________________
અનુભવ સંબંધી વિશેષ
અનુભવનું લક્ષણ : ‘વસ્તુ વિચારત ધ્યાવતે, મન પામે વિશ્રામ;
રસ સ્વાદન સુખ ઉપજે, અનુભવ યાકો નામ.” અર્થ - આત્મપદાર્થનો પથાર્થ વિચાર અને ધ્યાન કરવાથી ચિત્તને જે શાંતિ મળે છે તથા
આત્મિક રસનો આસ્વાદ કરવાથી જે સુખ પ્રાપ્ત થાય છે તેને જ “આત્માનો અનુભવ” કહે છે. અનુભવનો મહિમા અનુભવ ચિંતામણિ રતન, અનુભવ છે રસકૂપ;
અનુભવ માર્ગ મોક્ષનો, અનુભવ મોક્ષ સ્વરૂપ.” અર્થ - અનુભવ ચિંતામણિ રત્ન છે, અનુભવ શાંતી રસનો કૂવો છે, અનુભવ મોક્ષનો
માર્ગ છે, અનુભવ પોતે મોક્ષ સ્વરૂપ છે. અનુભૂતિની વિધિઃ અનંત ગુણસ્વરૂપ ભગવાન આત્મા, તેના એકરૂપ વીતરાગ સ્વભાવે લક્ષમાં લઈ, પરનો પક્ષ છોડી, તેને એકને ધ્યાનનો ધ્યેય, જ્ઞાનનો શેય, શ્રદ્ધાનો શ્રદ્ધેય બનાવી વર્તમાન પ્રગટ જ્ઞાનની પર્યાય” દક્ષ (નિપણપ્રવીણ) થઈ તેમાં એકાગ્રતાનો ધારાવાહી (નિરંતર) અભ્યાસ કરતાં એ પર્યાય સ્વભાવના આશ્રયે નિર્મળ થતી જાય છે અને એ પૂર્ણ શુદ્ધ થયેલી જ્ઞાનની પર્યાયમાં આનદનો વેદન સહિત ભગવાન આત્મા પ્રત્યક્ષ અનુભવમાં આવે છે. “અનુભૂતિ' ની આ એક જ વિધિ વીતરાગી પરમાત્માએ બતાવી છે. આ એક જ સુખ પ્રાપ્તિનો ઉપાય છે.
૪.
આત્મસત્તાનો અનુભવ નિર્વિકલ્પ છે. શુદ્ધ સત્તાની પ્રાપ્તિ - અનુભવમાં જ છે.
જેમાં લૌકિક જ્ઞાન નથી... ૨. જેમાં લૌકિક રીતરિવાજોનીન વિધિ છે કે ન નિષેધ છે.
જેમાં લૌકિક વાતોનું ખંડન (જેમ મૂર્તિને ઈશ્વર કહેવા એ લોક વ્યવહાર છે અને મૂર્તિપૂજાનું ખંડન કરવું તે લોક સ્થાપનાનો ઉચ્છેદ કરવા બરાબર છે. સત્તામાં તે બંને નથી.) પાપ- પુણ્યનો ક્લેશ નથી. કોઈપણ ક્રિયાની જેમાં આજ્ઞા નથી. જેમાં રાગ-દ્વેષ કાઈ નથી-વીતરાગ પરિણતિ છે. . જેમાં બંધ-મોક્ષ કાંઈ નથી-માત્ર જાણપણું જ છે. જેમાંન સ્વામી (પ્રભુ) છે, ન સેવક (દાસ) છે.
જેમાં ઊંચ-નીચનો કોઈ ભેદ નથી ૧૦. જેમાં કુળ.ચાર (કુળ પ્રમાણેની કઈ વિધિનથી.
જેમાં વાદ-વિવાદ, હાર-જીત કાંઈ નથી. ૧૨. જેમાં કોઈ ગુરુ નથી, કોઈ શિષ્ય નથી. ૧૩. જેમાં કાંઈ હાલવું-ચાલવું નથી (સ્થિરતા) છે. ૧૪. જેમાં બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય, શુદ્ધ કોઈ વર્ણ નથી. ૧૫. જેમાં કોઈનું શરણ નથી (માંગલિકના ચાર શરણ)
૭.
૯.