________________
૩. સ્વાનુભૂતિ
૧.
૧.
વ્યાખ્યાઃ - સ્વ એટલે આત્મા
પોતાના આત્માનો અનુભવ એજ સ્વાનુભૂતિ છે.” વિધિ - વર્તમાન જ્ઞાનની પ્રગટ પર્યાય પરનો પક્ષ છોડી, નિજ ભગવાન આત્મા - પરમપરિણામિક ભાવ- જે દ્રષ્ટિનો વિષય છે, તેનો પક્ષ લઈ, તેની રૂચિ, પ્રતિતી અને લક્ષ (પોતાના સ્વભાવનો નિર્ણય) કર છે અને તેમાં એકાગ્ર થાય છે. તો પ્રતિ સમય તે જ્ઞાનની પર્યાય શુદ્ધાત્માના આશ્રયથી શુદ્ધ થતી જાય છે (જેવો સ્વભાવ છે એ રૂપે પરિણમી જાય છે) અને જો આવું ધ્યાન બે ઘડી (અડતાલીસ મીનીટ) ધારાવાહી ચાલે તો એ જ્ઞાનની પર્યાય દક્ષ થઈ પૂર્ણ શુદ્ધ થઈ જાય છે અને એ શુદ્ધ જ્ઞાનની પર્યાયમાં ભગવાન આત્મા અપૂર્વ અતીનિય આનંદ સાથે અતીન્દ્રિયજ્ઞાનમાં જણાય છે, એને જ “આત્માનો અનુભવ” અથવા સ્વાનુભૂતિ કહેવાય છે.” ધર્મની પરિભાષામાં એને “સમ્યગ્દર્શન' (સમકિત) અથવા આત્મજ્ઞાન કહેવામાં આવે છે. જીવને પ્રથમ વખત આવા અતીન્દ્રિય સુખનો અનુભવ થાય છે. કેવળજ્ઞાન થતાં પૂર્ણ સુખની પ્રાપ્તિ થાય છે. આત્મધર્મની શરૂઆત આ નિર્વિકલ્પ અનુભૂતિથી જ થાય છે. આ એક સમયની વીતરાગી પર્યાય” છે. ' “વીતરાગ ચારિત્ર' ત્યાર પછી જ અંગીકાર કરવામાં આવે છે. અને કેવળજ્ઞાન થતાં પૂર્ણ “વીતરાગતા' પ્રગટ થાય છે.
$
$
$
છે.
આત્માનુભૂતિ અને ધ્યાન ૧) આત્માનુભૂતિ એજ “આત્મધર્મ છે. ૨) ધર્મની શરૂઆત આત્માનુભૂતિથી જ થાય છે. તે વખતના ધ્યાનને ધર્મ ધ્યાન”
કહેવામાં આવે છે. તેનું જ નામ “સમકત' છે. ૩) ધર્મની પૂર્ણતા પણ આત્માનુભૂતિની પૂર્ણતામાં છે. તે કેવળજ્ઞાન પ્રગટ થતાં
આત્મ સાધનાની પૂર્ણતા થાય છે. તે વખતના ધ્યાન ને “શુકલ ધ્યાન” કહેવામાં આવે છે.
‘કેવળ નિજ સ્વભાવનું અખંડ વર્તે જ્ઞાન;
કહીએ કેવળજ્ઞા તે, દહે છતાં નિર્વાણ.' આત્માનુભૂતિ’ જ “આત્મધ્યાન' છે. ૫) “આત્માનુભૂતિ’ એજ “જૈન શાસન છે.
જ્યાં સ્વઉપયોગ” પોતાના સ્વભાવમાં એકાગ્ર છે, ત્યાં જ્ઞાનની પર્યાય પોતે પોતાને જાણવામાં લીન છે તે અનુભૂતિની દશા છે અને તેને “શુદ્ધોપયોગ” પણ કહેવામાં આવે છે. અને તેટલો સમય સુખનું વેદન છે. આત્માનુભૂતિ' એજ “સુખાનુભૂતિ છે. આજ શાંતિ અને સુખનો પહેલામાં પહેલો ઉપાય છે.