________________
જન સનાતન વીતરાગ- દર્શન
અનાદિ-અનંત સનાતન વીતરાગ દિગંબર પરંપરા એજ સત્યધર્મ છે. વિશ્વધર્મ છે, એ વસ્તુ સ્વરૂપ બતાડે છે. સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રની એકતારૂપ મોક્ષમાર્ગ ત્રણકાળ ત્રણ લોકમાં એક જ છે. એ મોક્ષમાર્ગના સાચા નિમિત્ત વીતરાગી દેવ-ગુરૂ-શાસ્ત્ર (ધર્મ) છે. “સહજ આત્મસ્વરૂપ સર્વજ્ઞદેવ પરમ ગુરૂ” જૈન શાસન એટલે વીતરાગ વિજ્ઞાન -યથાર્થ વસ્તુ સ્વરૂપ. “તત્વજ્ઞાન” એ જૈન દર્શનનું રહસ્ય છે. પ્રત્યેક દ્રવ્ય “દ્રવ્ય-ગુણ-પર્યાયાત્મક” છે એવું છ દ્રવ્યનુ સ્વરૂપ છે. ૧) જીવ ૨) પુગલ ૩) ધર્મ ૪) અધર્મ ૫) આકાશ ૬)કાળ સાત તત્વો દ્વારા મોક્ષમાર્ગનું યથાર્થ નિરૂપણ કરનાર જૈન દર્શન ૧) જીવ ૨)અજીવ ૩)આશ્રય ૪)બંધ ૫) સંવર ૬) નિર્જરા અને ૭)મોક્ષ અનેકાન્ત એ જૈનશાસનનો આત્મા છે, સ્યાદવાદ એ જૈનશાસનની કથનશૈલી છે, નિશ્વય અને વ્યવહાર પૂર્વક વસ્તુ સ્વરૂપનુ યથાર્થ પ્રતિપાદન કરનાર જૈન દર્શન અલૌકિક છે. અતિ દુર્લભ છે. જૈન તત્વનો આધાર મૂળભૂત સિધ્ધાંતો છે. ૧) દ્રવ્યની સ્વતંત્રતાનો સિદ્ધાંત ( સ્વયં સંચાલીત વિશ્વ વ્યવસ્થા) પ્રત્યક દ્રવ્ય પોતાનું સ્વતંત્ર સ્વયં અસ્તિત્વ ટકાવીને સ્વતંત્ર પરિણામી રહ્યો છે. દ્રવ્ય-ગુણ પર્યાય એ ત્રણે સ્વતંત્ર છે. ૨) ક્રમબધ્ધ પર્યાયનો સિદ્ધાંત દરેક દ્રવ્યની દરેક ગુણની પર્યાય નિશ્ચિંત ક્રમબધ્ધ છે. જે દ્રવ્યનુ, જે ક્ષેત્રે, જે કાળે, જે ભાવે જે નિમિતથી સર્વજ્ઞ દેવે જે પ્રમાણે પરિણમન જોયુ છે તે દ્રવ્યનું તે ક્ષેત્રે તે કાળે તે ભાવે તે જ નિયમથી તે જ પ્રમાણે પરિણમન થાય એમાં નરેન્દ્ર, દેવેન્દ્ર કે જિનેન્દ્ર કાંઈ કરી શકે નહિ. ૩) ઉપાદાન નિમિત્તની સ્વતંત્રતાનો સિદ્ધાંત દરેક પર્યાય તેની ઉપાદાનની યોગ્યતા પ્રમાણે થાય છે ત્યારે નિમિત્તની હાજરી હોય છે પણ નિમિત્ત કાંઈ કરતું નથી. ૪) પાંચ સમવાય કાર્ય થવામાં પાંચ ૧) સ્વભાવ ૨) નિયતિ ૩) કાળલબ્ધિ ૪) નિમિત્ત અને ૫) પુરુષાર્થ સાથેજ હોય છે. ધર્મનું પ્રયોજન શું છે? શું કામ ધર્મ કરવો જોઈએ? ૧) સુખની ઉત્પતિ ૨) સુખની વૃધ્ધિ ૩) પૂર્ણ સુખની પ્રાપ્તિ. મોક્ષ એજ આત્માનું હિત છે. દુ:ખમાંથી છુટકારો એજ મુક્તિનો ઉપાય છે. તે સમયે સર્વ કર્મોનો સ્વયં ક્ષય થઈ જાય છે. “અનુભૂતિ”, “આત્માનુભૂતિ”, “સ્વાનુભૂતિ” એજ જૈન શાસન છે. ધર્મની શરૂઆત - અતિન્દ્રિય સુખની શરૂવાત આત્માનુભૂતિથી થાય છે. આત્માનુભૂતિ જ આત્મધર્મ છે, આત્મધ્યાન છે. આત્મની નિર્વિકલ્પ અવસ્થા એજ આત્માનુભૂતિ છે. ધર્મની શરૂઆત જે આત્મનુભૂતિથી થાય છે તે વખતના ધ્યાનને “ધર્મ ધ્યાન” કહેવામાં આવે છે. તેનું જ નામ સમીકીત છે. તે જ નિશ્ચય સમ્યગ્દર્શન છે. શ્રદ્ધાગુણની નિર્મળ પરિણતી છે. ધર્મની પૂર્ણતા પણ આત્માનુભૂતિની પુતામાં છે. તે કેવળજ્ઞાન પ્રગટ થતાં, અનંત ચતુષ્ટય પ્રગટ થતાં સાધનાની પૂર્ણતા થાય છે. તે વખતના ધ્યાનને “શુકલ ધ્યાન'' કહેવામાં આવે છે. અને પછી સિધ્ધ દશા પ્રગટ થાય છે. એ સંપૂર્ણ શુધ્ધતાની સ્થિતિ છે.