________________
૪.
આચાર્યદેવ કરૂણા કરીને કહે છે કે હે આંધળા .તને વેપારના ચોપડા આદિ અનેક કળાનું બધું જાણપણું છે અને તારા સુખનું નિધાન તારી વસ્તુનું તને જ્ઞાન નહિ ! તું સ્વયં જયોતિ સ્વરૂપ છે!, સુખનું ધામ છો, તેનું તને શાન નહિ, ભાન નહિ, શ્રદ્ધા નહિ અને દુઃખના કારણભૂત બાહા પદાર્થનું જ્ઞાન, આહાહા-કેવી વાત છે. જાણનારને જાણ નહિ - એ તે કેવું જ્ઞાન ! અનુભવ થતો નથી એમાં અમારો શું દોષ છે? આ પરનો, ઉત્સાહ આવે છે એ જ દોષ છે, અને પોતાનો ઉત્સાહ નથી આવતો, પરમાંજ સાવધાની રાખે છે અને પોતામાં સાવધાન નથી થતો એ જ દોષ છે. પરનું માહાલ્ય આવે છે અને પોતાના સ્વભાવનું માહાત્મ આવતું નથી એ જ દોષ છે. સંક્ષેપમાં આ મોટો દોષ છે. જેને ચૈતન્યનું લક્ષ બંધાણું છે એનુ જોર (સહજ ઉગ્રપુરુષાર્થ) ચૈતન્ય તરફ વળી રહ્યું છે. આ જ સ્વભાવ છે, આ જ સ્વભાવ છે. એમ સ્વભાવમાં જ જોર હોવાથી અમે તેને ઓછી શ્રધ્ધિ વાળો કેમ દેખીયે ? મિથ્યાદષ્ટિ હોવા છતાં તે સમ્યક સન્મુખ થઈ ગયો છે તે સમ્યફ લેવાનો છે. આત્મા એટલે સમજણનો પિંડ -જ્ઞાનનો પિંડ– બસ આમાં તો સમજવું-- સમજવું--સમજવું જ એક આવે છે. બીજું કાંઈ કરવાનું આવતું નથી ! પણ સમજવું એ કરવું નથી ? એ શ્રદ્ધા-જ્ઞાનની ક્રિયા શું નથી ? સમજવાનું જ એક કરવાનું છે. પરતું સમજવાનું કરવું, જ્ઞાન કરવું એનું એને માહાલ્ય આવતું નથી. પ્રશનઃ રૂચિ થાય અને અહીં સમ્યગ્દર્શન ન થાય તો બીજા ભવમાં સમ્યગ્દર્શન થાય એવું કાંઈ ખરું? ઉત્તરઃ રૂચિ થાય એને થાય, એને થાય જ–-થાય જ-થાય જ થાય
-થાય ને થાય જ. યથાર્થ રૂચિ અને લક્ષ થાય એને સમ્યગ્દર્શન ન થાય એમ ત્રણ કાળમાં બને જ નહીં. વીર્યમાં હિણપ - હતુ ઉત્સાહ ન આવવો જોઈએ. વીર્યમાં ઉત્સાહ- નિશંકતા આવવી જોઈએ. કાર્ય થશે જ એમ એને થવું જોઈએ. કર્મની હયાતિ છતાં, વિકારની હયાતિ છતાં, અલ્પજ્ઞાનની હયાતિ છતાં, જેનો દષ્ટિમાં નિષેધ થઈ ગયો, છતાને અછતા કર્યા અને ભગવાન પુર્ણાનંદ પર્યાયમાં અછતો, અપ્રગટ છતાં શ્રદ્ધા-જ્ઞાનમાં તેને છતો કર્યો. એનું નામ જ સમ્યગ્દર્શન છે. પર્યાય જો દશ્ય હૈ, ઉસકો અદશ્ય કરકે, ઔર ગુણભેદ જો દશ્ય હૈ ઉસકો અઠશ્ય કરકે ઔર દ્રવ્ય જો અદશ્ય છે, ઉસકો દેશ્ય કરકે, પૂર્વે અનંતા તીર્થકરોને સમ્યગ્દર્શન પાયા હૈ, યહ એક હી માર્ગ છે, એક હોય ત્રણ કાળમાં પરમાર્થનો પંથ. આ વાતનો વિશ્વાસ આવવો જોઈએ. આ સંપૂર્ણ સાધનાનો-જૈન દર્શનના રહસ્યનો સાર છે. આત્માનુભૂતિ એ જ જૈન શાસન છે.
જન સનાતન વીતરાગ- દર્શન
અનાદિ-અનંત સનાતન વીતરાગ દિગંબર પરંપરા એજ સત્યધર્મ છે, વિશ્વધર્મ છે, એ વસ્તુ સ્વરૂપ બતાડે છે. સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રની એકતારૂપ મોક્ષમાર્ગ ત્રણકાળ ત્રણ લોકમાં એક જ છે. એ મોક્ષમાર્ગના સાચા નિમિત્ત વીતરાગી દેવ-ગુરૂ-શાસ્ત્ર (ધર્મ) છે. “સહજ * આત્મસ્વરૂપ સર્વદેવ પરમ ગુરૂ”