________________
૫.
૭.
જીવની વર્તમાન જ્ઞાનની પર્યાયનો ઉપયોગ ત્યાં જતાં એ પરિસ્થિતિનું જ્ઞાન થાય છે. તેને કર્મનો ઉદય કહેવામાં આવે છે-ત્યારે કર્મનો ખરી જવાનો કાળ છે. જીવની છવાસ્થ અવસ્થામાં તે જ સમયે ચારિત્રગુણની પર્યાયમાં રાગ-દ્વેષના પરિણામ સ્વતંત્ર જોવામાં આવે છે એને શુભ કે અશુભ ભાવ પણ કહેવામાં આવે છે. હવે મિથ્થામાન્યતાથી વર્તમાન જ્ઞાનની પર્યાય એ સંયોગો સાથે એકત્વ કરે છે–સંયોગો સાથે જોડાઈ જાય છે અને દુઃખનો અનુભવ કરે છે. હવે પરમાર્થથી જોઈએ તો જીવના રાગ-દ્વેષ પરિણામ છે તે પણ ૧. સ્વતંત્ર ૨. ક્રમબદ્ધ ૩. પોતાની ઉપાદાનની યોગ્યતાથી થાય છેપોતાના કારણે થાય છે એ ચૈતન્યની પરિણતી છે જીવની પર્યાયમાં થાય છે એમને ચિદાભાસ કહેવામાં આવ્યા છેપ્રથમ એ જીવનો અપરાધ છે એમ સ્વીકાર કરાવે છે. એક સમયની ભૂલ અનાદિથી ચાલી આવે છે. તે કાળે મિથ્યાત્વાદિ જડ પુદગલના પરિણામ છે, તે કર્મના પોતાના કારણે જડના પરિણામ છે, તે નવા કર્મ આવવાનું નિમિત્ત છે માટે તેને આશ્રવ કહયાં છે. એ દ્રવ્ય આશ્રવ છે. હવે તે નવા કર્મના આસ્ત્રમાં નિમિત્ત કયારે થાય ? કે જૂના કર્મના ઉદય વખતે જીવ મોહ અને રાગ-દ્વેષ વડે એમાં જોડાય તો નવા કર્મના આવામાં નિમિત્ત છે જીવનો સ્વભાવ નહી એમ આધ્યાત્મની અપેક્ષાએ વાત છે. કર્મ આસ્ત્રવણમાં નિમિત્તપણાનું નિમિત્ત મોહ- રાગ-દ્વેષ છે કે જે ઓ જીવના અજ્ઞાનમય આત્મપરિણામ છે - પોતાના કારણે થયેલા છે અને તેજ ખરેખર
સ્ત્રવ છે તેને ભાવ આસ્રવ કહેવામાં આવે છે. ' આ ભાવ આસ્રવ દુઃખરૂપ છે દુ:ખના કારણ છે તેથી એ સિદ્ધ થાય છે દુ:ખનુ ખરેખર કારણ મિથ્યાત્વ છે અને ગૌણપણે તેની સાથે રહેલા રાગ-દ્વેષના પરિણામ છે. જીવની પોતાના અને પરના સ્વરૂપ સંબંધી વિપરીત માન્યતા છે એ ભૂલ સૌથી મોટું પાપ છે. એ મિથ્યાત્વ પાપનો બાપ છે એ સમજવા જેવું છે. જીવ અનાદિથી મિથ્યાદ્રષ્ટિ છે એ જ દુઃખનું કારણ છે. એ મિથ્યાત્વ ભાવમાં અનંત નરક નિગોદના ભવ કરવાની તાકાત છે. મિથ્યાત્વ એ જ સંસાર પરિભ્રમણનું મૂળ કારણ છે. હવે જો આ ભવમાં મિથ્યાત્વના નાશનો ઉપાય ભેદજ્ઞાન અને યથાર્થ નિર્ણય નહી કરવામાં આવશે અને ત્રસ પર્યાયનો જે ૨૦૦૦ સાગરોપમનો કાળ - પૂરો થઈ જશે તો નિયમથી જીવ પાછો નિગોદમાં ચાલ્યો જશે અને અનંતકાળ ત્યાં દુ:ખ ભોગવવું પડશે.
૩. તમને શુ પ્રાપ્ત થયું છે ? તેનું જ્ઞાન કરાવીએ આર્યક્ષેત્રમાં જન્મ : ચોથા કાળમાં જયાં ઋષભદેવથી મહાવીર પર્યંત
| તીર્થંકરો વીચારતા હતા. ૨. મનુષ્ય તરીકે જન્મ : બહુ પુણ્યના યોગ્યથી આ મનુષ્ય તરીકે અવતાર થવો. જૈન કુળમાં જન્મ : જે કુટુંબમાં જન્મ થયો ત્યાં તને વિતરાગી દેવ-ગુરૂ
શાસ્ત્રનો જન્મથી પરિચય થયો છે. ૪. પૂર્ણ આયુષ્ય : (૬૦ વર્ષ પસાર થઈ ગયા એ પૂર્ણ આયુષ્ય બતાવે છે). ૫. તંદુરસ્ત આયુષ્ય : હજી ઈન્દ્રિયો અને મન જેનું જ્ઞાન અવલંબન લે છે એ