________________
૫. રાગ-દ્વેષ આદિ વિભાગ પરિણતિ દૂર કરીને શુદ્ધ આત્મપદમાં લીન થાવ, એ જ
એક મોક્ષનો રસ્તો છે, બીજો કોઈ માર્ગ નથી.
આત્માના અનુભવનો અભ્યાસ
જ્ઞાન આત્માનો અસાધારણ ગુણ છે, જ્યારે તે શેયનું ગ્રહણ કરે છે અર્થાત્ જાણે છે. ત્યારે તેની પરિણતિ સે યાકાર થાય છે. કારણ કે જ્ઞાન સવિકલ્પ છે. દર્શન સમાન નિર્વિકલ્પ નથી. જ્ઞાન શેયના આકાર આદિનો વિકલ્પ કરે છે કે આ નાનું છે, આ મોટું છે. વાયું છે, સીધું છે, ઊંચું છે, નીચું છે, ગોળ છે, ત્રિકોણ છે, મીઠું છે, કડવું છે, સાધક છે, બાધક છે, હેય છે, ઉપાદેય છે, ઈત્યાદિ પરંત જ્ઞાન જ્ઞાન જ રહે છે, શેયનું જ્ઞાયક હોવાથી અથવા યાકાર પરિણમવાથી શેયરૂપ થતું નથી, પરંતુ જ્ઞાનમાં શેયની આકૃતિ પ્રતિબિમ્બિત થવાથી અથવા તેમાં આકાર આદિનો વિકલ્પ થવાથી, અજ્ઞાનીઓ જ્ઞાનનો દોષ સમજે છે અને કહે છે કે જ્યારે આ જ્ઞાનની સવિકલ્પતા મટી જશે-અર્થાત્ આત્મા શુન્ય જડ જેવો થઈ જશે, ત્યારે જ્ઞાન નિર્દોષ થશે. પરંતુ વસ્તુભાવ મિટે નહિ ક્યાંહી' ની નીતિથી તેમનો વિચાર નિષ્ફળ છે કારણ કે સ્વભાવ પ્રમાણે પરિણમન થાય જ. ઘણું ખરું જોવામાં આવ્યું છે કે આપણે કાંઈ ને કાંઈ ચિંતવન કર્યા જ કરીએ છીએ. તેનાથી ખેદખિન્ન થયા કરીએ છીએ અને ઈચ્છીએ છીએ કે આ ચિંતવન ન થયા
કરે.
સામાન્ય અનુભવ એમ કહે છે ચેતયિતા ચેતન તો ચેતતો રહે છે, ચેતતો હતો અને ચેતતો રહેશે, તેનો ચેતના સ્વભાવ મટી શકતો નથી. જ્ઞાનનું જાણવાનું કાર્ય ક્યારે પણ થંભી ન શકે. માટે જ્ઞાનનું કાર્ય તો હમેશા ચાલું જ છે, જ્ઞાન કઈ રીતે કાર્ય કરે છે એ સંબંધી અજ્ઞાનીની માન્યતા વિપરીત છે. જ્ઞાનનો સ્વપર પ્રકાશક સ્વભાવ છે. સ્વ અને પર બંનેને જાણે એવું તેનું સામર્થ્ય છે.. આત્માની અનુભૂતિ વખતે આવી સ્વપર પ્રકાશક શક્તિ પ્રગટ થાય છે અને આનંદનો સ્વાદ પણ સાથે જણાય છે. તેથી સદા સાવધાન રહીને ઈષ્ટ-વિયોગ, અનિષ્ટ-સંયોગ, પરિગ્રહ-સંગ્રહ આદિને અત્યંત ગૌણ કરીને નિર્ભય, નિરાકુળ, નિગમ, નિર્ભેદ આત્માના અનુભવો અભ્યાસ કરવો જોઈએ.
૧૦.
૩.
સ્વાનુભૂતિ જ પ્રગટ કરવા જેવી છે.
શુભાશુભ ભાવમાં આકુળતા છે. ચૈતન્ય તરફ જાય તો જીવને શાંતિ અને આનંદ છે. ત્યાં અનંત જ્ઞાન તેમ જ અનંત આનંદ ભરેલો છે. તે આનંદ અંદરમાંથી પ્રગટ થયા જ કરે છે. જો સ્વમાં દૃષ્ટિ કરે, જ્ઞાન કરે, લીનતા કરે તો પ્રગટ થયા વિના રહેતો જ નથી. શુભાશુભનો આશ્રય છોડીને ચૈતન્યો આશ્રય લેવો. સ્વાનુભૂતિનો માર્ગ જ મુક્તિનો માર્ગ છે અને તે જ સુખનો ઉપાય છે. બસ આ એક જ કરવા જેવું છે. દેવ-ગુરુ-શાસ્ત્રના મહિમાપૂર્વક ચૈતન્યની પરિણતિ અંદરથી પ્રગટ કરવી જોઈએ. અંદરમાં વૈરાગ્ય અને પુરુષાર્થ - માત્ર વિચારરૂપ નહિ કિંતુ અંદરથી જે