની પ્રાપ્તિ એ જ ધર્મનું પ્રયોજન છે. સુખાનુભૂતિ એ જ જૈન શાસન છે. જૈન શાસન એટલે વીતરાગતા” જેવો વીતરાગ સ્વભાવ શક્તિરૂપે સત્તામાં પડેલો છે, તે પર્યાયમાં વીતરાગતા પ્રગટ થાય એ જ જૈન શાસન છે. જૈન શાસન એટલે દરેક પ્રત્યે સંપૂર્ણ અને સ્વાધીન (રસ્વતંત્ર) બતાવનાર સનાતન અનાદિ-અનંત વિશ્વનો ધર્મ. પ્રત્યેક આત્મા પરમાત્મા સ્વરૂપ જ છે અને
પરમાત્માપણું પ્રગટ કરી શકે છે. ૪. “અનેકાન્ત” એ જેનશાસનો આત્મા... દરેક વસ્તુ પોતાપણે છે અને પરપણે
૫. “સ્યાવાદી એ જૈનશાસનની કથન શૈલી.. દરેક કથન અપેક્ષા સહિત હોય છે. સારભૂતઃ ચૈતન્યમૂર્તિ આત્મા સૂક્ષ્મ અરૂપી અતીન્દ્રિય વસ્તુ છે, એ કાંઈ ઇન્દ્રિયગ્રાહ વસ્તુ નથી કે જે ઇન્દ્રિય અને મનના અવલંબન વડે જણાઈ જાય એ તો અંતર્મુખ જ્ઞાનનો વિષય છે. અતીનિય હોવા છતાં અંતર્મુખ જ્ઞાન વડે “સ્વાનુભવ' માં આવી શકે એવો ચૈતન્ય ચમત્કાર મહાન પદાર્થ છે. “અતીન્દ્રિય” જ્ઞાન વડે 'અતીન્દ્રિય સખ’ ની આ અનુભૂતિની દશામાં સહજ પ્રાપ્તિ થાય છે એ બતાવનારુ સદાય જયવંત વર્તતું જનશાસન છે. સ્વાનુભૂતિ પ્રાપ્ત કરવા જીવે શું કરવું ?
સ્વાનુભૂતિની પ્રાપ્તિ માટે જ્ઞાનસ્વભાવી આત્માનો ગમે તેમ કરીને પણ દેઢ નિર્ણય કરવો. જ્ઞાન સ્વભાવી આત્માનો નિર્ણય દઢ કરવામાં સહાયભૂત ૧. તત્વજ્ઞાનનો (સાતતત્ત્વોનો યથાર્થ સ્વરૂ૫)
દ્રવ્યોનું સ્વયંસિદ્ધ સત્પણું અને સ્વતંત્રતા દ્રવ્ય-ગુણ-પર્યાય-ઉત્પાદ-વ્યય-ધ્રોથ ક્રમબદ્ધ પર્યાયનો સિદ્ધાંત ઉપાદાન-નિમિત્તની સ્વતંત્રતા... નિશ્ચય અને વ્યવહાર જીવ અને શરીરની તદ્દન ભિન્ન ભિન્ન ક્રિયાઓ પુણ્ય અને ધર્મના લક્ષણ ભેદ-સ્વપરનું ભેદજ્ઞાન... વીતરાગી દેવ-ગુરુ શાસ્ત્રનું યથાર્થ સ્વરૂપ
આવા અનેક વિષયોના સાચા બોધનો - અભ્યાસ કરવો. ૩. તીર્થકર ભગવંતોએ કહેલાં આવાં અનેક પ્રયોજનભૂત સત્યોના અભ્યાસની સાથે
સાથે સર્વ તત્ત્વજ્ઞાનનો શિરમોર-મુગટમણિ જે “શુદ્ધ દ્રવ્ય સામાન્ય અર્થાત્
જે
૪
૪
૩
૪
બા