________________
પરપોરિણામિક ભાવ એટલે કે શાયક સ્વભાવી શ્રદ્ધાત્મદ્રવ્ય સામાન્ય જે સ્વાનુભૂતિનો આધાર છે, સમ્યગ્દર્શનનો આશ્રય છે , મોક્ષમાર્ગનું આલંબન છે. સર્વ શુધ્ધભાવોનો નાથ છે-તેનો દિવ્ય મહિમા હદયમાં સર્વાધિકપણે અંકિત કરવા યોગ્ય છે. તે નિજ શુદ્ધાત્મદ્રવ્યનો આશ્રય કરવાથી જ અતીનિય આનંદમય સ્વાનુભૂતિ પ્રાપ્ત થાય છે. આવા અનુભવ વિના આત્મા સમ્યકપણે દેખાતો-શ્રદ્ધાતો જ નથી, તેથી સ્વાનુભૂતિ વિના સમ્યગ્દર્શની-ધર્મની શરૂઆત જ થતી નથી.
પ્રશઃ - સમગ્દર્શન પ્રગટ કરવાનો ઉપાય શું છે? ઉત્તર:
આત્મા અને પર દ્રવ્યો તદ્દન જુદાં છે, એકનો બીજામાં અત્યંત અભાવ છે. છ એ દ્રવ્યોની સત્તા ભિન્ન ભિન્ન છે. એક દ્રવ્ય, તેના કોઈ ગુણ કે તેના કોઈ પર્યાય બીજા દ્રવ્યમાં, તેના ગુણમાં કે તેના પર્યાયમાં પ્રવેશ કરી શકતાં નથી; માટે એક દ્રવ્ય બીજા દ્રવ્યનું કાંઈ કરી શકે નહિ. એવી વસ્તુસ્થિતિની મર્યાદા છે. દ્રવ્ય-ગુણ-પર્યાય દરેકની સંપૂર્ણ સ્વતંત્રતા
વળી દરેકદ્રવ્યમાં અગુરુલઘુત્ત્વગુણ છે કેમ તે સામાન્ય ગુણ છે. તે ગુણને લીધે કોઈ કોઈનું કાઈ કરી શકે નહિ. તેથી આત્મા પરવ્યનું કાંઈ કરી શકે નહિ. કોઈને સુખી-દુખી કરી શકે નહિ. આત્મા શરીરને હલાવી ચલાવી શકે નહિ. દ્રવ્યકર્મો કે કોઈ પણ પરદ્રવ્ય જીવને કદી લાભ-નુકશાન કરી શકે નહિ. આ પ્રમાણે પ્રથમ નક્કી કરવાથી જગતના પર પદાર્થોના એકત્વ, મમત્વ અને કિર્તાપણાનું જે અભિમાન આત્માને અનાદિથી ચાલ્યું આવે છે તે, માન્યતામાંથી (અભિપ્રાયમાંથી) અને જ્ઞાનમાંથી ટળી જાય છે. શાસ્ત્રોમાં દ્રવ્યકર્મો જીવના ગુણોનો ઘાત કરે છે એવું કથન આવે છે તેથી તે કર્મોનો ઉદય જીવના ગુણોનો ખરેખર ઘાત કરે છે એમ ઘણા માને છે એ તેનો તેવો અર્થ કરે છે; પણ તે અર્થ ખરો નથી. કેમ કે તે કથન વ્યવહારનયનું છે. માત્ર નિમિત્તનું જ્ઞાન કરાવનારું કથન છે. તેનો ખરો અર્થ એવો થાય છે કે જ્યારે જીવ પોતાના પરષાર્થના દોષ વડે પોતાના પર્યાયમાં વિકાર કરે છે- અર્થાતુ પોતાના પર્યાયનો ઘાત કરે છે ત્યારે તે ઘાતમાં અનુકૂળ નિમિત્તરૂપ જે દ્રવ્યકર્મ આત્મપ્રદેશોથી ખરવા તૈયાર થયું છે તેને “ઉદય” કહેવાનો ઉપચાર છે. એટલે કે તે કર્મ પર નિમિત્તનો આરોપ આવે છે. અને જીવ પોતે પોતાના સત્ય પુરુષાર્થ વડે-તે સમયે નિર્માણ થયેલી પરિસ્થિતિથી જો યથાર્થ ભેદજ્ઞાન કરી-ઉપયોગને તેનાથી છૂટો પાડી પોતાના વરૂપનું ચિંતન કરે છે-એટલે પર્યાયમાં વિકાર કરતો નથી-પોતાની પર્યાયનો ઘાત કરતો નથી તો દ્રવ્યકર્મોના તેજ સમૂહને નિરા' નામ આપવામાં આવે છે. આ રીતે નિમિત્ત નૈમિત્તિક સબંધનું જ્ઞાન કરવા પૂરતો તે વ્યવહાર કથનનો અર્થ થાય છે.
૭.
૮.