________________
ભાવ ભવ બધુ ફરી ગયું. શરીરના અનંતા રજકણો કયારે અને કયાં કેમ થશે એની છે ખબર? માટે જાગતા રહેશે તે બચશે. આવી જાતની વૈરાગ્યની પ્રેરણા છે.
જયારે જુઓ ત્યારે નિગોદના એક શરીરમાં રહેલા અનંત જીવોના અનંતમાં ભાગે એ જ મોક્ષે જાય. આહાહા...! એ નિગોદમાંથી નીકળીને આવા મનુષ્યના ભાવ મથાને વીતરાગની વાણી મળી. એ તો ધન્ય ભાગ્ય ! મહા પુણ્યના થોક હોય - મેરુ જેટલા પુણ્યના થોક હોય ત્યારે આવો યોગ મળે છે. હવે કામ કરવું એના હાથની વાત છે. ભાઈ! આવા કાળે તું તારું કામ કરી લે. આ અપૂર્વ અવસર છે. તારી મોહજનીત હઠ છોડી દે. પરથી એકત્ત્વ એ જ અનાદિનો એક રોગ છે અને એનુજ એને દુઃખ છે પરથી વિભક્ત -ભેદજ્ઞાન એ એક જ ઉપાય છે. બસ આખા સમયસારમાં પહેલેથી ઠેઠ સુધી આ એકજ વાત છે સમજીને સમાઈ જવાની વાત છે મિથ્યાત્વ એ મોટામાં મોટો કષાય છે. તત્ત્વ નિર્ણય કરતાં તે મંદ થતું જાય છે. નિર્ણય પુરો થઈ ગયો એટલે એનો અભાવ થઈ જશે સમ્યગ્દર્શન પ્રગટ થશે. બધી વાત કરીને કહેવું છે. એકજ, “દ્રવ્ય સન્મુખથા પહેલાં રૂચિથી ને પછી પુરુષાર્થથી.” મારું તત્ત્વ અને સદાય અનુકૂળ જ છે જેટલી ચૈતન્ય કલ્પવૃક્ષની એકાગ્રતા કરું એટલ મોજ છે મારે બીજાની જરૂર નથી. સ્વાધીનતાનો આ માર્ગ
છે. બાકીતો સૌના પરિણામની જવાબદારી સૌના માથે છે. ૧૦. સમ્યગ્દર્શન થયું એટલે અનંત અનંત ક્રોડ રૂપીયાનું દેવું ચુકવાઈ ગયું. માત્ર અડધા
રૂપીયાનું દેવું બાકી રહે છે. તે એકાદ બે ભવમાં ચૂકાઈ જશે. આવો વીતરાગનો માર્ગ છે.
૫.
આત્માનુભૂતિ સંબંધીત પ્રેરણાદાયક ગુરૂદેવના વચનો -
હું જ્ઞાયક છું–જ્ઞાયક છું--જ્ઞાયક છું – એમ અંદરમાં રટણ રાખ્યા કરવું, જ્ઞાયક સન્મુખ ઢળવું, જ્ઞાયક સન્મુખ એકાગ્રતા કરવી. આહાહા ! એ વર્તમાન જ્ઞાનની પર્યાયને જ્ઞાયક સન્મુખ વાળવી બહુ કઠણ છે, અંનતો પુરુષાર્થ માંગે છે. જ્ઞાયક તળમાં પર્યાય પહોંચી, આહાહા... એની શી વાત એવો પૂર્ણાનંદનો નાથ પ્રભુ! એની પ્રતીતિમાં એના વિશ્વાસમાં ભરોસામાં આવવો જોઈએ કે અહો! એક સમયની પર્યાય પાછળ આવડો મોટો ભગવાન તે હું જ.! શ્રદ્ધા એવી હોય કે રાગને ઘટાડે, જ્ઞાન એવું હોય કે જે રાગને ઘટાડે, ચરિત્ર એવું હોય કે રાગને ઘટાડે. શાસ્ત્રનું તાત્પર્ય વીતરાગતા છે. ક્રમબદ્ધ પર્યાયની શ્રદ્ધા પણ એને કહેવાય જે રાગને ઘટાડે. ક્રમબધાની શ્રદ્ધામાં અકર્તાપણું આવે છે. જે થાય તેને કરે શું ? જે થાય તેને જાણે છે. જાણનાર રહેતાં જ્ઞાતા રહેનાં, રાગ ટળતો જાય છે ને વીતરાગતા વધતી જાય છે. વીતરાગતા વધવી એ જ શાસ્ત્રનું તાત્પર્ય છે. એક બે ઘડી શરીરાદિ મૂર્તિક દ્રવ્યોનો પાડોશી થઈને જ્ઞાયકભાવનો અનુભવ કર. જેમ રાગનો ને પુણ્યનો અનુભવ કરે છે એ તો અચેતનનો અનુભવ છે. ચેતનનો અનભવ નથી. માટે એકવાર મારીને પણ, શરીરાદિનો પાડોશી થઈને, ઘડી બેવડી પણ જ્ઞાયકભાવનું લક્ષ કરીશ તો તુરત જ આત્મા અને રાગની ભિન્નતા થઈ જશે અને જેવું તારું આત્મસ્વરૂપ છે તેવો અનુભવ થશે.