________________
પાંચ સમવાય (જ્ઞાનના કાર્યમાં લગાડવા)
કોઈ પણ કાર્ય થાય ત્યારે પાંચ સમવાય અનિવાર્ય છે. ૧) સ્વભાવ ૨) હોનહાર (નિયતિ) (ભવિતવ્ય) ૩) કાળલબ્ધિ ૪) પુરુષાર્થ ૫) નિમિત્ત મોક્ષમાર્ગની પ્રાપ્તિનો કાળ હોય ત્યારે (સમ્યગ્દર્શન કેવળજ્ઞાન)
ચિદાનંદ સ્વભાવ ઉપર દ્રષ્ટિ જાય તે સ્વભાવ થયો.
૧.
૨.
3.
૪.
ચિદાનંદ સ્વભાવની દ્રષ્ટિ થઈ તે સ્વભાવ તરફનો અનંતો પુરુષાર્થ છે.
તે જ કાળે આ (નિર્મળ) પર્યાય થવાનું જ્ઞાન થયું તે કાળલબ્ધિ છે.
આ જે (નિર્મળ) ભાવ તે કાળે થયો તે થવાનો હતો તેજ થયો તે ભવિતવ્ય (નિયતિ).
ત્યારે પ્રતિકૂળ નિમિત્તનો અભાવ થયો તે નિમિત્ત થયું
૫.
આ રીતે જ્યારે સમ્યગ્દર્શનની પર્યાય પ્રગટ થાય છે;
આત્માનુભૂતિ થાય છે, શુધ્ધોપયોગ થાય છે, ત્યારે આ પ્રમાણે પાંચ સમવાય સાથે જ હોય છે.
(રાગની રુચિ ફેરવી અને સ્વભાવની રુચિ કરવી એ જીવના પોતાના અધિકારની વાત છે. અને એજ સત્ય પુરુર્ષાર્થ છે) (દ્રવ્યદ્રષ્ટિ જિનેશ્વર બોલ નં ૪૦૩)
સમયસાર ગાથા ૩૨૦ નો સાર
૧. અહાહા...! જયસેન આચાર્ય મહામુનીવર દિગંબર સંતની ટીકા છે. તેઓ વનવાસી મુનિ હતા. મુખ્યપણે નિજાનંદરસમાં લીન રહેતા હતા. તેમની આ ટીકા છે. ૨. તેમાં શું કહે છે? કે પરમપાણિામિક પરમભાવરૂપ એવો જે દ્રવ્ય સ્વભાવ છે,
૩. તેને ગ્રહણ કરનાર અર્થાત્ જાણનાર શુધ્ધ ઉપાદાનભૂત શુધ્ધદ્રવ્યાર્થિકનયે જીવ કર્તૃત્ત્વ-ભોકતૃત્ત્વથી શૂન્ય છે.
૪. અહીં શુધ્ધદ્રવ્યાર્થિકનયે કહ્યું ને ? મતલબ કે શુધ્ધ ઉપાદાન તો ત્રિકાળ છે. ૫. પણ તેના લક્ષે જે વર્તમાનદશા પ્રગટે છે તે પણ કર્તા-ભોકતાપણાથી શૂન્ય છે.
૬. અહાહા...! જે ત્રિકાળીને પકડે એવી જે આનંદની દશા તે-રૂપે-જે પરિણત છે તે જીવ (સમ્યદ્રષ્ટિ જીવ) પણ શુભાશુભ રાગના અને પરપદાર્થના કર્તા-ભોકતાપણાથી શૂન્ય
છે.
૭. હવે લોકોને બિચારાઓને આ સાંભળવા મળે નહિ એટલે કઠણ પડે,
પણ ભાઈ ! આપરમ સત્ય વાત છે.
૮. દયા, દાન, વ્રત, ભક્તિ ઇત્યાદિ કરતાં કરતાં નિશ્ચય સમક્તિ અને નિશ્ચય ચારિત્ર પ્રગટશે એમ જેઓ માને છે તેમને શુદ્ધ અંતઃતત્ત્વની ખબર નથી.
૯. કેટલાંક તો આ શુધ્ધ અંતઃતત્ત્વની વાત એકાંત છે એમ માની ઉડાડી દે છે.
૧૦. પણ અરે પ્રભુ ! આવા ભાવથી તને સંસારનું પરિભ્રમણ થશે. ભાઈ ! આ તારા હિતની વાત છે. એની ઉપેક્ષા કરવાથી તને ભારે નુકશાન થશે.
૧૧. અરેરે! સર્વજ્ઞ પરમેશ્વર ભગવાન કેવળી અહીં રહ્યા નહિ, ત્રણ જ્ઞાન અને ચારજ્ઞાનની દશાવાળા પણ રહ્યા નહિ!
આ સત્યનો હકાર કોની પાસે કરાવવો? તું માને, ન માને; પણ માર્ગ તો આ જ છે
ભાઈ!
૧૨.
૧૭