________________
૯.
૧૦.
જ્યાં સુધી પરભાવોથી છૂટી જ્ઞાન જ્ઞાનમાં ઠરી જાય. સમ્યગ્દર્શન અને કેવળજ્ઞાન પ્રગટ કરવાનું સૂક્ષ્મ રહસ્ય માત્ર બે ઘડીનો ખેલ છે.
અનંતજ્ઞાન, અનંત દર્શન, અનંત વીર્ય, અનંત સુખ એવા અનંતગુણોથી ભરેલો ભગવાન આત્મા ત્રિકાળ શુધ્ધ છે, પરિપૂર્ણ છે, એનો મહિમા લાવી, એનું લક્ષ કરી એમાં એકાગ્રતા કરતાં એનો ભાવશ્રુતજ્ઞાનની પર્યાયમાં યથાર્થ નિર્ણય કરવો અનુભવ કરવો એજ સમ્યગ્દર્શન પ્રગટ કરવાનો - સુખી થવાનો - એકમાત્ર ઉપાય – જિન ભગવંતોએ બતાવ્યો છે. દ્રવ્ય દ્રષ્ટિ એ જ સદ્રષ્ટિ છે. પ્રયોગ પધ્ધતિ એનો આધાર છે.
૧.
૨.
આ અનુભૂતિની પ્રક્રિયાની મુખ્ય ત્રણ ભૂમિકા અભ્યાસની ભૂમિકા - ૧) પાત્રતા નિર્ણયની ભૂમિકા – ૧) ભેદજ્ઞાન (હું જ્ઞાનઆનંદ સ્વરૂપ ભગવાન આત્મા, સર્વથા સર્વથી ભિન્ન છું.) અનુભૂતિની ભૂમિકા - રુચિ, પ્રતીતિ, જિજ્ઞાસા, લક્ષ, એકાગ્રતાનિર્વિકલ્પ અનુભૂતિ આનો આધાર જૈનદર્શનના ત્રણ મહાન વૈજ્ઞાનિક સિધ્ધાંત છે. ૧) દ્રવ્યની સ્વતંત્રતાનો સિધ્ધાંત ૨) ક્રમબદ્ધ પર્યાય ૩) ઉપાદાન-નિમિત્તની સ્વતંત્રતાનો સિધ્ધાંત કોઈપણ કાર્ય થાય ત્યારે પાંચ સમવાય હોય છે. ૧) સ્વભાવ ૨) નિયતિ ૩) કાળલબ્ધિ ૪) પુરુષાર્થ ૫) નિમિત્ત. આ સંપૂર્ણ જિનાગમનો સાર છે. પરમાગમ એનું પ્રમાણ છે. આ મનુષ્યભવમાં આ એક ચિંતન – વિચારવા યોગ્ય છે.
3.
વિચારી શકાય.
૨) સત્સંગ ૩) સ્વાધ્યાય
૨) યથાર્થ નિર્ણય
ધણા જીવોને સત્ સમજવાની અંતરથી તાલાવેલી થાય, ત્યારે સંસારમાંથી ઉન્નતિક્રમમાં આગળ વધેલા કોઈ જ્ઞાની તીર્થંકરપણે જન્મે. તેમના નિમિત્તે જે લાયક જીવો હોય તે સત્યને સમજી લે -- એવો મેળ સહજ થઈ જ જાય છે. તીર્થંકર કોઈ અન્ય માટે અવતાર લેતા નથી.
એક જીવ નિગોદેથી નીકળીને મોક્ષમાર્ગમાં આવ્યો તે પોતાના ચારિત્રાદ્દિગુણની ઉપાદાનશક્તિ થી જ આવ્યો છે તથા એ જ રીતે પોતાના ભાવકલંકની પ્રચુરતાના કારણે નિગોદમાં રહ્યો છે. બન્ને દશામાં પોતાનું જ સ્વતંત્ર ઉપાદાન છે; તેમાં નિમિત્ત-કર્મ વગેરે અકિંચિત્કર છે.
અંદર ચૈતન્ય જ્ઞાયકદેવનો અભિપ્રાયમાં આશ્રય જેને થયો છે એવા જ્ઞાનીને અથવા તો સ્વભાવનો આશ્રય જેને પ્રાપ્ત કરવો છે એવા સાચા આત્માર્થીને સ્વભાવ સમજવામાં નિમિત્ત એવા વીતરાગ દેવ-શાસ્ર-ગુરુના મહિમાનો શુભરાગ આવે; પૂજા-ભક્તિ તથા વ્રતાદિ વ્યવહારનયનો વિષય છે તો ખરો, નથી જ એમ નથી, પણ તે ભાવ રાગ છે, સંસાર છે, તેનો આશ્રય કરવા લાયક નથી, તે ઉપાદેય નથી, હિતકર નથી, હેય છે. અરેરે! ક્યારે આ તત્ત્વ સાંભળવા મળે? મનુષ્યભવ તો ચાલ્યો જાય છે, આયુષ્ય ક્યારે પૂરું થઈ જશે તેની કોને ખબર છે? —પુરુષાર્થપ્રેરણામૂર્તિ પૂજ્ય ગુરુદેવશ્રી