________________
જો બીજે રીતે (શબ્દો પ્રમાણે) અર્થ કરવામાં આવે તો તે સંબંધને બદલે કર્તાકર્મનો સંબંધ માનવા બરાબર થાય છે, અર્થાત્ ઉપાદાન-નિમિત્ત, નિશ્ચયવ્યવહાર એકરૂપ થઈ જાય છે. અથવા તો એક બાજુ જીવદ્રવ્ય અને બીજી બાજુએ અનંત પુગલ દ્રવ્યો (કર્મો) - તે અનંત દ્રવ્યોએ મળી જીવમાં વિકાર કર્યો એમ તેનો અર્થ થઈ જાય છે-કે જે બની શકે નહિ. આ નિમિત્ત-નૈમિત્તિક સંબંધ બતાવવા કર્મના ઉદયે જીવને અસર કરી નુકસાન કર્યું-પરિણમાવ્યો વગેરે પ્રકારે ઉપચારથી કહેવાય છે, પણ તેનો જો તે શબ્દ પ્રમાણે અર્થ કરવામાં આવે તે ખોટો છે. આ રીતે સમ્યગ્દર્શન પ્રગટ કરવા માટે પહેલાં તો સ્વ-દ્રવ્ય પરદ્રવ્યની ભિન્નતા અને સ્વતંત્રતા નક્કી કરવી. સ્વદ્રવ્ય અને પરદ્રવ્યની ભિન્નતા નક્કી કરી, પરદ્રવ્યો ઉપરનું લક્ષ છોડી, સ્વદ્રવ્યના વિચારમાં આવવું. ત્યાં આત્મામાં બે પડખાં (સ્વભાવ) છે તે જાણવા. એક નિત્ય-એકરૂપ દ્રવ્ય
સ્વભાવ અને બીજું અનિત્ય પર્યાયસ્વભાવ. ૧૫. દ્રવ્ય સ્વભાવ - આત્માનું દરેક સમયે ત્રિકાળી અખંડ પરિપૂર્ણ
ચૈતન્યસ્વભાવરૂપપણું દ્રવ્ય-ગુણે-પર્યાયે (વર્તમાન પર્યાયને ગૌણ કરતાં) છે. આત્માનું આ પડખું ‘નિશ્ચયનયનો’ વિષય છે. આ દષ્ટિનો વિષય છે. આ પડખાંને નક્કી કરનાર જ્ઞાનનું પડખું તે “નિશ્ચય નય' છે. એને શુદ્ધનય પણ કહેવામાં આવે છે. પર્યાય સ્વભાવ; - બીજું પડખું-વર્તમાન પર્યાયમાં દોષ છે, વિભાવરૂપ પરિણમન છે, વિકાર છે તે નક્કી કરવું, આ પડખું વ્યવહારનયનો વિષય છે. શ્રદ્ધા ગુણ અને ચારિત્રગુણની પર્યાયમાં જે વિપરીતતા છે એનું જ્ઞાન કરવું.
મિથ્યાત્વ અને રાગ-દ્વેષ ૧૭. આમ બે નયદ્વારા આત્માનાં બે પડખાંને નક્કી કર્યા પછી, વિકાર પર્યાય ઉપરનું
વલણ-લક્ષ છોડીને-તેનાથી સ્વભાવ-વિભાવનો ભેદજ્ઞાન કરીને પોતાના
ત્રિકાળી ચૈતન્ય સ્વરૂપ તરફ વળવું. ૧૮. હજી તો આ વિકલ્પાત્મક નિર્ણય છે. પરંતુ એમાં સ્વભાવનો જોર છે. એ ત્રિકાળી
શુદ્ધ દ્રવ્યો નિર્ણય હું જ્ઞાન આનંદ સ્વરૂપ ભગવાન આત્મા છું' એ નિર્ણયથી શુદ્ધના લક્ષે પ્રત્યેક સમયે ૫ર્યાયમાં શુદ્ધતા થતી જાય છે. પર્યાયમાં શુદ્ધતા થવા
માટે આજ એક પ્રક્રિયા છે. ઉપાય છે. ૧૯. હવે સહજ પુરુષાર્થ વડે જો આ નિર્ણયની ધારા તૂટ્યાવગર બે ઘડી (અડતાલીસ
મીનીટ) ચાલે તો વર્તમાન જ્ઞાનની પર્યાય જ્ઞાનરૂપે, શ્રદ્ધાનરૂપે, વીતરાગરૂપે એકાગ્રતાથી પરિણમી જાય છે. અને એ શુદ્ધજ્ઞાનની પર્યાયમાં ભગવાન આત્મા આનંદના વેદન સહિત જણાય છે. આ ને જ આત્માનો અનુભવ અથવા સમ્યગ્દર્શન કહેવામાં આવે છે. આ શ્રદ્ધા ગુણની નિર્મળ પર્યાય છે. જો કે નિશ્ચયનય અને સમ્યગ્દર્શન એ બંને જુદા જુદા ગુણોના પર્યાય છે તો પણ તે બંનેનો વિષય એક છે-અર્થાત્ તે બંનેનો વિષય એક અખંડ, શુદ્ધ, બુદ્ધ, ચૈતન્યસ્વરૂપ આત્મા છે, તેને બીજા શબ્દોમાં ‘ત્રિકાળી શાયકસ્વરૂપ” “પરમપરિણામિક ભાવ” કહેવામાં આવે છે. સમ્યગ્દર્શન કોઈ પરદ્રવ્ય, દેવ-ગુરુ
૧૬.
૨૦.
૦.
૦