________________
૨. જૈન દર્શન સાર સાર: ૧. જેનદર્શન એ તો વસ્તુ સ્વરૂપ છે, વીતરાગ વિજ્ઞાન છે. તે વસ્તુના યથાર્થ સ્વરૂપનું
નિરૂપણ કરે છે. વિશ્વ વ્યવસ્થા અને વસ્તુવ્યવસ્થા - આત્માનું સ્વરૂપ જેમ છે તેમ બતાવે છે. અંતરમાં એકરૂપ પરમાત્માતત્વ સામાન્ય સ્વભાવ જે નિર્લેપ ભગવાન છે એને જાણવો – એની પ્રતિતિ શ્રધ્ધા કરવી અને તેમાં જ રમણતા કરવી એવો જે શુધ્ધોપયોગ છે તે જૈનશાસન છે. સમ્યગ્દર્શન-સમ્યજ્ઞાન -સમ્યગ્વારિત્રની એકતારૂપે મોક્ષમાર્ગ જે ત્રણ લોક – ત્રણ કાળમાં એક જ છે તે જૈનશાસન છે. જેવો ત્રિકાળ “વીતરાગ સ્વભાવ” છે, તેવો જ “વીતરાગ ભાવ” પર્યાયમાં પ્રગટ કરવો એજ સુખનો ઉપાય છે એ જૈનદર્શનનું પ્રયોજન છે. વસ્તુ સ્વભાવની દ્રષ્ટિ કરીને અજ્ઞાન (મિથ્યાત્વ) અને રાગદ્વેષને જીતવા તેનું નામ જૈન દર્શન છે. ભગવાન આત્મા નિત્ય મુક્ત સ્વરૂપ, શુભાશુભભાવ રહિત, ત્રિકાળ શુધ્ધ ચૈતન્યવસ્તુ છે. એવા આત્માને ભાવથુતજ્ઞાનથી અનુભવ કરવો એ અનુભવ શુધ્ધોપયોગ છે, એ વિતરાગી પર્યાય છે, એ પ્રગટ થાય એ ધર્મ છે, એ જ જૈનશાસન છે. જે પુરુષ શુદ્ધ આનંદધન ચૈતન્યસ્વરૂપ આત્માને અનન્ય, અબધ્ધસ્પષ્ટ, અસંયુક્ત, નિયત અને અવિશેષ દેખે છે એટલે અંતરમાં અનુભવે છે તે સર્વ જિન શાસનને દેખે છે. સમસ્ત જિન શાસનનું રહસ્ય એ આત્માએ જાણી લીધું છે. શુધ્ધનયના વિષયામૃત ચૈતન્ય સામાન્ય ત્રિકાળી દ્રવ્યનો અનુભવ કરવો તે જૈનશાસન છે. આત્માની અનુભૂતિ એ જૈનશાસન છે. આત્માનુભૂતિ એ જ આત્મધર્મ છે. આત્માનુભૂતિ એ જ આત્મધ્યાન છે. સર્વજ્ઞસ્વભાવી આત્મા એકલો જ્ઞાનસ્વભાવી જ છે અને એની નિર્વિકલ્પ અનુભૂતિ જ્ઞાનસ્વરૂપ જ છે. એવા સ્વભાવની પરુપણા કરનાર અનાદિ – અનંત સનાતન-દિગંબર દર્શન એ સત્યધર્મ છે. એ કોઈ સંપ્રદાય, વાડો કે વેશ નથી. દિગંબરત્વે કહો કે વીતરાગતા કહો એ કોઈ અભૂત અલૌકિક ચીજ છે. સર્વ તીર્થકરોએ દર્શાવેલ આ માર્ગ છે.
એ વીતરાગી મોક્ષમાર્ગના નિમિત્ત વીતરાગી દેવ-ગુરુ-શાસ્ત્ર છે. ૭. સમ્યગ્દર્શન એ ધર્મનું મૂળ છે. અને ચારિત્ર ખરેખર ધર્મ છે. આત્માની નિર્વિકલ્પ
દશા એ જ સુખની દશા છે. સંવર નિર્જરા અને મોક્ષતત્ત્વ છે. તે સિવાય બધા જ | વિકલ્પ આસ્ત્રવ-બંધ છે. સાત તત્વોની શ્રદ્ધા સમ્યગ્દર્શન છે. સમ્યગ્દર્શનનું મૂળ “ભેદજ્ઞાન” છે. આ આત્માને નોકર્મ, દ્રવ્યકર્મ, ભાવકર્મ, પરભાવ, ગુણ ગુણીના ભેદ વગેરેથી ભિન્ન અખંડ, અભેદ, એક જોવો તે ભેદજ્ઞાન છે. જે કોઈ સિધ્ધ થયા છે તે ભેદજ્ઞાનથી સિદ્ધ થયા છે. જે કોઈ બંધાયા છે, તે તેના અભાવથી બંધાયા છે. આ ભેદજ્ઞાન અવિચ્છીન્ન ધારાથી ત્યાં સુધી ભાવવું કે