________________
૩. જિનશાસનનો સાર
સર્વ જિનશાસનનો સાર શું? “જ્ઞાનસ્વરૂપ શુધ્ધાત્મા!” તે સર્વ જિનશાસનનો સાર છે.
આત્માનો સ્વભાવ શું? વિકાર શું? પર શું? એ ત્રણેને જાણીને, વિકાર અને પરથી ભિન્ન એવા શુધ્ધાત્મસ્વભાવમાં અંતર્મુખ થઈને એકાગ્ર થવું તે “જૈનશાસન” છે.
જેણે શુધ્ધાત્માને જાણ્યો તેણે સર્વ જિનશાસનને જાણ્યું છે. જેનશાસન તે કોઈ બહારની ચીજ નથી પણ શુદ્ધાત્માની અનુભૂતિ તેજ જૈનશાસન છે, અને તે આત્માની વીતરાગી નિર્મળ પર્યાય છે.
જિનશાસનના સર્વ શાસ્ત્રોનું તાત્પર્ય “વીતરાગતા” છે. પોતાના શુધ્ધાત્માને જાણીને તેમાં એકાગ્ર થવું અને તે જીવ પર્યાયને અંતરમાં વાળીને વીતરાગભાવ પ્રગટ કરે તે પોતે જિનશાસન છે. તે જૈનધર્મ છે.
શાસ્ત્રસમુદ્રમાં રહેલું પરમ ચૈતન્યરત્ન તેણે પ્રાપ્ત કરી લીધું છે. સ્વભાવ, વિભાવ અને સંયોગ ૧. સ્વભાવનું સામર્થ્ય - સ્વભાવસામર્થ્યની મહત્તા આવવી જોઈએ. ૨. વિભાવનું વિપરીત૫ણું - વિપરીતતા જાણ્યા વગર તેની રુચિ ટળે નહિ. ૩. સંયોગોનું પૃથ્થકપણું - સંયોગોની ક્ષણભંગુરતા-જુદાપણું જાણ્યા વિના તેનો મોહ
ટળે નહિ.આ ત્રણ બોલ બરાબર ઓળખવા જોઈએ. સંસારનું મૂળ- અજ્ઞાનીની માન્યતા એ સંસારનું મૂળ છે. અજ્ઞાની પોતાના રાગાદિ દોષો પરથી માને છે. તેમ જ પોતાના જ્ઞાનાદિ ગુણો પણ પરથી માને છે. એટલે તેને આત્માના સ્વાધીન ગુણોની શ્રધ્ધા નથી અને ગુણવાને એવા આત્માની પણ ખરેખર તેને શ્રધ્ધા નથી. પરમાંથી પોતાના ગુણ લેવા માંગે છે, એવી તેની પરાધીનબુધ્ધિજ મિસ્યા હોવાથી દુ:ખરૂપ છે. જેનાથી તે જીવ પોતાના દોષ માને છે તેના પર એકત્ત્વબુધ્ધિથી અનંતો દ્વેષ કરે છે અને જેનાથી પોતાના ગુણ માને છે તેના પર એકત્ત્વબુધ્ધિથી અનંતો રાગ કરે છે. આ રાગદ્વેષ (માન્યતાપૂર્વકના) આ અનંત સંસારનાં પરિભ્રમણનું મૂળ કારણ છે. મોક્ષનું મૂળ - જ્ઞાની ધર્માત્મા જાણે છે કે, હું પરથી જુદો જ છું. મારા ગુરા-દોષ પણ પરથી ભિન્ન છે.” “રાગાદિ દોષ-વિકારી” ભાવ તે મારી પર્યાયનો અપરાધ છે અને તે મારા સ્વભાવમાં તો છે જ નહિ. “જ્ઞાન-આનંદ તો મારો સહજ સ્વભાવ છે. આમ જાણતો હોવાથી જ્ઞાનીને પર સાથે એકત્ત્વબુધ્ધિપૂર્વકનાં રાગદ્વેષ થતાં જ નથી અને પોતાના ગુણ-સ્વભાવની પ્રતીતિ તેને કદી ખસતી નથી. એટલે અનંત સંસારના પરિભ્રમણનું મૂળ “મિથ્યાત્વ” તેને છેદાઈ ગયું છે. અને મોક્ષનું મૂળ “સમ્યગદર્શન” તેણે “ભેદજ્ઞાન”ની કળા અને “તત્ત્વના યથાર્થ નિર્ણયપૂર્વક” પ્રગટ કરી લીધું છે. જન ધર્મની પરાકાષ્ટા - “અકર્તા સ્વભાવ” અથવા “જ્ઞાતા સ્વભાવ” “હું જાણનાર છું, કરનાર નથી.” આ જૈનદર્શનની પરાકાષ્ટા છે.