________________
૧.
-
૨.
જૈન દર્શનનું રહસ્ય કર્મનું સ્વરૂપ, સ્થિતિ અને ફળ
અનાદિ કાળથી જીવ અને કર્મનો સંબંધ છે. કર્મ બંધન છે. સંસાર પરિભ્રમણ છે. કરણાનુયોગના શાસ્ત્રોમાં કર્મનો વિસ્તારથી વર્ણન છે. બહુજ સૂક્ષ્મ વર્ણન છે. કર્મની સ્વતંત્ર સત્તાનો સ્વીકાર કરો. કાર્પણ શરીર જીવની સાથે અનાદિથી છે. પણ જીવ એનાથી ભિન્ન છે. એ દ્રવ્ય કર્મ અંનત પ્રકારના છે. એમાં પ્રયોજનભૂત મુખ્ય આઠ ગણવામાં આવ્યા છે. ૧. ચાર ધાતી કર્મ ૨. ચાર અધાતી કર્મ ધાતી કર્મ:- ૧. જ્ઞાનાવરણીય ૨. દર્શનાવરણીય ૩.મોહનીય ૪. અંતરાય અધાતી કર્મ :- ૧. નામ ૨. ગૌત્ર ૩. આયુષ્ય ૪. વેદનીય આ દ્રવ્ય કર્મના પુદગલ પરમાણુ જડ છે, અચેતન છે, રૂપી છે, એ પુદગલ દ્રવ્ય છે એમાં ચેતના નથી-અજીવ છે. જયારે જીવ એક ચૈતન્ય સત્તા છે - જ્ઞાન દર્શનયુક્ત છે. જીવ અને કર્મ ની સત્તા ભિન્ન-ભિન્ન છે. બંનેના દ્રવ્ય ગુણ-પર્યાય ભિન્ન ભિન્ન છે. બંને સ્વતંત્ર દ્રવ્ય છે. આ દેહ એટલે મન વચન કાયા એ પુદગલ પરમાણુઓનો જથ્થો છે. એમાં ચેતના નથી-તેવીજ રીતે કર્મના પુગલ પરમાણુ પણ અજીવ છે. એમાં ચેતના નથી, ન જડ છે. જેવી રીતે આત્મા અને દેહ ભિન્ન-ભિન્ન સત્તા છે તેવી જ રીતે આત્મા અને દ્રવ્ય કર્મ ભિન્ન-ભિન્ન સત્તા છે. છ દ્રવ્યમાં જીવ અને પુગલ ભિન્ન-ભિન્ન બતાવામાં આવ્યા. સાત તત્ત્વમાં જીવ અને અજીવ ભિન્ન-ભિન્ન તત્વ છે બંનેમાં આ જે ભિન્નતા છે- ભેદ છે તેનું જ્ઞાન કરાવવામાં આવ્યું છે. આનુ નામ ભેદજ્ઞાન. અનાદિથી બંનેનો સંયોગ જોવામાં આવે છે તેથી અજ્ઞાની જેને ભેદજ્ઞાનનો અભ્યાસ નથી એ જીવ અને કર્મ બંને સાથે મળીને કાર્ય કરે છે એવી ભ્રાંતિમાં છે. ખરેખર પરમાર્થ દષ્ટિથી જોઈએ તો જીવ અને દ્રવ્યકર્મનો કર્તા-કર્મ સંબંધ નથી પરંત નિમિત-નૈમિતિક સંબંધ જોવામાં આવે છે એ ધ્યાનથી સમજવા જેવી વસ્તુ
.
૫.
કર્મનું વાસ્તવિક સ્વરૂપ સમજીએઃ
દરેક સમયે કર્મનો ઉદય છે એનો અર્થ સમજીએ. કર્મનો જીવ સાથે રહેવાનો કાળ નિયત છે. કર્મની સ્થિતિ, પ્રકૃતિ, પ્રદેશ અને અનુભાગ સમજવા જેવા છે. જયારે એ નિયત કાળ પૂરો થાય છે ત્યારે એ કર્મનો આત્મા સાથેનો સંયોગ પૂર્ણ થાય છે. અને કર્મ ત્યાંથી છૂટા પડવા તૈયાર થાય છે અને કાર્ય દ્રવ્યાનુયોગના સિદ્ધાંત પ્રમાણે ૧. સ્વતંત્ર ૨. ક્રમબદ્ધ ૩. ઉપાદાનની યોગ્યતા પ્રમાણે થાય છે તેમાં બીજી સતાનો વિક્ષેપ નથી. તે વખતે શું જોવામાં આવે છે? અનાદિથી ભ્રાંતિમાં જીવે પોતાના માન્યા છે - જેમ કે દેહ સ્ત્રી-પુત્ર-સંબંધીઓ, પ્રાપ્ત સામગ્રી રોટી, કપડા, મકાન, ધન, અને દેવ-ગુરુ-શાસ્ત્ર એમનું કાંઈક પરિણમન જોવામાં આવે છે કારણ કે પ્રત્યેક દ્રવ્યદ્રવ્ય-ગુણ-પર્યાયાત્મક હોવાથી પોતાના ગુણોને ટકાવી પરિણમી રહયો છે આ વસ્તુવિજ્ઞાનનો સિદ્ધાંત છે. એ જીવને અનુકૂળ કે પ્રતિકૂળ જણાય છે.
૩.