________________
પદાર્થ છું. એમ પહેલાં ભરોસો આવ્યો ત્યારે અંદર આત્માનો અનુભવ થયો. પૂર્ણ સ્વભાવે ગ્રહણ કરવાથી અંદર વિશ્વાસ થાય છે. અનાદિથી જીવનો વિશ્વાસ વર્તમાન પર્યાયમાં છે. પણ એ પર્યાય ક્યાં છે ત્યાં જ પાછળ ઊંડે, એના તળિયે આખી પૂર્ણ વસ્તુ છે, અનંત અનંત અપરિમિત શક્તિઓનો તે સાગર છે. એનો જેને અંદરમાં વિશ્વાસ આવે અને જે અંતર અનુભવમાં જાય તેને સમ્યગ્દષ્ટિ કહેવાય છે. “આજ હું છું -એવા ભાવભાસન દ્વારા ચૈતન્યનો અનુભવ થાય છે. દ્રવ્યમાં ઉડો ઉતરી જા, દ્રવ્યના પાતળમાં જા. દ્રવ્ય તે ચૈતન્ય વસ્તુ છે, ઊંડુ ઊંડુ ગંભીર ગંભીર તત્વ છે. જ્ઞાન-આનંદ આદિ અનંત અનંત ગુણોના પિંડરૂપ અભેદ એક પદાર્થ છે, તેમાં દષ્ટિ લગાવી અંદર ઘૂસી જા. “ઘૂસી જા.” નો અર્થ એમ નથી કે પર્યાય દ્રવ્ય થઈ જાય છે. પરંતુ પર્યાયની જાતિ, દ્રવ્યનો આશ્રય કરવાથી, દ્રવ્ય જેવી નિર્મળ થઈ જાય છે. તેને પર્યાય દ્રવ્યમાં ઊંડી ઊતરી – અભેદ થઈ – એમ કહેવાય છે. એક બે ઘડી શરીરાદિ મૂર્તિકદ્રવ્યોનો પાડોશી થઈ જ્ઞાયકભાવનો અનુભવ કર. જેમ રાગ અને પુણ્યનો અનુભવ કરે છે એતો અચેતનનો અનુભવ છે, ચેતનનો અનુભવ નથી. માટે એકવાર મારીને પણ, શરીરાદિનો પાડોશી થઈને, ઘડી બે ઘડી પણ જ્ઞાયકભાવનું લક્ષ કરીશ તો તરત જ જ્ઞાન અને રાગની ભિન્નતા થઈ જશે અને જેવું તારું આત્મસ્વરૂપ છે તેવો અનુભવ થશે. જોનારને જુઓ! જોનારને જોવો એ વસ્તસ્વરૂપ છે માટે જોનારને જોવો.
૧.
સમ્યગ્દષ્ટિ - ઉત્તમ પુરુષ છે.
સોનાને - કાદવ સમાન માને છે.
રાજપદને - અત્યંત તુચ્છ માને છે. ૩. લોકોની મૈત્રીને - મૃત્યુ સમાન માને છે.
પ્રશંસાને – ગાળ સમાન માને છે. યોગની ક્રિયાઓને – ઝેર સમાન માને છે.
મંત્રાદિક યુક્તિઓને – દુખ સમાન માને છે. ૭. લૌકિક ઉપજાતિને – અનર્થ સમાન માને છે.
શરીરની કાંતિને - રાખ સમાન માને છે.
સંસારની માયાને - જંજાળ સમાન માને છે. ૧૦. ઘરના નિવાસને – બાણની અણી સમાન માને છે. ૧૧.
કુટુમ્બના કામને - કાળ સમાન માને છે. ૧૨ લોક લાજને - લાળ સમાન માને છે. ૧૩. સુયશને - નાકના મેલ સમાન માને છે. ૧૪. ભાગ્યોદયને - વિષ્ટા સમાન માને છે.
સાર - સાંસારિક અભ્યદયને એક આપત્તિસમાન માને છે.
૨૧.
મિથ્યાષ્ટિ ૧. સરળ ચિત્તવાળાને ૨. તત્ત્વમાં ચતુરે ૩. વિનયવાનને
ક્ષમાવાનને
મૂર્ખ કહે છે. ધીઠ કહે છે. ધનનો આશ્રીત બતાવે છે. કમજોર બતાવે છે.