________________
૯.
૧૦.
ર
જ્યાં ઉપયોગ પોતાના સ્વભાવમાં છે, વર્તમાન જ્ઞાનની પર્યાય પોતે પોતાને જાણવામાં લીન છે તે અનુભૂતિની દશા છે. અને તેટલો સમય અતિન્દ્રિય સુખનું વેદન છે. આત્માનુભૂતિ એ જ સુખાનુભૂતિ છે. વીતરાગી પરિણતિની ઉત્પત્તિને ભગવાને અહિંસા કહી છે. ભેદજ્ઞાન અને તત્વનો નિર્ણય એના મુખ્ય આધાર છે. “જ્ઞાનમાત્રા’’ આત્મામાં લીન થવું, તેનાથી સંતુષ્ટ થવું અને તેનાથી જ તૃપ્ત થવું - એ જ પરમધ્યાન છે. દ્રવ્યમ્રુષ્ટિ એ જ સમ્યગ્દષ્ટિ તેનાથી વર્તમાનમાં અતિન્દ્રિય આનંદ અનુભવાય છે. આવી આત્માની પ્રથમ દરજ્જાની અવસ્થા દૃષ્ટિમોક્ષ આ કાળમાં આ ક્ષેત્રમાં શકય છે. અસંભવ નથી. તે અનંતો પુરુષાર્થ માંગે છે. મહાવરાથી એ સહજ જ છે. પછી થોડાક કાળમાં પૂર્ણ સુખની - કેવળ જ્ઞાનની પ્રાપ્તિ થાય છે. આવું પ્રગટ કરનાર પુરુષ (આત્મા) તે સુખને જાણે છે. બીજાનો એમાં પ્રવેશ નથી.
8 જૈન સનાતન વીતરાગ દર્શન
૧ ૨ ૨ ૨
વીતરાગી પરિણતિની ઉત્પત્તિને ભગવાને અહિંસા કહી છે. અહિંસા પરમો ધર્મ' સચ્ચિદાનંદમય ભગવાન આત્માનો સ્વાદ-અનુભવ લેવામાં આવે ત્યારે ધર્મ થાય છે. આ જ માર્ગ છે આ જ સાધન છે. બહારના ક્રિયાકાંડ કે શુભરાગમય પરિણમન એ ધર્મ નથી. અનુભવ સંબંધી થોડુંક ચિંતવન
(૧) અનુભવ ચિંતાનિ રતન, અનુભવ કે રસકૂપ.... અનુભવ મારગ મૌખકો, અનુભવ મૌખ સ્વરૂપ. (૨) વસ્તુવિચાર ધ્યાવતૈઃ । મન પામે વિશ્રામ;
રસ સ્વાદન સુખ ઉપજે, અનુભવ તાકો નામ. (૩) ઉપજે મોહ – વિકલ્પથી, સમસ્ત આ સંસાર, અંતર્મુખ અવલોકતા, વિલય થતાં નહિ વાર.
(૪) ભગવાન આત્મા પરમાર્થ સ્વરૂપ - આનંદ રસનો-શાંત રસનો-અકષાય રસનો સમુદ્ર છે. તેમાં અંતર્ભગ્ર થતાં શાંત રસનો-આનંદ રસનો આહ્લાદકારી સ્વાદ આવે છે આનું નામ જિન-શાસન છે.
(૫) આત્મ અનુભવની જે દશા છે - તે સમ્યક્ત્વ છે અને તે ધર્મ છે. તે સંવર - નિર્જરા – મોક્ષ છે. આ જ એક સુખી થવાનો ઉપાય છે. મોક્ષ છે – સુખની પર્યાય પ્રગટ થઈ શકે છે.
(૨) સ્વભાવનો સ્વીકાર – તું છો મોક્ષસ્વરૂપ
સાર ઃ (૧)
(૩) તેનો ઉપાય છે. વર્તમાન જ્ઞાનની પર્યાય સ્વભાવનું આલંબન લઈ ત્યાં એકાગ્ર થાય તો મોક્ષની પર્યાય પ્રગટ થાય છે.
‘વીતરાગતા’
(૧) વસ્તુ પોતે મોક્ષસ્વરૂપ જ છે. તેનું સામર્થ્ય તેની શક્તિ – તેનું સત્ત્વ સદા
મુક્ત સ્વરૂપ જ છે.
(૨) પણ આ તો પર્યાયમાં મુક્તિ થાય છે, અનુભવાય છે.
(૩) જેણે આત્માને અબદ્ધસ્પષ્ટ જાણ્યો તેણે જૈન શાસ જાણ્યું છે. (૪) ભગવાન આત્માને રાગ અને કર્મના બંધરહિત જાણનારી જે શુદ્ધોપયોગની પરિણતિ છે તે જૈન શાસન છે.
અશુદ્ધોપયોગ (શુભાશુભભાવરૂપ)-રાગની પરિણતિ કાંઈ જૈન શાસન નથી..