________________
૬. વિશેષ પુણ્યના ઉદય
: સામાન્ય રોટી, કપડા, મકાન સંબંધી બિજા જીવો
કરતાં વિશેષ અનુકૂળતા જોવામાં આવે છે. : સંબંધીયો મિત્રો સાધક્ષ્મ જીવો સામાન્ય રીતે અનુકૂળ : સંજ્ઞી પંચેન્દ્રિય મનુષ્ય થવું એટલે જ્ઞાનનો વિશેષ ઉપાડ
છે
અનુકુળ સંબંધીઓ ક્ષયોપશમ લબ્ધિ
$
૯. વિશુદ્ધિ લબ્ધિ : પરિણામ વિશુદ્ધ થાય છે. કષાય મંદ થયા છે. સ્વરૂપ
સમજવાની રૂચિ અને જિજ્ઞાસા થઈ છે. ૧૦. દેશના લબ્ધિ ': તારી રૂચી પ્રમાણે વીતરાગી ભગવંતોની દેશના
(માર્ગદર્શન) પ્રાપ્ત થઈ છે. આટલું બધુ તને પ્રાપ્ત થયું છે હવે પુરુષાર્થ કરી તારા આત્માનું હિત કરવાનો અવસર આવ્યો છે.
૪.
આ મનુષ્ય ભવમાં શું કરવું એના પ્રેરણાદાયક ગુરૂદેવના વચનો ૧. હે જિજ્ઞાસુ! તું નિગોદમાંથી બહાર નીકળ્યો છે, મનુષ્યપણું પામીને પંચમ
પરમભાવને બતાવનારી જિનવાણી સાંભળવા આવ્યો છે, સાંભળે છે તો તું પરમાત્માપણે પરિણમી શકે એવો જ છો. અમે તને કહીયે છીએ કે તું સ્વભાવપણે પરિણમવાને લાયક જ છો. માટે સંદેહ ન કર, નિઃસંદેહ થા. વિશ્વાસ લાવ , પંચમ આરો કે ઓછા પુણ્ય કે પર્યાયમાં ઓછપ લક્ષમાં ન લે. તું પૂરણ પરમાત્મા તત્વ છો ને તે પણ તે પણ પરિણમવાને લાયક જ છો. સર્વજ્ઞો, સંતો, શાસ્ત્રો પોકાર કરીને અમે કહે છે કે પહેલામાં પહેલો આત્માને જાણવો, આત્માને અનુભવવો એના વિના એક ડગલું પણ આગળ નહિ ચાલે. આત્માનું પરમાર્થ સ્વરૂપ બતાવવા સીધી વાત કરી છે કે પહેલામાં પહેલો આત્માને જાણી અનુભવ કર. આત્મ અનુભવ સિવાય બધા મીંડા છે. લાખ કષાયની મંદતા કરે, લાખો શાસ્ત્ર ભણે, પણ અનુભવ વિના બધાં મીંડા છે. એકડા વગરના મીંડા છે. દ્રવ્યલિંગી મુનીએ શું નથી કર્યું એનો વિચાર કર. અગીઆર અંગ અને નવ પુર્વનો શાસ્ત્ર અભ્યાસ કર્યો, રાજપાટ છોડી મુની દીક્ષા ગ્રહણ કરી અઠાવીસ મુળ ગુણ દોષ વગર પાડયા પણ સ્વભાવની રૂચિ-પ્રતિતી ન કરી. સમ્યકત્ત્વ પ્રગટ ન કર્યું આત્માનો અનુભવ ન કર્યો. સમ્યગ્દર્શન કરવા માટે વારંવાર ભેદજ્ઞાન અને તત્વના નિર્ણયનો અભ્યાસ કરવો - આજ સ્વાધ્યાય કરવો વિચાર કરવો, મંથન કરવું આનાથી તત્ત્વનો નિર્ણય થાય છે. નિર્ણય પાકો થતાં સમ્યગ્દર્શન થાય છે. આ તો સંપૂર્ણ આત્મા પ્રત્યે સમર્પણની ભાવના છે. આખો દિવસ, નિવૃત્ત થઈને શાસ્ત્રનો અભ્યાસ કરવો, વિચાર મનન કરીને તત્વોનો નિર્ણય કરવો અને શરીરાદિથી અને રાગથી ભિન્નતાનો અભ્યાસ કરવો. રાગાદિથી જ્ઞાનની ભિન્નતાનો અભ્યાસ કરતાં કરતાં આત્માનો અનુભવ થાય છે. સુખી થવાનો આ જ એક ઉપાય છે. ભાઈ ! અત્યારે તો પોતાનું કામ કરી લેવા જેવું છે અરે મા-બાપ, ભાઈ-બહેન સગા સંબંધી આદિ અનેક કઢંબીઓ મરીને કયાં ગયા હશે ? એની કાંઈ ખબર છે? અરે મારે મારા આત્માનું હિત કરી લેવા જેવું છે એમ એને અંદરથી લાગવું જોઈએ. આહાહા...! - સગા-સંબંધી બધા ચાલ્યા ગયા, તેના દ્રવ્ય-ક્ષેત્રકાળ -