Book Title: Siddhachakra Varsh 03 - Pakshik From 1934 to 1935
Author(s): Ashoksagarsuri
Publisher: Siddhachakra Masik Punarmudran Samiti
View full book text
________________
૨૪
શ્રી સિદ્ધચક્ર
તા. ૨૨ ૧૦-૩૪ પરંપરામાં કે સાક્ષાત્ થયેલી શાખા અને કુલોના સ્થાનો વિચારતાં મગધ અને દશાર્ણભદ્ર દેશોમાં ધર્મનું કેન્દ્રપણું અને આચાર્યોનું વિચારવું વધારે હોય તેમ લાગે છે. તો તે દેશોને અનુસરીને તેવી વ્યવસ્થા અનુકૂળ જણાઈ હોય અને વીર મહારાજની દશમી સદીમાં આચાર્યોનું બહુધા વિચરવું અને ધર્મનું કેન્દ્રપણું સૌરાષ્ટ્ર, લાટ અને જંગલ સુધીના દેશોને મળેલું હોય અને તેથી અવસ્થાનરૂપી પર્યુષણાની અનિયમિતતા બંધ કરવાની જરૂર જણાઈ હોય અને તે જ કારણથી અષાઢ ચતુર્માસીએ અવસ્થાનનો નિયમ કર્યો હોય એ કારણની સાથે બીજું એ પણ કારણ હોય કે પૂર્વકાળમાં ખરી રીતે વરસાદ વરસવાનો વખત ભાદરવા સુદ પાંચમ પછી જ હોય જેને લીધે શ્રીકલ્પસૂત્ર વિગેરેમાં દશમા પર્વને અંતે દિવસે પર્યુષણાનું નિયમિતપણે જણાવતાં ગૃહસ્થના ઘરોનું નિયમિત આચ્છાદિતપણું, આવૃતપણું, પાણી જવાના માર્ગ સહિતપણું વિગેરે ગૃહસ્થને ચોમાસા પહેલાં કરવાની તૈયારી જણાવે છે. વળી તેવી રીતે પચાસ દિવસ પછી કરેલી અવસ્થાનરૂપી પર્યુષણા કરવાવાળા સાધુને વરસાદ આવે ત્યારે વિરકલ્પી અને જિનકલ્પના ભેદે ભિક્ષાભ્રમણનો વિધિ જણાવ્યો છે, તેમજ ભિક્ષાભ્રમણ કરતાં સાધુને સાધ્વી કે શ્રાવિકાને અંગે તેમજ સાધ્વીને સાધુ કે શ્રાવકને અંગે ઉભા રહેવાનો વિધિ સ્પષ્ટપણે જણાવેલો છે. વળી વસતિની પ્રમાર્જના, મલ્લકનું ધારણ, લોચકરણ વિગેરેના પર્યુષણ કરવાવાળા સાધુને અંગે જણાવેલા નિયમો. પણ ભાદરવા સુદના છેલ્લા પર્વની પછી પણ વરસાદની નિયમિતતા સૂચવે છે, અને એવી રીતે પૂર્વકાળમાં જ્યારે ભાદરવા સુદ પછી ક્ષેત્ર કે કાળને પ્રભાવે વરસાદનું પ્રાબલ્ય હોય અને ભાદરવા પહેલાં તેવું વરસાદનું પ્રાબલ્ય ન હોય અને તેથી જ અવસ્થાન પર્યુષણાને અનિયમિત રાખી હોય, પણ ક્ષેત્રમંતર અને કાલાંતરને અંગે પ્રથમ આર્વાથી ગણાયેલી વરસાદની યોગ્યતા સામાન્યરૂપે છતાં પણ આર્કા પછીથી અષાઢી ચોમાસીના લગભગમાં વરસાદનું પ્રાબલ્ય જોઈને તે કાળે અષાઢ ચોમાસાએ અવસ્થાનરૂપ પર્યુષણ કરવાનું રાખી અને પંચક પંચક વૃદ્ધિના દશ પર્વોની અનિયમિતતા સંયમના મુખ્ય પ્રાણાતિપાત વિરમણવ્રતરૂપી અંશના રક્ષણ માટે નિયમિત કરી દીધી હોય તો તે પણ કારણ અસંભવિત નથી જેમ વર્તમાન કાળમાં ગુજરાતમાં આદ્ર નક્ષત્રથી જ વરસાદનું પ્રાબલ્ય જોઈ સુવિદિત ગીતાર્થ પુરુષો આદ્રના પ્રવેશથી ચતુર્માસી માટેનું અવસ્થાન નક્કી કરે છે. આવી રીતે અવસ્થાનની અનિયમિતતા થયા છતાં વિહારની છૂટ તો સર્વકાળ અને સર્વક્ષેત્રમાં કાર્તિક મહિના પછી જ રાખવામાં આવી છે, કારણકે ચાર ચાર મહિને ચોમાસી કરવાનું વિધાન ફેરવવાનું કોઈપણ પૂર્વધર કે ગીતાર્થે યોગ્ય દેખ્યું નથી, અને કોઈપણ ગમ્ય કે અગમ્ય કારણે તેનું પરિવર્તન કરી દીધું હોત તો સર્વથા ચાતુર્માસી અને સાંવત્સરિકનાં વિધાનો જ નષ્ટપ્રાય થઈ જઈ અનુષ્ઠાનની અંધાધુંધી જ પ્રવર્તી જાત. આવી રીતે અવસ્થાનરૂપી પર્યુષણાની નિયતતા અને અનિયતતા છતાં પણ સાંવત્સરિકરૂપ પર્યુષણની તો સર્વકાળે ગીતાર્થ સુવિહિતોએ નિયમિતતા જ રાખેલી છે. ભાદરવા સુદમાં સાંવત્સરિક પ્રતિક્રમણ કરવામાં કોઈપણ સુવિહિત કે ગીતાર્થે અનિયમિતપણે કહેલું કે કરેલું નથી.
અપૂર્ણ