________________
પ્રગટ થાય તે કરવા જેવો છે. જ્ઞાયક... જ્ઞાયક.... જ્ઞાયકનો પુરુષાર્થ અને તેની સ્વાનુભૂતિ જ પ્રગટ કરવા જેવું છે. હું જ્ઞાયક છું. જ્ઞાયક છું - એમ જ્ઞાતાપણાની ધારાનો અભ્યાસ કરવો. યથાર્થ તો પછી થાય છે પણ પહેલાં એનો અભ્યાસ થાય છે. સંસ્કાર પડે છે, અંદરથી હકાર આવે છે. એનો અભ્યાસ વારંવાર કરે તો તે પ્રગટ થયા વિના રહે નહિ. કરવાનું એક જ છે. અનાદિ કાળમાં જીવે એક સમ્યગ્દર્શન કર્યું નથી, બહારનું બીજું બધું
કર્યું છે. અહા! સમ્યગ્દર્શન કોઈ અપૂર્વ ચીજ છે. . ૩. જ્ઞાનમાં જેમ જેમ સમજણ દ્વારા ભાવભાસન વધતું જાય છે તેમ તેમ જ્ઞાનનું
સામર્થ્ય વધતું જાય છે અને એ વધતાં જતાં જ્ઞાન સામર્થ્ય વડે મોહ શિથિલ થતો જાય છે. જ્ઞાન જ્યાં સભ્યપણે પરિણમે છે, ત્યાં મોહ સમૂળ નાશ પામે છે. માટે જ્ઞાનથી જ આત્માની સિદ્ધિ છે, જ્ઞાન સિવાય બીજું કાંઈ આત્મસિદ્ધિનું સાધન
નથી. અકર્તાપણું એ જૈનદર્શનની પરાકાષ્ઠા છે.
તું જ્ઞાયક જ છો એમ નિર્ણય લાવ! જ્ઞાયક જ છો, પણ એ જ્ઞાપકનો નિર્ણય કરવાનો છે. પુરુષાર્થ કરુ..કરુ.. પણ એ પુરુષાર્થ તો દ્રવ્યમાં ભર્યો છે તો એ દ્રવ્ય ઉપર લક્ષ જાય ત્યાં પુરુષાર્થ પ્રગટે છે, પણ એને કરુ..કરુ.. કરીને કાંઈ નવું કાર્ય કરવું છે. પણ જ્યારે દ્રવ્ય પર લક્ષ જાય છે ત્યારે બધું જેમ છે તેમ જાણે છે. પરનું કાંઈ પલટાવવું નથી અને સ્વનું પણ કાંઈ પલટાવવું નથી. સ્વનો નિર્ણય કરતાં દિશા જ પલટી જાય છે. અરે ભાઈ! તું વિચાર તો કર કે તું કોણ છે? તું જ્ઞાનસ્વરૂપ છો. જે થાય તેને જાણ! તું કરનાર નહિ, જાણનાર છો. ક્રમબદ્ધની વાત વિચારે તો બધાં ઝઘડા મટી જાય. પોતે પારદ્રવ્યનો કર્તા તો નથી, રાગનો કર્તા તો નથી નિર્મળ પર્યાય નો કર્તા પણ નથી, અકર્તાસ્વરૂપ છો. જ્ઞાતાસ્વભાવ તરફ ઢળી જવું તેમાં જ અકર્તાપણાનો મહાન પુરુષાર્થ છે. ખરેખર તો પર્યાયને દ્રવ્ય તરફ વાળવી આ એક જ વસ્તુ છે, એ ખરેખર જેનદર્શન છે. આહાહા! જૈનદર્શન આકરું બહુ! પણ અપૂર્વ છે અને તેનું ફળ મહાન છે. સિદ્ધ ગતિ તેનું ફળ છે. પરનો કર્તા તો નથી, રાગનો કર્તા નથી, નિર્મળ પર્યાયનો પણ કર્તા નથી કેમ કે પર્યાય ૫ર્કારથી સ્વતંત્ર પરિણમે છે. એનામાં ભાવ નામની એક શક્તિ છે તેના કારણે પર્યાય થાય જ છે, કરું તો થાય એમ નથી. અહાહા! ભાઈ! માર્ગ આકરો છે, અચિંત્ય છે, અગમ્ય છે, અગમ્ય ગમ્ય કરાવે એવો અપૂર્વ માર્ગ છે. પર્યાય ક્રમસર થાય છે, દ્રવ્ય-ગુણ પણ એનો કર્તા નહિ-એમ કહીને એકલી સર્વજ્ઞતા-વીતરાગતા સિદ્ધ કરીને એકર્તાપણું-એકલુ, જ્ઞાનપણું સિદ્ધ કર્યું છે.
આત્મસિદ્ધિ શાસ્ત્ર-સારભૂત ૧. જે સ્વરૂપ સમજ્યા વિના પામ્યો દુખ અનંત;
સમજાવ્યું તે પદ નમું, શ્રી સદગુરુ ભગવંત. રાગ-દ્વેષ, અજ્ઞાન એ, મુખ્ય કર્મની ગ્રંથ; થાય નિવૃત્તિ જેહથી, તે જ મોક્ષનો પંથ. આત્મા સતુ ચૈતન્યમય, સર્વાભાસ રહિત; જેથી કેવળ પામીએ, મોક્ષપંથ તે રીત.