________________
નિગોદમાંથી નીકળી ત્રસ પર્યાયમાં વધુમાં વધુ રહેવાનો કાળ માત્ર ૨૦૦૦ સાગરોપમ છે. હવે જેની ઉપાદાનની યોગ્યતા તૈયાર થઈ ગઈ છે એ માટે આ પરિવર્તનનો કાળ (ભવ) છે. અજ્ઞાનમાંથી-જ્ઞાન અવસ્થા પ્રગટ કરવાનો કાળ છે. આ જીવનો Turning Point છે. જો એમ નહિ થાય તો પાછો જીવ ધીમે ધીમે સ્વતંત્ર, ક્રમબધ્ધ, ઉપાદાનની યોગ્યતા પ્રમાણે નિગોદમાં પહોંચી જશે. અને જો ગુણસ્થાન બદલાયું તો સ્વતંત્ર, ક્રમબધ્ધ યોગ્યતા પ્રમાણે સિધ્ધ અવસ્થા પ્રાપ્ત કરશે. સુખી થવા માટે આજ યોગ્ય સ્થાન છે. આત્માનુભૂતિ એ પ્રથમ ઉપાય છે.
૨. તત્વાર્થ સૂત્ર અર્થાત મોક્ષશાસ્ત્ર (અધ્યાય ૨, પાનું ૧૯૮-૧૯૯) મનુષ્યભવ સફળ કરવા માટે ખાસ લક્ષમાં રાખવા લાયક વિષયો :
અનાદિ કાળથી જીવને નિત્ય નિગોદરૂપ શરીર સંબંધ હોય છે. અનંતાઅનંત જીવરાશિ અનાદિકાળથી નિગોદમાં જ જન્મ મરણ કરે છે. નિગોદમાંથી છ મહિના અને આઠ સમયમાં ૬૦૮ જીવો ત્રસ પર્યાયમાં આવે છે. જીવને ત્રસમાં એકી સાથે રહેવાનો ઉત્કૃષ્ટ કાળ માત્ર બે હજાર સાગરોપમ છે. ત્રસમાં પણ મનુષ્યપણું પામવાનું તો ભાગ્યે જ મળે છે. આ પ્રમાણે જીવની મુખ્ય બે સ્થિતિ છે, નિગોદપણું અને સિધ્ધપણું વચલો ત્રસ પર્યાયનો કાળ તો ઘણો જ થોડો અને તેમાં પણ મનુષ્યપણાનો કાળ તો અતિ
ઘણો જ થોડો છે. ૫. ૧) સંસારમાં જીવને મનુષ્યભવમાં રહેવાનો કાળ સર્વથી થોડો છે.
૨) નારકીના ભાવોમાં રહેવાનો કાળ એનાથી અસંખ્યાતગુણો છે. ૩) દેવના ભવોમાં રહેવાનો કાળ નારકથી અસંખ્યાતગુણો છે. ૪) તિર્યંચ ભવોમાં (મુખ્ય પણે નિગોદમાં) રહેવાનો કાળ અનંતગુણો છે. આ ઉપરથી સિદ્ધ થાય છે જીવ અનાદિથી મિથ્યાત્વ દશામાં શુભ તેમજ અશુભ ભાવો કરતો રહે છે. દ્રવ્યલિંગી મુનિ શુભભાવ કરીને અનંતવાર નવમી ગ્રેવયેકે જઈ આવ્યો છે. આ વાત આ જીવને પણ લાગુ પડે છે. નવમી ગ્રેવયેકને લાયક શુભભાવ કરનાર જીવે ગુહીત મિથ્યાત્વ છોડ્યું હોય છે. સાચાં દેવ-ગુરુ-શાસ્ત્રને નિમિત્તરૂપે સ્વીકાર્યા હોય છે. પાંચ મહાવ્રત આદિ ઉત્કૃષ્ટ શુભભાવો અતિચાર સહિત પાળ્યા હોય છે. આત્મભાન વિના મિથ્યાદ્રષ્ટિને લાયક ઉત્કૃષ્ટ શુભભાવો જીવે અનંતવાર કર્યા છતાં મિથ્યાત્વ ગયું નહિ, માટે શુભભાવ-પુણ્ય કરતાં કરતાં ધર્મ-સમ્યગ્દર્શન થાય કે મિથ્યાત્વ ટળે એ અશક્ય છે તેથી - આ મનુષ્યભવમાં જ આત્માનું સાચું સ્વરૂપ સમજીને જીવોએ સમ્યકત્વ પ્રાપ્ત કરવું. લોઢું ગરમ છે ત્યાં સુધીમાં એને ટીપી લો-ઘડી લો. આ મનુષ્યભવ છે તેમાં તુરત જ આત્માનું સ્વરૂપ સમજી લો, નહિ તો ત્રસકાળ થોડા વખતમાં પૂરો થઈને નિગોદ પર્યાય પ્રાપ્ત થશે અને અનંતકાળ તેમાં રહેવાનું થશે. માટે છે જીવ આ અવસર ચૂકવા જેવો નથી. ચેતા ચેતા