________________
કષાયની ઉપશાંતતા, માત્ર મોક્ષ અભિલાષ; ભવે ખેદ અંતર દયા, તો કહીએ જીજ્ઞાસ. તે જિજ્ઞાસુ જીવને, થાય સગુરુ બોધ; તો પામે સમકિતને, વર્તે અંતર શોધ. મત, દર્શન આગ્રહ તજી, વર્તે સગુરુ લક્ષ; લહે શુદ્ધ સમકિત છે, જેમાં ભેદ ન પક્ષ. વર્ત નિજ સ્વભાવનો, અનુભવ લક્ષ પ્રતીત; વૃત્તિ વહે નિજભાવમાં, પરમાર્થે સમીકીત. કેવળ નિજ સ્વભાવનું, અખંડ વર્તે જ્ઞાન; કહીએ કેવળ જ્ઞાન તે, દેહ છતાં નિર્વાણ. ભાસ્યું નિજસ્વરૂપ છે, શુદ્ધ ચેતના રૂપ;. અજર, અમર, અવિનાશી ને, દેહાતીત સ્વરૂપ. કર્તા ભોક્તા કર્મનો, વિભાવ વર્તે જ્યાંય; વૃત્તિ વહી નિજભાવમાં, થયો અકર્તા ત્યાંય. અથવા નિજ પરિણામ જે, શુદ્ધ ચેતનારૂપ; કર્તા ભોકતા તેહનો, નિર્વકલ્પ સ્વરૂપ. મોક્ષ કહ્યો નિજ શુદ્ધતા, તે પામે તે પંથ; આત્મભ્રાંતિ સમ રોગ નહિ, સદ્ગુરુ વૈદ્ય સુજાણ;
ગુરુ આજ્ઞા સમ પથ્ય નહિ, ઔષધ વિચાર ધ્યાન. જેન સિદ્ધાંતનો સાર ૧. શુદ્ધ આત્મ દ્રવ્ય તે ત્રિકાળ પારિણામિક ભાવ.
તેની સન્મુખ પરિણામ તે મોક્ષમાર્ગ. (પશમીક, ક્ષાયોપશમીક, માયિક) તેનાથી વિમુખ પરિણતિ તે સંસાર. (ઔદાયીક ભાવ) સન્મુખ પરિણમમમાં સંવર-નિર્જરા-મોક્ષ આવ્યા. વિમુખ પરિણતિમાં આસ્ત્રવ-બંધ આવ્યા. પુણ્ય-પાપ બંને આવ છે.
જીવ અને અજીવ તો ભિન્ન તત્વો ત્રિકાળ છે. સન્મુખપરિણામની ઉત્પત્તિ થઈ ત્યાં વિમુખ પરિણતિનો વ્યય થયો ને દ્રવ્યપણે ધ્રુવતા રહી. (ઉત્પાદ-વ્યય-ધ્રુવ) પોતાનો જે સહજ પરમ સ્વભાવ પરમ પરિણામિક ભાવરૂપ કારણ પરમાત્મા, તેમાં એકાગ્ર થઈને પરિણમવું તે મોક્ષમાર્ગ છે. મોક્ષમાર્ગ તો નિજ પરમાત્મા દ્રવ્યના આશ્રયે થતા વીતરાગભાવરૂપ છે. સમ્યગ્દર્શન-જ્ઞાનચારિત્રની એકતારૂપ રત્નત્રય મોક્ષનો માર્ગ છે. મોક્ષમાર્ગ તો નીરાકુળ સુખરૂપ છે. અતીન્દ્રિય સુખના વેદન સહિત મોક્ષમાર્ગ શરૂ થાય છે. વિશુદ્ધ જ્ઞાન કર્મના બંધ-મોક્ષાદિને કે રાગાદિને કરતું નથી, જાણે જ છે - આ જાણવારૂપ ક્રિયા તે મોક્ષમાર્ગ છે. જાણનાર એવા સાયકસ્વભાવને દેખતાં જ મોક્ષમાર્ગનાં દ્વાર ખૂલી જાય છે. નિજાધીન જે ચૈતન્યનિધાન તેમાં અંતરદૃષ્ટિ કરતાં આત્મા રાગથી જુદો પડે છે ને વીતરાગી શ્રદ્ધા-જ્ઞાન-શાંતિરૂપ મોક્ષમાર્ગ પ્રગટે છે. તે જ ધર્મ છે, આનાથી વિરૂધ્ધ બીજો કોઈપણ માર્ગ કહે તો તે તત્વથી વિરૂધ્ધ છે એટલે કે અધર્મ છે.