________________
.
૧.
સારભૂત
૧.
૩.
3.
૪.
૫.
૬.
તેમાં સારભૂત અરિહંત અને સિદ્ધ છે જેઓ પૂર્ણ જ્ઞાન અને સુખને પ્રાપ્ત થયા છે. તેમાં પણ સારભૂત તો સિદ્ધ જ છે. અરિહંત પણ દેહ અને કર્મ સહિત છે.
સિદ્ધ પણ પરદ્રવ્ય છે. તેનું લક્ષ કરતા રાગી જીવને રાગ થાય છે.
તો સારભૂત તો એક નિજ આત્મા જ છે.
આ પણ દ્રવ્ય-ગુણ-પર્યાયાત્મક-પ્રમાણનો વિષય છે. દ્રવ્ય સ્વભાવ અને પર્યાય
સ્વભાવ
તેમાં પણ સારભૂત તો એક શુદ્ધાત્મા જ છે. જે દષ્ટિનો વિષય છે.
.. આવા ષ્ટિનો વિષય જે શુદ્ધાત્મા છે તેનો મહિમા - અધિકતા કેમ આવે તેના ગુણ જોઈએ.
વર્તમાજ્ઞાનની પર્યાય આવા શુદ્ધાત્મામાં અહંપણું સ્થાપતી પોતે એ રૂપે અભેદરૂપે પરિણમી જાય એ જ સાધ્યની સિદ્ધિ છે. એ જ અનુભૂતિ છે. એ સ્વાનુભૂતિ એ જ જૈનશાસન છે.
*6
૯.
શાસ્ત્ર, નિમિત્ત, પર્યાય, ગુણ-ગુણીના ભેદ કે ભંગ વગેરેને સ્વીકારતું નથી, કેમ કે તેનો વિષય ત્રિકાળી જ્ઞાયકસ્વરૂપ ભગવાન આત્મા છે. નિર્વિકલ્પ અનુભવની શરૂઆત ચોથા ગુણસ્થાનથી જ થાય છે.
સ્વાનુભૂતિ – ૨
ર.
આ લોકમાં છ દ્રવ્ય છે. ૧-જીવ, ૨-પુદ્ગલ, ૩-ધર્મદ્રવ્ય, ૪-અધર્મદ્રવ્ય, ૫આકાશ, ૬-કાળ તેમાં સારભૂત તો એક જીવ છે.
જીવો અનંત છે, તેમાં સારભૂત તો પંચપરમેષ્ઠિ છે. ૧-સિદ્ધ, ૨-અરિહંત, ૩આચાર્ય, ૪-ઉપાધ્યાય, ૫-સાધુ
આત્મતત્ત્વનો અનુભવ કરો
3.
૪.
-
શ્રી ગુરુ કહે છે કે જિનવાણીનો વિસ્તાર અને વિશાળ અપરંપાર છે, અમે ક્યાં સુધી કહીશું. વધારે વિસ્તાર હવે બસ થાઓ. તેથી હવે મૌન થઈ રહેવું સારું છે. કારણ કે પ્રયોજનભૂત તત્ત્વોનું જ્ઞાન પુરતું છે. જેનાથી આત્માનું પ્રયોજન સધાય તેટલી જાણકારી જરૂરી છે. જેનાથી અનેક વિકલ્પ ઉઠે તે કાર્ય દુખજનક છે. હવે શ્રદ્ધા કરી, બસ, શુદ્ધ પરમાત્માના અનુભવનો અભ્યાસ કરો, એજ મોક્ષમાર્ગ છે અને એટલો જ પરમાર્થ છે.
શુદ્ધ આત્માનો અનુભવ કરવો તેજ સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્ર છે, બાકી બધો વચનનો આડંબર છે.
આત્મપદાર્થ જગતના સર્વે પદાર્થોને દેખવા માટે નેત્ર છે, આનંદમય છે, જ્ઞાન ચેતનાથી પ્રકાશિત છે, સંકલ્પ-વિકલ્પ રહિત છે, સ્વયંસિદ્ધ છે, અવિનાશી છે, અચળ છે, અખંડિત છે, જ્ઞાનનો પિંડ છે, સુખ આદિ અનંત ગુણોથી પરિપૂર્ણ છે, વીતરાગ છે, ઇન્દ્રિયોથી અગોચર છે, માત્ર જ્ઞાનગોચર છે. જન્મ-મરણ અથવા શુદ્ધા-તૃષા આદિની બાધાથી રહિત નિરાબાધ છે. આવા આત્મતત્ત્વનો અનુભવ કરો.
આત્માના અનેક ગુણ-પર્યાયોના વિકલ્પમાં ન પડતા, નિર્વકલ્પ આત્મઅનુભવનું અમૃત પીઓ. તમે પોતાના સ્વરૂપમાં લીન થઈ જાવ અને શરીરમાં અહંબુદ્ધિ છોડીને નિજ આત્માનો અનુભવ કરો.
r